આજે પણ કેટલાંક લોકોની આદત હોય છે કે, બચાવેલા પૈસા બેન્ક રાખવાની જગ્યાએ તે પોતાની પાસે ઘરમાં છૂપાવીને રાખે છે. કારણ કે, તેમને બેન્ક પર ભરોસો હોતો નથી. આવા જ વિચારના કારણે જ એક પરિવારને રોડ પર આવવાનો વારો આવ્યો છે.
આ પરિવારે પોતાનું ઘર બનાવવાનું સપનું જોયું હતું. જેને માટે પુરુ કરવા માટે તેમણે 5 લાખ માટે ભેગા રાખ્યા હતાં. આ રૂપિયા તેમના ઘરમાં એક સંદૂકની અંદર પ્લાસ્ટિકની અંદર બેગામાં રાખી હતી. પરંતુ જ્યારે તેણે લાંબા સમય બાદ તે રૂપિયાને બહાર કાઢીને જોયા તો હોશ ઊડી ગયા હતાં. એક પળ તો તેમના પગ નીચે જમીન સરકી ગઈ હતી. કારણ કે, તેના વર્ષોની મહેનતના પૈસાને ઉધઈ ચટ કરી ગઈ હતી.
આ ઘટના આંધ્ર પદેશના કૃષ્ણા જિલ્લાના મઈલાવરમાં રહેનારા જમાલયાની સાથે બની હતી. જેઓ માંસ વેચવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાનું ઘર બનાવવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી રૂપિયા બચાવી રહ્યો હતો. જેને રૂપિયાને એક સંદૂકમાં પ્લાસ્ટિક બેગમાં રાખતો હતો. પરંતુ છેલ્લા કેટલાંક મહિનાથી તેને નોટો બહાર કાઢી તપાસ કરી હતી.
સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, વર્ષ 2020માં આ વિસ્તારમાં ઘણો વરસાદ પડ્યો હતો. જેના કારણે ઉધઈનો પણ ત્રાસ વધી ગયો હતો.જમાલયાની પરિવારને પણ ઊધઈના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. કારણ કે, આ પરિવારે જે સંદૂકમાં પૈસા મૂક્યા હતા, તેમાં ઊઘઈ થઈ ગઈ હતી અને નોટોનો કચરો થઈ ગઈ હતી.
સંદૂક ખોલતા પરિવારની આંખો પહોંળી થઈ ગઈ હતી. કારણકે , વર્ષોની જમાપૂંજી ધૂણ-ધાણી થઈ ગઈ હતી. જે જોઈને પરિવાર ખૂબ દુઃખી થઈ ગયો હતો. સંદૂકમાં રાખેલી નોટમાં 500, 200, 100, 20 અને 10 રૂપિયાની નોટ સામેલ હતી.
ઘટનાની જાણ થતાં બેંક ઓફ બરોડાના અધિકારી જમાલયાન પરિવારની મદદે આવ્યા હતા. તેઓએ આ રૂપિયાનું પંચનામું કરી રિઝર્વ બેંક (Reserve Bank of India- RBI)ને મોકલવાની વાત કહી છે. ત્યારબાદ નક્કી થઈ શકશે કે તેને કેવા પ્રકારની સહાયતા ઉપલબ્ધ થઈ શકે છે.