આ રસ પીવાથી શરીરમાંથી નીકળી શકે છે પથરી, બસ માત્ર આટલું કરો

આ રસ પીવાથી શરીરમાંથી નીકળી શકે છે પથરી, બસ માત્ર આટલું કરો

આજની ભાગદોડની જિંદગીમાં પથરીની સમસ્યા સામાન્ય થઈ ગઇ છે અને વધતી રહી છે. અનિયમિત અને અયોગ્ય આહાર , અપૂરતા પ્રમાણમાં પાણી પીવું, જેવી જીવનશૈલીને કારણે પથરીનું પ્રમાણ વધી રહ્યું છે.

પથરી એક કષ્ટદાયક રોગ છે, સામાન્ય રીતે 30થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં આ દર્દ જોવા મળે છે. તેમાંય પુરૂષોમાં સ્ત્રીઓની સરખામણીમાં પથરીની સમસ્યા થવાની સંભાવના વધુ રહેતી હોય છે. એલોપથીમાં ઓપરેશન જ તેનો એકમાત્ર ઉપચાર છે.

આર્યુવેદમાં કેટલાંક એવા ઉપચાર અને વનસ્પતિ છે જેની મદદથી તમે પથરીના દર્દમાં રાહત મેળવી શકો છો.

Advertisement

પથરી થયા બાદ તેનું દર્દ કેવું હોય તે તો એ પથરીનો દર્દી જ બતાવી શકે, ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે.

ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.

Advertisement

કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

 

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *