આ 5 વાત પરથી તમે જાણી શકો છો કે, તમે કોઈનો પ્રેમ છો કે પસંદ…

કોઈ પ્રેમ હોવો અને પસંદ હોવું આ બંને વાતમાં જમીન-આસમાનનો ફેર છે. ઘણી વખત લોકો બંને વસ્તુને એક સમજીને જીવનમાં મોટી ભૂલ કરી નાખે છે. જેનો અફસોસ તેમને જીવનભર કરવો પડે છે. એટલે તમે કોઈના પ્રેમ છો કે પસંદગી તે જાણવું ખુબ જરૂરી છે.

આજે અમે તમારી માટે એવી કેટલીક વાત લઈને આવ્યાં છીએે, તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો, તમે કોઈનો પ્રેમ છો કે, પસંદગી…

ઈમોશનલ કનેક્શનની ગેરહાજરી….

જો સામે વાળી વ્યક્તિ તમારી સાથે ખૂબ જ વધારે વાતો કરી રહી હોય, પરંતુ તમારી સાથે ઇમોશનલી કમ્ફર્ટેબલ ના હોય, તો તેનો અર્થ કંઈક મિસિંગ છે. તે તમારા દુઃખી થવા પર સહાનુભૂતિ દર્શાવે છે, પરંતુ તમારા દુઃખને પોતાની અંદર અનુભવ કરી શકતા નથી, તો સમજી જવું જોઈએ કે આ કોઈ પ્રેમ નથી. તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો તો, તેના દુઃખને પણ પોતાનું માની લો છો. પરંતુ વાત જ્યારે માત્ર પસંદગીની હોય ત્યારે જોડાણ અનુભવી શકતા નથી.

આંખ મેળવવામાં ખચકાટનો અનુભવ…

જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હોય ત્યારે આંખો માં શરમ થોડી વધારે હોય છે. પરંતુ આવું માત્ર શરૂઆતી દિવસોમાં બને છે. જો તમે બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ બની ગયા હોય તો પછી આવું બનતું નથી. જો તમારો પાર્ટનર તમારી આંખમાં જોવાથી દૂર ભાગે છે અથવા તો આઈ લવ યુ કહેતી વખતે તમારી સાથે નજર મેળવી શકતા નથી તો સમજી લેવું જોઈએ કે આ કોઈ પ્રેમ નહીં માત્ર પસંદગી છે.

પ્રેમની અભાવ…

એ વાત સાચી છે કે, પ્રેમ બોલીને દર્શાવાય છે. પરંતુ તે એક એવી અનુભૂતિ તે જેનો પ્રેમ કરનારને અંદરથી અનુભવ થાય છે. જો તમારા પાર્ટનર તમને પ્રેમ કરતા હોય તો તમને આ વાતની ખબર પડી જ જાય છે. પરંતુ ઘણી વખત તેની વાતોમાં તમને પ્રેમ નો અણસાર જોવા મળતો નથી. અને આ બાબતમાં તે ખુલીને વાત પણ કરી શકતા નથી. તો ડાઉટ માં રહેવાને બદલે તમારે પોતે આ વાત ક્લિયર કરી લેવી જોઈએ. તમારે સામેથી તેની સાથે વાત કરવી જોઈએ. તમારે જાણી લેવું જોઈએ કે તમે તેમના માટે પ્રેમ છો કે માત્ર પસંદગી

બધાની સાથે મિત્ર તરીકે ઓળખ આપવી…

ઘણી વખત લોકો રિલેશનશિપમાં ઉતાવળ કરવા માંગતા નથી. એટલા માટે પોતાના પરિવાર સામે તેઓ તમને માત્ર એક સારા મિત્ર તરીકે ઓળખાણ આપે છે. પરંતુ તેઓ પોતાના મિત્રોની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકવામાં ગભરાતા નથી. પરંતુ જો તમારા પાર્ટનર તેના મિત્રની સામે પણ તમને માત્ર ફ્રેન્ડ તરીકે દર્શાવે તો સમજી જવું જોઈએ કે, આ પ્રેમ નહીં પરંતુ પસંદગી છે. આ સંબંધને લઇને તે સિરિયસ નથી. જે તમને પ્રેમ કરે તે માત્ર મિત્ર સામે જ નહીં, પરંતુ પરિવાર સામે પણ તમારો હાથ પકડતાં ગભરાશે નહીં. તો આ બાબતો દ્વારા તમારે જાણવું જોઈએ કે તમે કોઈ નો પ્રેમ છો કે પછી માત્ર પસંદગી.

હંમેશા તમારે પહેલ કરી પડે ત્યારે…

જો તમે સામેવાળા વ્યક્તિ ને ખુબ જ પ્રેમ કરતા હોય તો વારેવારે પ્રેમનો પ્રસ્તાવ પણ મૂકતા હોય છો. ઘણી વખત સામેવાળો પાર્ટનર આઇ લવ યુ નો જવાબ આપતા નથી, અથવા તો સામેથી ક્યારેય આઇ લવ યુ કહેતા નથી. આવા સમયે તમારે સમજી લેવું જોઈએ કે તે તમને પ્રેમ કરતા નથી. માત્ર તમે તેની એક પસંદગી છો. એ વાત અલગ છે કે કેટલાક લોકો બોલીને પ્રેમ ને સાબિત કરી શકતા નથી. એવામાં જો તે કોઈપણ રીતે પોતાનો પ્રેમ દર્શાવી ન શકતા હોય તો સમજી જવું જોઈએ કે તમારો પ્રેમ એક-તરફી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021