આ છે ભારતના સૌથી અમીર ભીખારી, કોઈ પાસે છે ફ્લેટ તો કોઈ દર મહિને કમાય છે 75 હજાર રૂપિયા…

આ છે ભારતના સૌથી અમીર ભીખારી, કોઈ પાસે છે ફ્લેટ તો કોઈ દર મહિને કમાય છે 75 હજાર રૂપિયા…

આજે અમે તમને ભારતના ટોચના પાંચ ભિખારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને આ લોકોની આવક સાંભળીને આશ્ચર્ય થશે. તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે, કોઈ ભિખારી પાસે આટલા પૈસા હોઈ શકે છે. દેશના આ ભિખારીઓ પાસે ઘણા પૈસા છે. જે તમારી પાસે ભાગ્યે જ હોય ​​છે. એક મેગઝિનના અહેવાલમાં આ ભિખારીઓનાં નામ અને સંપત્તિ જણાવી છે. તો ચાલો જાણીએ આ ભિખારીઓના નામ અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

ધનિક પાંચ ભિખારીની યાદીમાં પહેલું નામ મુંબઇના પરેલ ક્ષેત્રના ભીખારી ભરત જૈનનું છે. તે દર મહિને ભીખ માંગીને લગભગ 75,000 રૂપિયા કમાય છે. મુંબઇ જેવા શહેરમાં તેમના બે ફ્લેટ છે, જેની કુલ અંદાજિત કિંમત 10 કરોડ છે.

આ યાદીમાં બીજું નામ કોલકાતાની લક્ષ્મીનું પણ છે. કોલકાતામાં રહેતી લક્ષ્મી 16 વર્ષની ઉંમરથી ભીખ માંગતી હતી અને 1964 થી તેણે ભીખ માંગીને લાખોની સંપત્તિ ઉભી કરી છે. લક્ષ્મી હજુ પણ ભીખ માંગે છે અને તે દરરોજ ભીખ માંગીને 1 હજાર રૂપિયા કમાય છે.

Advertisement

ત્રીજા નંબરે મુંબઈની ગીતા છે. રિપોર્ટ અનુસાર તેઓ મુંબઈના ચર્ની રોડ પાસે ભીખ માંગે છે. ભીખ માંગીને તેણે એક ફ્લેટ ખરીદ્યો છે. દરરોજ ભીખ માંગીને 1500 રૂપિયા કમાય છે, એટલે કે તેઓ દર મહિને 45 હજાર રૂપિયા કમાય છે.

ચંદ્ર આઝાદ ચોથા નંબર પર આવે છે. ચંદ્ર આઝાદના બેંક ખાતામાં 8.50 લાખ રૂપિયા હતા. જ્યારે રોકડ 1.5 લાખ રૂપિયા હતી. વર્ષ 2019 માં, ચંદ્ર આઝાદનું ટ્રેન અકસ્માત દરમિયાન મોત થયું હતું. જે બાદ પોલીસ તપાસમાં તેની સંપત્તિ વિશે જાણવા મળ્યું હતું.

બિહારનો પપ્પુ દેશનો પાંચમો ધનિક ભિખારી છે. અકસ્માતમાં પપ્પુનો પગ કપાઈ ગયો હતો, ત્યારબાદ તેણે રેલ્વે સ્ટેશનો પર ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. તેઓ રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગવા જાય છે અને પપ્પુની સંપત્તિ લગભગ 1.25 કરોડ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *