Categories: દેશ

આ છે દેશની બહાદૂર મહિલા સિપાહી, 76 ગૂમ બાળકોને માત્ર 3 મહિનામાં શોધી કરાવ્યું પરિવાર સાથે મિલન

દિલ્લી પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી સીમા ઢાકા આઉટર નોર્થ જિલ્લાના સમયપુર બાદલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સીમાએ ત્રણ મહિનામાં 76 ગૂમ બાળકોને શોધી કાઢ્યા છે. જેના કારણે સીમા ઢાકાને બઢતી આપીને તેમને દિલ્લી પોલીસ કમિશનરના આદેશ અનુસાર ASI બનાવાયા છે.

સીમા ઢાકા 2006માં સીપાહીના પદ પર ભર્તી થયા હતા. 2014માં વિભાગીય પરીક્ષા આપીને હવાલદાર બની ગઇ હતી. સીમા ઉત્તરપ્રદેશના શામલીની રહેનાર છે. સીમાના પતિ પણ દિલ્લી પોલીસમાં હવાલદાર છે. અને નોર્થ રોહિણી પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. સીમાનો એક આઠ વર્ષનો પુત્ર પણ છે.

અવાર નવાર દિલ્લીમાં બાળકો ગૂમ થવાની ચર્ચાઓ રહેતી હતી. આંકડાના અનુસાર દિલ્લીમાં અત્યાર સુધીમાં 57261 બાળકોની ગૂમ થયા છે. જેમાં 21631 બાળકોને શોધી કાઢ્યા છે. તેમા દિલ્લી પોલીસે પાછલા ત્રણ મહિનામાં 1440 બાળકોને શોધીને તેમના પરિવારને સોંપ્યા છે.

દિલ્લી પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવના પદભાર સંભાળ્યા બાદ ગૂમ બાળકોની શોધખોળ તેજ કરી દેવામાં આવી હતી. આ કડીમાં સીમા ઢાકાને ઓગસ્ટમાં ગૂમ બાળકોની શોધખોળ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સીમાએ લગભગ ત્રણ મહિનામાં 76 બાળકોને શોધીને તેમના પરિવારને સોંપ્યા છે.

સીમાએ આ સફરમાં રેલવે સ્ટેશનોથી લઇને બસ સ્ટેશનો પર શોધખોળ હાથ ધરી હતી. અને મોટી સંખ્યામાં બાળકોને શોધી કાઢ્યા છે. તેમાં સગીર છોકરીઓને પણ તેમના રોતા પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. જેઓ પ્રેમજાળમાં આવી પોતાના ઘરેથી ભાગી ગઇ હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021