અલ્યા, આને જ કહેવાય રોણો રોણાની રીતે…

ઓ નીલા ઘોડા રા અસવાર, મ્હારા મેવાડી સરદાર…
મહારાણા પ્રતાપ સિવાય કોઈ રાજસ્થાનની કલ્પના નથી. મેવાડ વિના કોઈ રાજપૂત ઈતિહાસની કલ્પના નથી. એકલિંગજી મહાદેવ સિવાય કોઈ યુદ્ધની કલ્પના નથી. એકલિંગજી મહાદેવનું મંદિર ઉદયપુરથી 21 કિલોમીટર દૂર છે.મેવાડના મહારાણાઓ યુદ્ધ પર જતા હતા ત્યારે અહીં પૂજા કરીને જતા હતા. અહીંની ધરતી પર એક જ સર્વકાલીન નામ છે મહારાણા પ્રતાપસિંહ, જેને માટે રાણા પ્રતાપ ઉલ્લેખ થાય છે, વધારે આત્મીયતાથી પ્રતાપ બોલાય છે.અકબરે આંબેરના રાજા માનસિંહની સરદારી નીચે, શાહજાદા સલીમની સાથે, એક વિરાટ સેના પ્રતાપને ઝબ્બે કરવા મોકલી હતી. ગેરીલા યુદ્ધના માહિર પ્રતાપે હલદીઘાટીની સાંકડી નેળમાં મુઘલ સેનાને ફસાવીને જબરદસ્ત કતલ કરી નાખી અને આ યુદ્ધની ઘટનાએ પ્રતાપને હિંદુસ્તાનના ઈતિહાસમાં અમર સ્થાન આપ્યું છે.

જૂન 21, 1576ને દિવસે હલદીઘાટીનું યુદ્ધ શરૂ થયું અને લડાઈ આઠ કલાક ચાલી હતી. બે-ત્રણ તરફ ઊંચા પહાડો છે, વચ્ચે ઘાટી કે ખીણ છે.હલદીઘાટીનાં યુદ્ધમાં પ્રતાપની તરફતી બડી સાદડીનો મન્ના ઝાલા, જયમલ મહેતા, ગ્વાલિયરના રાજા રામસિંહ તંવર અને એમના પુત્રો શાલિવાહન, પ્રતાપસિંહ અને ભગવાનસિહં, મેરપુરનો ભીલ સરદાર રાણા પૂંજા, ભામા શાહ અને એનો ભાઈ તારાચંદ હતા.મુઘલ સેનામાં રાજા માનસિંહ, વારાહના સૈયદ, ગાઝીખાં બદરખ્શી, જગન્નાથ કછવાહા, રામ લૂણકરણ, ખ્વાજા ગિયાસુદ્દીન અલી, આસિફ ખાં અને મિહત્તર ખાં મુખ્ય હતા. પ્રતાપના સમર્થનમાં મુઘલોનો શત્રુ હકીમ ખાન સૂર એના પઠાનો લઈને આવ્યો હતો. આ યુદ્ધમાં ગ્વાલિયરના મહારાજા, એમના પુત્રો અને હકીમ ખાસ માર્યા ગયા હતા.

રાણા પ્રતાપના પિતા ઉદયસિંહ હતા, માતાનું નામ જેવતાબાઈ સોનગરી હતું. પટરાણીનું નામ અજવાદે પરમાર જ્યેષ્ઠ પુત્ર અમરસિંહ, ભાઈઓ : શક્તિસિંહ, વીરમદેવ, જગમાલ સાગર વગેરે. પ્રતાપના હાથમાં ભાલો હતો, કમરમાં કટાર, કમરબંદમાં બે તરવારો. પ્રતાપના ઘોડા ચેતકને એક બનાવટી સૂંઢ લગાવવામાં આવી હતી અને રાજા માનસિંહના હાથીની સૂંઢમાં એક તરવાર પકડેલી હતી, જે એ હાથી જોરથી ફેરવતો રહે એવી તાલીમ આપેલી હતી.ચેતક પ્રતાપના સંકેતથી ઊછળ્યો અને માનસિંહના હાથીના કપાળના બખ્તર પર પગ ટેકવી દીધા, પ્રતાપે ભાલો ફેંક્યો, માનસિંહ હોદ્દામાં સંતાઈ ગયો, એનો અંગરક્ષક મરી ગયો. પ્રતાપે ફરીથી કટારથી વાર કરી દીધો.ચેતક નીચે ઊતર્યો અને માનસિંહના ગભરાઈ ગયેલા હાથીની સૂંઢની તરવારથી એનો એક પગ કપાઈ ગયો. ઘાયલ ચેતક માલિકને લઈને સેનાને ચીરતો બહાર નીકળી ગયો. મન્ના ઝાલાએ આ દૃશ્ય જોયું, એ દોડતો આવ્યો, એણે પ્રતાપનું રાજચિહ્ન પહેરી લીધું. એના ઘોડાને સૂંઢ લગાવીને, ફરીથી લડાઈમાં આવી ગયો.મુઘલ સૈનિકો મન્ના ઝાલાને પ્રતાપે સમજીને તૂટી પડ્યા અને આ વીર રાજપૂત વીરગતિ પામ્યા, પ્રતાપને બચાવીને.પ્રતાપને લઈને ઘાયલ ચેતક રક્તતલાઈથી હલદીઘાટને બીજે છેડે આવ્યો અને લડખડાઈને પડી ગયો. પ્રતાપને યુદ્ધની મધ્યમાંથી બહાર જતાં બે મુઘલ સૈનિકો જોઈ ગયા અને એ પાછળ પડ્યા.

Maharana Pratap, Eklingji Mahadev, Haldighati war, Udaipur
પ્રતાપનો ભાઈ શક્તિસિંહ મુઘલ સેના તરફથી પ્રતાપની સામે લડવા આવ્યો હતો. એણે આ જોયું. શક્તિસિંહ મારતે ઘોડે આવ્યો. એક તરફ માલિકની વફાદારી હતી, બીજી તરફ ભ્રાતૃપ્રેમ હતો. શક્તિસિંહ બંને મુઘલોને કતલ કરીને, પ્રતાપની પાસે આવીને, ચરણો પકડીને ઝૂકી ગયો.પ્રતાપે શક્તિસિંહને ઊભો કર્યો, ભેટી પડ્યો, વફાદાર ઘોડા ચેતકે પ્રતાપના ખોળામાં જ પ્રાણત્યાગ કર્યો..પ્રતાપના ખરાબ દિવસોમાં ભામા શાહે એને મદદ કરી હતી. ભામા શાહ માળવાથી ધન લઈને આવ્યા અને ધન પ્રતાપને સોંપી દીધું. પ્રતાપે એમને મુખ્યમંત્રી બનાવ્યા. આ સંઘર્ષ શરીરતોડ હતો, ચાવંડ ગામમાં જાન્યુઆરી 19, 1597ને દિવસે પ્રતાપનું અવસાન થઈ ગયું.
વાહ આ હતો મેવાડી નરેશ રાણો..જેના કાળમાં મુઘલોની જીહજુરી એ એક માત ખૈરાત હતી..એવા સમયે રાણા પ્રતાપે સામી છાતીએ મુઘલોના ધૂળ ચાટતા કર્યા હતા.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021