Categories: ભક્તિ

અહીં મહાદેવના 3 રૂપમાં હાજરા-હાજર આપે છે દર્શન, ભક્તો ચિકન-મદિરાનો લગાવે છે ભોગ…

મંદિર લોકોનું આસ્થાનું સ્થાન છે. જ્યાં ભક્તો દેવી-દેવતાનો મનપસંદ ચઢાવો અર્પણ કરીને પોતાની ઈચ્છાપૂર્તિની કામના કરે છે. આપણે પણ વર્ષોથી આ જ પરંપરાને અનુસરીએ છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિરની વાત કરવાના છે, જ્યાં માંસ અને મદિરા ચઢાવવામાં આવે છે. જી હા…તમને આ વાત સાચી નહીં, લાગતી હોય પરંતુ આ હકીકત છે. આજે પણ આ મંદિરમાં લોકો માંસ અને મદિરા ચઢાવીને પોતાની મનોકામની પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. આવો જાણીએ ક્યાં છે આ વિચિત્ર મંદિર…

આ મંદિર ઉત્તરપ્રદેશના વારાણસીમા સ્થિત છે. એવું માનવામા આવે છે કે, જે લોકો વારાણસીમા બાબા બટુક ભૈરવના મંદિરે જઈને તેમને માંસ અને મદિરા અર્પણ કરે છે, તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. બાબા બટુક એ પ્રભુ ભૈરવનુ સ્વરૂપ છે અને તેમને પ્રસન્ન કરવા માટે માંસ અને મદિરા ચડાવવાનો પૌરાણિક રિવાજ છે.

કાશીમા આ બાબા બટુક ભૈરવનુ મંદિર સ્થિત છે. વડીલો ઉપરાંત બાળકો પણ આ મંદિરમાં આવે છે અને બાબા બટુકની પૂજા કરે છે અને તેમને ચોકલેટ તથા બિસ્કીટ અર્પણ કરે છે. પંડિતો મુજબ બાબા બટુકને ટોફી અને બિસ્કીટ અર્પણ કરીને પણ પ્રસન્ન કરી શકાય છે અને તમારા મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય છે. આ મંદિરમા મહાદેવ એકસાથે સાત્વિક, જાજરમાન અને તામાસી ત્રણ સ્વરૂપોમાં બિરાજમાન છે. તેમને દિવસમા ત્રણ વખત ભોગ ધરાવવામા આવે છે. પ્રથમ ભોગ સવારે ધરાવવામા આવે છે. બીજો ભોગ બપોર પછી અને છેલ્લો ભોગ સાંજે ધરાવવામાં આવે છે.

વહેલી સવારે શિવને બાલ બટુક તરીકે પૂજવામા આવે છે અને ટોફી-બિસ્કિટ, ફળો, માંસ અને મદિરા ચઢાવવામા આવે છે. બપોરે શાહી સ્વરૂપમા મહાદેવને ચોખા, દાળ, રોટલી અને શાકભાજી ચઢાવવામાં આવે છે. સાંજે મહાઆરતી બાદ મહાદેવના ભગવાન ભૈરવ સ્વરૂપને મટન કરી, ચિકન કરી, માછલીની કરી, ઓમેલેટ, મદિરા વગેરે પીરસવામા આવે છે. આ સિવાય વાઇન પણ પીરસવામા આવે છે જેથી, બાબા પ્રસન્ન રહે અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય.

કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન કર્યા પછી ભૈરવબાબાના દર્શન કરવા અનિવાર્ય છે. આ શહેરમા જે કોઈપણ દર્શન કરવા આવે છે, તે ભૈરવ બાબાને નિશ્ચિતરૂપે દર્શન કરે જ છે.એવું માનવામા આવે છે કે, જે લોકો પણ અહી દર્શન કરવા આવે છે તેમની તમામ સમસ્યાઓ બાબા હરી લે છે. તેથી જ્યારે પણ તમે કાશી પર જાઓ છો ત્યારે તમારે બાબા વિશ્વનાથના દર્શન કરવાનું ચુકતા નથી.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021