Categories: ગુજરાત

અતિવૃષ્ટી કે, દુષ્કાળની સ્થિતિમાં વગર વીમાએ ખેડૂતોને મળશે 1 લાખ સહાય.. આ ફોર્મ ભરવાનું ન ભૂલતા

ગાંધીનગર: વરસાદી આફત ગમે ત્યારે આવી શકે છે. અને આવે છે ત્યારે ખેડૂતને ન ઘરનો કે ન ઘાટને રહેવા દે છે. કારણ કે, મહેનત તો વરસાદી પાણીમાં તાણી જાય જ છે. સાથે સાથે એવા ડામ આપે છે જે વર્ષો સુધી રુઝાતા નથી. તેવામાં વિમા કંપનીઓનો ત્રાસ તો ખરો જ. ત્યારે આ માહોલમાં ગુજરાતની સરકારે કિસાન સહાય યોજના જાહેર કરી છે.

સરકારે જાહેર કરેલી આ કિસાન સહાય યોજના ભલે માત્ર એક સિઝન પુરતી જ છે. પરંતુ ખેડૂતો માટે વરદાન રૂપી છે. કારણ કે, રાજ્યના 56 લાખ ખેડૂતોને વગર વિમા પ્રિમિયમે નુકસાની પર વળતર મળશે. તે પણ હેક્ટરે 20 થી 25 હજાર રૂપિયા. પરંતુ આ વળતર માટે ખેડૂતોએ કેટલાક નિયમો અને ફોર્મ તો ભરવા જ પડશે. તો હવે જરા તે માટેના ધારા ધોરણ અને કેવી રીતે ફોર્મ ભરવું તે પણ જાણી લો.

કેવી રીતે અને કેટલી સહાય મળશે?

  • જો ખરીફ ઋતુમાં ખેડૂતના પાકને 33% થી 60% નુકસાન થયું હોય તો 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મળશે. આ સહાય માત્ર 4 હેક્ટર સુધી મળવાપાત્ર ગણાશે.
  • જો ખેડૂતના પાકને 60% થી વધારે નુકસાન થયું હશે તો તેને પ્રતિ હેક્ટર 25 હજાર લેખે 4 હેક્ટર સુધી એટલે કે, 1 લાખ રૂપિયા સહાય મળશે.

ખેડૂતે અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનાનો લાભ માત્ર ખાતેદાર ખેડૂતને જ મળવા પાત્ર હશે.
  • ખેડૂત મિત્રએ પોતાની જમીનના ખાતા નંબર સાથે અરજી કરવાની રહેશે.
    ખાતેદાર ખેડૂત મિત્રએ ઈ-ગ્રામ સેન્ટર ઉપર જઈને પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂત મિત્ર પોતાના ગામની અંદર જ ઈ-ગ્રામ સેન્ટર ઉપરથી ઓનલાઈન અરજી કરી શકે છે. જોકે ખેડૂતને સહાયક બનતા ઈ-ગ્રામ સેન્ટરના કર્મચારીને એક સફળ અરજી માટે 8 થી 10 રૂપિયા મહેનતાણું આપવું પડશે.
  • ખેડૂતને મળનારી સહાય સીધી જ તેના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.
  • ખેડૂતને યોગ્ય માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે.

56 લાખ ખેડૂતોને મળશે લાભ

રાજ્ય સરકારની આ યોજના પ્રમાણે, અતિવૃષ્ટી, દુષ્કાળ કે, માવઠાના કારણે, ખેડૂતોના પાકને નુકસાન થશે તો સરકાર તેમને વિમા પેટે સહાય આપશે. જોકે આ માટે ખેડૂતે કોઈ વિમા પ્રિમિયન ભરવાની પણ જરૂર નથી. એટલે કે, અત્યાર સુધી જે રીતે વિમા કંપનીઓ ઉઘાડી લૂંટ મચાવતી હતી તેમાંથી ખેડૂતોને રાહત મળશે. આ યોજનાનો લાખ રાજ્યના 56 લાખ ખેડૂતોને મળશે. જોકે સહાય માત્ર નુકસાની થઈ હશે તે ખેડૂતને જ મળશે.

હાલ તો રાજ્ય સરકારની આ યોજનાની પ્રસંશા થઈ રહી છે. પરંતુ આ યોજના આગામી દિવસોમાં કોઈપણ પરિસ્થિતિમાં સફળ કેટલી બને છે. તે સૌથી મોટો સવાલ રહેશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021