Categories: ગુજરાત

આ વીડિયો ખાસ જોજો અને જવાબ આપજો કે વાંક કુદરતનો છે કે, જનતાનો..?

કહેવાય છે કે, દરેક માનવી પોતાનું ભાગ્ય લખાવીને જ આવ્યો હોય છે. દરેકને એક દિવસ તો મૃત્યુનો સ્વિકાર કરવાનો જ છે.પરંતુ પોતાના મૃત્યુ માટે કુદરતને જવાબદાર ગણાવવી કેટલી યોગ્ય છે. દ્વારકા, જામખંભાળિયા, પોરબંદર અને વડોદરા અને ઉનામાં એક જ દીવસમાં ચાર બેદરકારી ભરી ઘટના સામે આવી છે.

સૌથી પહેલા દ્વારકાના હડમતીયાની આ તસવીર જોઈ લો… તમે ખુદ આ જગ્યાએ હોત તો શું આ નદીના ધસમસતા પ્રવાહમાં નદી પાર કરવાની હિંમત કરી હોત..? ક્યારેય ન કરી હોત. કુદરતની નહીં પરંતુ માનવીની આ કરતૂતને તમે શું કહેશો..? પાણીનો પ્રવાહ એટલો હતો કે, ભલભલાને તાણી શકે છે, છતાં ત્રણ લોકોએ જોખમ ખેડવાનો પ્રયાસ કર્યો. થોડે સુધી તો એવું લાગ્યું કે નિકળી જશે. પરંતુ જેવા જ વચ્ચે પહોચ્યા કે એક વ્યકતીની પક્કડ છૂટી ગઈ. તે પુલ પરથી તણાવા લાગ્યો. અન્ય બે વ્યિક્તીઓએ તેને ખેંચવાના પ્રયાસ કર્યા.અને તે પ્રયાસમાં ન ઘટવાની ઘટના ઘટી ગઈ. ત્રણેય વ્યકતીઓ ધસમસતા પ્રવાહમાં લોકોની આંખો સામે તણાઈ ગયા. જેમાં એક વ્યક્તીનો આબાદ બચાવ થયો. જ્યારે બે વ્યિક્તિના મોત થયાં.

આવી જ એક ઘટના જામખંભાળિયાના બેરજા ગામે પણ ઘટી હતી. ભારે વરસાદના પગલે આખો રસ્તો પુરના પાણીમાં ગરકાવ થઈ હયો હતો છતાં લોકોએ જોખમ ખેડતા તેમાંથી પસાર થવાના પ્રયાસ કર્યા.

પોરબંદરમાં પણ એક કાર પુરના પાણીમાં તણાઈ હતી. રસ્તો પાણીમાં ગરકાવ હતો છતાં કાર ચાલકે તેમાં જોખમ ખેડ્યું અને કાર પુલ પરથી નીચે ખાબકી. તેના ભાગ્ય સારા હતા કે, પુલના પીલરમાં કાર ફસાઈ ગઈ ને ગામ લોકોએ તેમનો જીવ બચાવી લીધો.

ગીર સોમનાથ જિલ્લાના ઉનાની આ તસવીર જોઈને તો તમે ખુદ કહેશો કે, આ તો જાણી જોઈને મોત સાથે રમત થઈ રહી છે. માણેકપુરની રાવલ નદીમાં પુર આવતા ગામ સંપર્કા વિહોણું બન્યું હતું. તો લોકો પોતાના ગામમાં જવા માટે નદીના ધસમસતા પ્રવાહમાં ચેકડેમ પરથી પસાર થવાની કોશીશ કરી રહ્યા હતા. નદીનો પટ પણ ખુબ વિશાળ છે. ગમે ત્યારે પાણીનો પ્રવાહ વધી શક્તો હતો. પરંતુ અહીં તો લોકોને જાણે પોતાના જીવની કાંઈ પડી જ ન હતી.

આવી તો રોજ ઘટના ઘટે છે. પરંતુ આજે અમે રાજ્યના તમામ લોકોને અપીલ કરવા માગીએ છીએ કે, તેઓ જીવના જોખમે આ પ્રકારનું જોખમ ન ખેડે. જીવન અમુલ્ય છે. બે કલાક ઘરે મોડા પહોંચશો તો ચાલશે. પરંતુ 2 મિનિટની ઉતાવળ તમારા પરિવારને નિરાધાર બનાવી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021