આખુ ગુજરાત જે ખુશીને શોધી રહ્યું હતું, તે ખુશીની થઈ કૃર હત્યા, આ જગ્યાએથી મળ્યો મૃતદેહ

આખુ ગુજરાત જે ખુશીને શોધી રહ્યું હતું, તે ખુશીની થઈ કૃર હત્યા, આ જગ્યાએથી મળ્યો મૃતદેહ

અમદાવાદના ગોતામાંથી ગુમ થયેલ ખુશી અંતે મૃત હાલતમાં મળી આવી છે. જે ખુશીને આખું ગુજરાત શોધી રહ્યું હતું. તે ખુશી આજે મળી તો ખરી પરંતુ હત્યા કરાયેલા હાલતમાં. 7 વર્ષની ખુશી રવિવારે આવાસના ઘરમાંથી ગાયબ થઈ હતી. ખુશી જ્યારે પોતાના ઘરના આંગણમાં રમી રહી હતી. તે દરમિયાન ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. જે બાદ પોલીસ સહિત ખુશીનો આખો પરિવાર તેને શોધી રહ્યો હતો.

અમદાવાદ પોલીસ ખુશીને શોધવા માટે રાત દિવસ મથી રહી હતી. જે દરમિયાન મંગળવારની રાત્રે ઓગણજ ટોલ નાકા પાસેથી ખુશીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખુશીની હત્યાની માહિતી મળતા જ સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ખુશીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર હત્યા અંગે તપાસ હાથ ધરી છે.

ખુશીને શોધવા સોશિયલ મીડિયા પર ચાલ્યું કેમ્પેઈન
મહત્વનુ છે કે, ત્રણ દિવસ પહેલા પોતાના ઘરના આંગણમાંથી અચાનક ગાયબ થયા બાદ ખુશીને તેના પરિવારે શોધવાનો પ્રયાસ કર્યો. ખુશી ન મળતા તેનો પરિવાર પોલીસ સ્ટેશ પહોંચ્યો હતો. જે બાદ પોલીસે પણ ખુશીને શોધવા માટે એડિચોડીનું જોર લગાવ્યું. સોશિયલ મીડિયામાં પણ પોલીસ દ્વારા ખુશીને શોધવાના પ્રયાસ કરાયા. પરંતુ આ પ્રયાસમાં ખુશી જીવતી મળી આવે તે પહેલા ખુશીનો મૃતદેહ મળી આવ્યો.

Advertisement

કોણે છે ખુશીના દુશ્મન?
ખુશીનો મૃતદેહ મળી આવ્યા પછી હવે તેની હત્યા કોણ કરી તે સૌથી મોટો સવાલ છે. જોકે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ખુશીના હત્યારાઓને શોધવામાં લાગી છે.. ત્યારે હવે એક જ અપીલ છે કે, આ 7 વર્ષની માસૂમના હત્યારાઓને વહેલી તકે શોધવામાં આવે.. અને આવા હત્યાકાઓને એટલી જ પીડા આપવામાં આવે જેટલી તેમણે ખુશીને આપી હશે..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *