આ પ્રાણીના દૂધમાંથી બને છે દૂનિયાનું સૌથી મોંઘુ પનીર, 1 કિલોના ભાવમાં ખરીદી શકો છો 15 ગ્રામ સોનું…

સામાન્ય રીતે આપણે ગાય અને ભેંસના દૂધનું પનીર ખાઇએ છીએ. જેની કિંમત 300થી 600 રૂપિયા કિલો હોય છે. પરંતુ દુનિયામાં કેટલાક હિસ્સા એવા પણ છે. જ્યાં ગધીના દૂધનું પનીર બનાવવામાં આવે છે. ગધીના દૂધની કિંમત એટલી છે કે તેનાથી 15 ગ્રામ સોનું ખરીદી શકો, આ પનીરના ખાસ ગુણોને જોતા દુનિયામાં તેની ડિમાન્ડ વધારે છે. આ દૂધ કેટલીક બિમારીઓ માટે ઘણું ફાયદાકારક હોય છે. એટલા તેના દૂધથી દુનિયાનું સૌથી મોઘું પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ક્યાં બને છે ગધીના દૂધનું પનીર અને તેના ફાયદા શું છે.

આ કોઇ સામાન્ય પનીર નહીં પરંતુ સર્બિયામાં બનનાર સ્પેશિયલ ગધીના દૂધનું પનીર છે. આ પનીરને દુનિયામાં સૌથી વધારે મોંઘુ માનવામાં આવે છે. એક કિલો પનીરની કિંમત 78 હજાર રૂપિયા છે. તમે વિચારી રહ્યાં હશો કે સામાન્ય રીતે સારા પનીર 300થી 600 રૂપિયા કિલો મળી જાય છે, તો પછી આ પનીરમાં એવું તે શું જે આટલું બધં મોંઘુ છે.

આ પનીર એટલા માટે ખાસ છે કે કારણ કે આ ગાય કે ભેંસના દૂધથી નહીં પરંતુ ગધીના દૂધમાથી બનાવવામાં આવે છે. આ દૂધ કેટલીક બિમારીઓમાં ફાયદાકારક છે. તેથી જ આ દૂધમાંથી બનાવેલું પનીર મોંઘુ હોય છે. દુનિયાનું સૌથી મોંઘુ પનીર યુરોપીય દેશ સર્બિયાના એક ફાર્મમાં બનાવાય છે. આ ફાર્મને જેસાવિકા નામથી ઓળખાવામાં આવે છે.

ઉત્તરી સર્બિયામાં સ્થિત જેસાવિકા ફાર્મમાં 200 ગધેડાને પાળવામાં આવ્યા છે. ગાય ભેંસની તુલનામાં ગધેડી ખુબ ઓછું દૂધ આપે છે. એક ગધીથી એક લીટર દૂધ મળી શકતું નથી, આ ફાર્મમાં તમામ ગધેડાથી માત્ર 15 કિલો સુધી જ પનીર બની શકે છે. જોકે તમામ ગધીના દૂધમાંથી આટલું મોંઘુ પનીર બની શકતું નથી. માત્ર બાલ્કન પ્રજાતિના ગધેડાનું દૂધ પૌષ્ટિક માનવામાં આવે છે. જો સર્બિયા અને માંટેનેગ્રોમાં જોવા મળે છે.

આ ગધીના દૂધમાં ઘણા પૌષ્ટિક તત્વ મળે છે. જો અસ્થામાં અને બ્રોંકાઇટિસના રોગી તેનો ઉપયોગ કરે, તેને ઘણો ફાયદો થાય છે. જે લોકોને ગાયના દૂધથી એલર્જી થાય છે. તેઓ ગધેડીના દૂધ અથવા પનીરનો ઉપયોગ કરે છે.

આ પનીરનું પ્રોડક્શન ઓછું થવાના કારણે તેની કિંમત ખુબ જ વધારે છે. તેના ખરીદદાર મોટાભાગે વિદેશી લોકો હોય છે. કહેવામાં આવે છે કે ગધેડીના દૂધથી સાબુ અને દારૂનું ઉત્પાદન પણ થાય છે. આ પનીર 2012માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021