Categories: મનોરંજન

અભિનેત્રીઓ કરતા અંતે કેમ અનેક ગણી વધું હોય છે અભિનેતાઓની ફી, 10 મુદ્દામાં સમજો આ અંતરને

અનિલ કપૂર હાલમાં જ કરીના કપૂરાના ચેટ શો ‘વ્હાટ વુમન વોન્ટ’માં પહોચ્યાં હતાં. આ દરમિયાન કરીનાએ અનિલ કપૂરથી બોલિવૂડમાં અભિનેતા અને અભિનેત્રી વચ્ચે ફીમાં અંતરને લઈનને પ્રશ્ન પુછ્યો. આ સવાલ પર અનિલ કપૂરે કહ્યું કે તમે એક ફિલ્મ માટે મારી પાસેથી ઘણાં પૈસા લીધા હતાં. આમ તો, ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રીની સરખામણીમાં અભિનેતાને હંમેશા જ વધું ફી મળે છે અને આવું ફક્ત બોલિવૂડ જ નહી, પણ સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં પણ જોવા મળે છે. બોલિવૂડની જેમ અહી બની રહેલી મોટાભાગની ફિલ્મો મેન સેન્ટ્રિક (પુરૂષ કેન્દ્રિત) હોય છે અને તેમાં અભિનેતાની ફી અભિનેત્રી કરતા અનેક ગણી વધારે હોય છે. અભિનેત્રીની સરખામણીમાં અભિનેતા હસ્તીને મળી રહેલી ફી માં એટલું અંતર કેમ હોય છે, તેની તાપસ જ્યારે અમે કરી તો તેના એક નહીં પણ ઘણાં કારણ સામે આવ્યાં છે. આ લેખમાં અમે વાત કરી રહ્યાં છે અભિનેતા-અભિનેત્રીની ફીસામાં ભારે અંતરના 10 કારણ….

ફિલ્મ ઉદ્યોગમાં ફીમેલ, પ્રોડ્યૂસર્સ, સ્ક્રિપ્ટ રાઈટર્સ અને ટેક્નિશિયન્સ ખૂબ ઓછો છે. તેથી આવી ઓછી જ ફિલ્મો બને છે, જે વુમન સેન્ટ્રિક (મહિલા કેન્દ્રિત) હોય અથવા જેમાં અભિનેત્રીને અભિનેતાથી વધું સ્ક્રીન શેર કરવાનો મોકો મળે. આ જ કારણ છે કે અભિનેત્રી અને તેના કામને ઓછો ન્યાય આપવામાં આવે છે અને તેના મુજબ, તેને ફી પણ ઓછી જ આપવામાં આવે છે. સાઉથ ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો તેલુગુની ટોચ અભિનેત્રી નયનતારા અને અનુષ્કા શેટ્ટીને એક ફિલ્મ માટે 1.5 થી 2 કરોડ રૂપિયા મળે છે. સમાંથા રૂથ, કાજલ અગ્રવાલ અને રકુલપ્રિતની ફી 1 કરોડ રૂપિયા આસપાસ છે. તેમજ, પ્રભાસ, વિજય, અજીત કુમાર જેવા અભિનેતાની ફી 20 થી 30 કરોડ રૂપિયા સુધી છે.

ફિલ્મ ઉદ્યોગમાં કેટલીક હસ્તીઓની ફી જેન્ડર ઉપરાંત ઓડિયન્સમાં તેની લોકપ્રિયતા, પ્રોડ્યૂસર્સ સાથે તેના સંબંધ અને બોક્સ ઓફિસ પર તાજેતરમાં રિલીઝ તેની ફિલ્મોના પરફોર્મસના આધારે નક્કી થાય છે. જોકે સારા ચાહક આધાર વાળા કેટલીક હસ્તીઓનું કહેવું છે કે જો આપણી છેલ્લી રિલીઝ અમુક ફિલ્મો નિષ્ફળ રહે છે તો ફી તેના પ્રમાણે ઓછી અથવા વધું પણ હોય છે.

અભિનેતા અને અભિનેત્રીની એ વાત પર પણ નિર્ભર કરે છે કે તે કયાં ઉદ્યોગમાં કામ કરી રહી છે. મસલન, સીનિયર એક્ટર મોહનલાલ મલયાલમ ફિલ્મ ઉદ્યોગના હાઈએસ્ટ પેડ અભિનેતા છે અને તેની ફી 2 કરોડ રૂપિયાથી પણ વધું છે. તેમજ તેનાથી ઓછા અનુભવ વાળા તેલુગુ અભિનેતા રાણા દગ્ગુબકીને એક ફિલ્મ માટે 5 કરોડથી વધું મળે છે, જ્યારે રાણા દગ્ગુબતી તેલુગુ ફિલ્મોના ટોચ અભિનેતાની યાદીમાં પણ સામેલ નથી.

સાઉથમાં તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો આ બંને મલયાલમ અને કન્નડ ફિલ્મ ઉદ્યોગથી ખૂબ મોટું છે. એ પણ એક કારણ કે તેલુગુ અને તમિલ ફિલ્મની હસ્તીઓ વધું ફી, જ્યારે મલયાલમ અને કન્નડ ફિલ્મોના અભિનેતાને ઓછા પૈસા મળે છે. તેલુગુ અને તમિલ અભિનેતાની ડિમાન્ડ પણ હંમેશા વધું રહે છે.

તમિલ ફિલ્મોમાં ટોચ હસ્તી જેમ કે જોસેફ વિજય અને અજીત કુમાર જ્યાં એક ફિલ્મના 30 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે, તેમજ તેલુગુ ફિલ્મો માટે પવન કલ્યાણ, મહેશ બાબૂ અને જુનિયર એનટીઆરને 17 થી 22 કરોડ રુપિયા મળે છે. તેમજ કન્નડના ટોચ અભિનેતા યશને એક ફિલ્મ માટે 10 કરોડ તો પુનીત રાજકુમારને 8 કરોડ સુધી મળે છે. દર્શન અને સુદીપ જેવા અભિનેતા 6 કરોડ સુધી ચાર્જ કરે છે.

મલયાલમના ટોચ અભિનેતા મોહનલાલને એક ફિલ્મના 2 કરોડ, જ્યારે મમૂટીને 5 કરોડ સુધી મળે છે. નવીન પોલીને 1 કરોડ અને દુલકીર સલમાનને 70 લાખ રૂપિયામાં જ કામ ચલાવવું પડે છે. જોકે ફી ઉપરાંત પણ કેટલીક હસ્તી ફિલ્મમાં પ્રોફિટ શેરિંગ અને અન્ય રાઈટ્સ દ્વારા પૈસા લઈ છે.

મોટાભાગની ફિલ્મોમાં પુરૂષ કેન્દ્રિત હોય છે, જે ફક્ત અભિનેતાના કારણથી જ ચાલે છે. મસલન થેરી ફક્ત અભિનેત વિજયની ફિલ્મ હતી. તેમાં સમાંથા હોવા છતાં તેને કઈ ખાસ ક્રેડિટ ન મળી. આ રીતે મલયાલમ ફિલ્મ પુલિમુરૂગન સંપૂર્ણ રીતે અભિનેતા મોહનલાલ પર સારી ફિલ્મ છે. તેમા અભિનેત્રી કમલિની મુખર્જીના રોલને મહત્વ ન આપવામાં આવ્યું. આ રીતે જ્યારે પ્રોડ્યૂસર- ડાયેક્ટરને ખબર હોતી કે આ પુરૂષ કેન્દ્રિત ફિલ્મ છે તો તેમાં તે અભિનેત્રીઓને પૈસા સાથે જ રોલમાં પણ ધ્યાન આપે છે. અભિનેત્રીનું કામ ફક્ત અને ફક્ત ઉત્તેજના જમા કરવાનું હોય છે.

નયનતારા એવી એકમાત્ર અભિનેત્રી છે, જેને તમિલ ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 4 કરોડ રૂપિયા મળે છે. મલયાલમ અને તેલુગુ ફિલ્મોની ઘણી અભિનેત્રી તો તમિલ ફિલ્મોમાં એક્ટિંગ માટે માત્ર 30 થી 50 લાખમાં જ તૈયાર થઈ જાય છે. ઘણીવાર પ્રોડ્યૂસર્સને લાગે છે કે કેટલીક અભિનેત્રીઓની ડિમાન્ડ આટલી ઓછી હોય છે અને આ માટે તે તેને ઓછા પૈસામાં જ કાસ્ટ કરવા ઈચ્છે છે. જો કોઈ અભિનેત્રી ના કહે છે તો તે બીજી કાસ્ટ કરવા માટે તૈયાર રહે છે.

આવી ફિલ્મો જે મહિલાઓ લક્ષી છે, તેનું બજેટ ઘણું ઓછું હોય છે. પ્રોડ્યૂસર્સને લાગે છે કે અભિનેતા કેન્દ્રિત ફિલ્મના તુલનામાં આ ફિલ્મોમાં ઓછી કમાણી કરી શકે છે. આવી ફિલ્મમાં આજે પણ માત્ર પ્રયોગ તરીકે જ બનાવવામાં આવી રહી છે. મસલન અનુષ્કા શેટ્ટીની રૂદ્રમાદેવી અને પ્રભાસની બાહુબલી તેના સચોટ ઉદાહરણ છે.

બોલિવૂડની વાત કરીએ તો પિંક અને દંગલ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં મહિલા જ છે. પણ ફિલ્મની બધી ક્રેડિટ પુરૂષ હસ્તી અમિતાભ બચ્ચન અને આમિર ખાન લઈ જાય છે. અહી તે એવો કોઈ ફર્ક નથી કે કોણે સૌથી વધું કામ કર્યું પણ એ વાતનો ફર્ક રાખે છે કે લોકો સામે કોની માર્કેટિંગ થઈ શકતી હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021