આ 10 વસ્તુનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં, અચૂક ફોલો કરો આ ડાયટ

ભાગમદોડથી ભરેલી લાઇફમાં દરેક વ્યક્તિને કોઇને કોઇ બીમારી હોય છે. ગમે ત્યારે ખાવા-પીવાની, સૂવા-બેસવાની આદતોને કારણે આપણુ શરીર બીમારીઓની ચપેટમાં સહેલાઈથી આવી જાય છે. આજકાલ હાઇપરટેંશન અથવા હાઈ બ્લડ પ્રેશર હૃદસ સાથે જોડાયેલી એક ગંભીર બીમારી છે. હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ, સમગ્ર વિશ્વમાં કરોડથી પણ વધુ લોકો હાઈ બલ્ડ પ્રેશરના શિકાર બની ચુક્યાં છે.

બ્લડ પ્રેશરના ખતરાનો બે પ્રકાર હોય છે. પહેલો સિસ્ટોલિક બ્લડ પ્રેશર, જે 130 mm Hgથી વધું જવા પર દર્દીના જીવમાં મુશ્કેલી પેદા શકે છે. બીજો ડિસ્ટોલિક બલ્ડ પ્રેશર જે 80 mm Hgથી ઓછું થવાથી ભય ઉત્પન્ન થાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવાની સાથે પોતાના રોજીંદા ખોરાક લેવામાં પણ કાળજી રાખવી પડે છે. અમુક પ્રકારના ખોરાક લેવાથી તમે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો.

હાઈ બ્લડ પ્રેશરમાં કેવી હોવી જોઈએ ડાયટ?

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે મોટાભાગનો લોકો દવાઓનું સેવન કરે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ પોતે નેચરલ ડાયટથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું ઉત્તમ માને છે. આવો જાણીએ 10 એવી વસ્તુ વિશે જેને ડાયટમાં સામેલ કરવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો ઓછો થઈ શકે છે.

ખાટા ફળ
લીંબુ, સંતરા અને દ્રાક્ષ જેવા ખાટા ફળમાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાની અત્યંત ક્ષમતા હોય છે. ઘણી પ્રકારના વિટામિન અને મિનરલથી ભરપૂર આ ફળ હૃદર રોગ માટે ગુણકારી ફળો છે. કેટલીક સ્ટડીના મુજબ, સંતરા અને દ્રાક્ષનું જ્યૂસ પીવાથી બલ્ડ પ્રેશરનો ડર ઓછો થઈ શકે છે.

સેલમન માછલી
ઓમેગા 3 ફેટી એસિડને હૃદય રોગ માટે ઉત્તમ માનવામાં આવે છે. શરીરમાં ઓમેગા 3-ફેટી એસિકની જરૂરીયાત માટે સેલમન માછલી ખૂબ લાભદાયી નિવડે છે. આ ફેટ શરીરમાં જઈને ન માત્ર બ્લડ પ્રેશને કંટ્રોલ કરે છે, પરંતુ રક્ત કોશિકા પર પણ અસર કરે છે .

કોળાના બીજ
મેગ્નેશિયમ, પોટેશિય, અર્જીનીન અને અમીનો એસિડથી ભરપૂર કોળાની બીજ પણ આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળાના બીજથી બનેલી ઔષધીય તેલ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સારી વસ્તુ છે. 23 મહિલાઓ પર થયેલી શોધમાં જણાવવામાં આવે છે કે કોળાના બીજનું તેલનું 3 ગ્રામના પ્રમાણાં સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છૂટકારો મેળવી શકાય છે.

દાળ અને કઠોળ
દાળ અને કઠોળમાં સામેલ પોષક તત્વ શરીરમાં લોહીના પ્રવાહને સારૂ રેગુલેટ કરવામાં મદદ કરે છે. તેમાં આવેલા ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમાં હાર્ડની તંદુરસ્તી માટે બહેતર છે. હેલ્થ એક્સપર્ટ માને છે કે દાળ અને કઠોળ શાકભાજી ખાવાથી લો બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી નથી.

સ્ટ્રોબેરી
સ્ટ્રોબરીમાં સામેલ એન્થોસિયાનિન નામની એન્ટી-ઓક્સીડેન્ટસ અદ્દભૂત વસ્તુ છે. આ હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીથી રાહત અપાવે છે. એન્થોસિયાનિનમાં સામેલ નાઈટ્રિક ઓક્સાઈડ લોહીવાહિનીઓમાં મુશ્કેલ પેદા કરનાર અણુઓનું નષ્ટ કરવાનું કામ કરે છે, જેથી બ્લડ પ્રેશર લેવલ કંટ્રોલ રહે છે.

અમરંથ અથવા રામદાના
અમરંથ જેવું અનાજ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર લેવલ ઓછું કરી શકાય છે. સ્ટડીઝ મુજબ, અમરંથ અનાજથી ભેળવેલ ભરપૂર ખોરાક હાઈ બ્લડ પ્રેશરનો ખતરો ઓછો કરી શકે છે. એક કપ અમરંથ (246 ગ્રામ) શરીરમાં મેગ્નેશિયમની ઉણપને દરરોજ 38 ટકા સુધી પૂર્ણ કરી શકે છે.

પિસ્તા
ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, ઝિંક, કોપર, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ અને ઘણાં પ્રકારના જરૂરી મીઠુંથી ભરપૂર પિસ્તા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. 21 પ્રકારની શોધમાં એ તારણ નીકળ્યુ છે કે પિસ્તા હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશરને બંનેને સરળતાથી બેલેન્સ કરી શકે છે.

ગાજર
કેટલાક લોકો પોતાના સવારના ડાયટમાં ગાજર સામેલ કરે છે. ગાજરમાં ઘણાં પ્રકારના ફેનોલિ કંપાઉન્ડ જેમ કે ક્લોરોજેનિક,પી કુમેરિક એસિડ હોય છે. આ સોજા અને રક્તવાહિનીઓના સાથે સાથે લો બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરી શકે છે.

બ્રોકલી(ફૂલગોબી)
ફિટનેટ અને હેલ્થ એક્સપર્ટ લોકોને ડાયટમાં ફૂલગોબી સામેલ કરવાની સલાહ આપે છે. ફૂલગોબીમાં આવેલ એન્ટી-ઓક્સીડેન્ટ લો અને હાઈ બ્લડ પ્રેશરના ભય ઓછો કરે છે. આશરે બે લાખ લોકો ઉપર થયેલી શોધમાં જણાવે છે કે અઠવાડિયામાં 4 ચમચી ફૂલગોબીનું સેવન કરતા લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા તે લોકોની સરખામણીમાં કમ હોય છે જે મહિનામાં એક વાર જ ફૂલગોબીનું સેવન કરે છે.

પાલખ

પાલખમાં સામેલ પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને નાઈટ્રેટ્સ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી છે. એક શોધ મુજબ, અઠવાડિયમાં રોજ પાલખનું સૂપ પીતા લોકોમાં હાઈ અને લો બ્લડ પ્રેશરનો ભય દૂર થાય છે.