Categories: ગુજરાત

આજે પણ અહીં પાળિયા સ્વરૂપે જીવંત છે ઈતિહાસ..તમે પણ જાણી શકશો ઈતિહાસ અને એ બહાદૂરોના નામ..

ઈતિહાસ અમર છે. માણસ આજે છે તો કાલે નથી. પરંતુ તેના દ્વારા કરવામાં આવેલા કામ અને બલિદાન આજે પણ આ દેશમાં જીવીત છે. આવો જ ઈતિહાસ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું દેગામમાં આજે પણ જીવંત છે. જ્યાં આહીર સમાજનો આતિહાસિક વારસો પાળિયા સ્વરૂપે 600 વર્ષથી અમર છે. ત્યારે ગુજરાત આહિર સમાજના બારોટ નટુભાઈ ઈલાણી વહીઓ અને ચોપડા સાથે આ ઈતિહાસ જોડાયેલો હોવાથી તેમણે ગુજરાત આહિર સમાજને જાણ કરી કે આહિર સમાજના જૂદા જૂદા ગોત્રના ૧૩૮ પાળીયાઓ દેગામમાં છે. જેમાં હાલની તારીખમાં પણ બે પાળીયા પર નામના પૂરાવા પણ મળી આવ્યા છે.

જે વારસા અને બલિદાન સ્વરૂપમાં પાળિયાને આપણે પૂજીએ છીએ તેમાં પહેલું નામ જગસા ડાંગર અને બીજુ નામ જગમલ કાનગડ છે. દેગામના ઇતિહાસનાં હકીકતમાં પાટડીના રાજા રણમલજીએ પોતાના રાજના સીમાડાઓ સુરક્ષીત કરવા ચોબારી કચ્છથી ડગાયચા ડાંગરના વંશજ નાગપાળ ડાંગરના દીકરા જગસા ડાંગરને આહીર પરિવારો સાથે માનભેર પોતાના રાજમાં વસાવ્યા હતા. જગસા ડાંગરે દેગામનું તોરણ બાંધ્યું. જગમલ કાનગડ પણ તેમની સાથે હતા, તેવું પણ જાણવા મળ્યું છે. ત્યારે 138 પાળિયા સાથે કેવો ઈતિહાસ છે. અને પાળિયા કોના-કોના બલિદાનની પ્રતિતિ છે તે પણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને ટૂંક સમયમાં જ આ ૧૩૮ પાળીયાઓનો ઈતિહાસ બારોટના ચોપડેમાંથીં ફંફોળી આ ઈતિહાસના પન્નાઓને દરેક સમાજ સુધી પહોંચાડવામાં આવશે.

કેવો છે ઈતિહાસ?
જગસા ડાંગર સાથે ઝાલાવાડના અઢારસો ગામોમાં વસતા આહીરોએ પાટડી રાજને લોહીપાણી એક કરી નિષ્ઠા સાથે મહેનત કરતા સમૃદ્ધિ સાથે તાકતવર બનાવ્યું. સુખના આ દિવસોમાં જગસા ડાંગરે પાટડીમાં જગસાસર બંધાવેલ. જે આજે વિનય સાગર તરીકે ઓળખાય છે, તો જગસા ડાંગરના દીકરા રામ ડાંગરે અને લાખા ડાંગરે દેગામમાં રામસર અને લાખાસર તળાવો બંધાવ્યા. એ સાથે ઝાલાવાડના અનેક ગામોના તોરણ બાંધવાના પુરાવા સાથે આ ગામોમાં આવેલા તળાવો અને સદીઓથી ઉભેલા પૌરાણિક મંદિરો આહિરોના નામે બોલે છે. પાટડીના રાજા અને પોતાના મિત્ર રણમલજીની સંભર રાજસ્થાનમાં દગાથી હત્યા થતા જગસા ડાંગરે જીવના જોખમે પાટડીની રાણી અને કુંવરને વતનમાં પહોંચાડયા. અને રાજ પ્રત્યેની નિષ્ઠાથી પાટડીના દુશ્મનોને વશ કર્યા, પરંતુ પાટડીના રાજા મોટા થતા ખટપટીયાઓએ જગસા ડાંગરનું વર્ચસ્વ ઘટાડવા ખટપટ શરૂ કરતા આહિરો ઇર્ષાનો ભોગ બન્યા. પાટડી સેનાએ અંદાજે વિક્રમ સંવત ૧૪૨૭ અને ઈસવીસન ૧૩૭૧માં દેગામ પર આક્રમણ કરતા સાતવીસુ (૧૩૮) આહિરો વીર ગતી થયા. આહિરોનું મન ઊઠી જતા દેગામ–પાટડીના અપૈયા સાથે ઝાલાવાડના અઢારસો ગામોનો સામૂહિક ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ ઘણા સમયથી આહિર સમાજના બારોટ વારંવાર કહેતા હતા પણ ગુજરાતના આહિર સમાજના લોકો પણ કહેતા હતા કે આતો શૂરવીરો છે. જ્યારે તેમનો સમય‌ આવશે ત્યારે જાગૃત થાય આજે આ શૂરવીરો નો જાગૃત થવાનો સમય આવી ગયો હોવાથી આજે ગુજરાત આહિર સમાજ દ્વારા દેગામ જઈ ને પાળીયાઓને શુદ્ધિકરણ કરી પરંપરા મુજબ પૂજન કરી ને જાગૃત કર્યા.

પાળીયાઓ જાગૃત થયા અને સમાજ ને પ્રેરણા આપે કે આવતા સમયમાં સમાજ એક જુથ થઈ અને એ પાળીયાઓની સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે સમાજ ને મોકો આપ્યો છે. આહીર સમાજના મોભીઓએ દેગામ ખાતે ગુરુવારે પાળિયાઓનું પૂજન કરી તેમના બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ ઈતિહાસ જ આપણી ઓળખ છે. ન માત્ર આહીર સમાજ પરંતુ દરેક સમાજમાં આવા સુરવીરો પૈદા થયા છે. જેની ગાથા અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021