Categories: રાશિફળ

ઉત્તરાયણ પર સૂર્યદેવની પ્રિય આ 2 રાશિઓમાં છે ધન યોગ, જાણો તમારી રાશિ માટે શું છે ખાસ

ગ્રહોના રાજા સૂર્યદેવ વર્ષ 2021માં એટલે કે આ વર્ષમાં પહેલીવાર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. સૂર્ય 14 જાન્યુઆરીના રોજ લગભગ સવારે 8 વાગ્યે મકર રાશિમાં પ્રેવશ કરશે. સૂર્ય ગોચરની આ ઘટનાને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. જ્યોતિષવિદ્યા અનુસાર, રાશિઓના સંદર્ભમાં મકર સંક્રાંતિ આ વખત ખૂબ ખાસ રહેવાની છે. સિંહ અને ધન રાશિના જાતકો ધન યોગનો લાભ ઉઠાવશે. આવો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે.

મેષ રાશિ
સૂર્યનું આ ગોચર મેષ રાશિ વાળા માટે સારૂ રહેશે. કાર્યક્ષેત્રમાં ભરપૂર વૃદ્ધિ અને સફળતા મળશે. આ સમય સૂર્યની અન્ય ત્રણ ગ્રહોના સાથે યુતિ થશે, જેના પગલે તમે દરેક કાર્યને પૂરા કરવામાં સક્ષમ રહેશો. જે પોતાની નોકરી બદલાવવાની વિચારી રહ્યાં હતાં, તેના માટે પણ સમય ઉત્તમ રહેશે. આ સમય સૂર્ય દેવ, શનિનો સાથ યુતિ કરશે. આ માટે આશંકા છે કે તમને પોતાના પિતા અથવા પિતા સમાન વ્યક્તિથી વિચારનો મતભેદ હોય.

વૃષભ રાશિ
સૂર્યના આ ગોચર દરમિયાન તમને પોતાના જીવનમાં મિશ્રિત, પણ મહત્વપૂર્ણ પરિણામોની પ્રાપ્તિ થશે. સૂર્યની સ્થિતિ તમારી માતાનું આરોગ્ય બગડી શકે છે. જીવનસાથી અથવા પ્રેમીથી વિવાદ સંભવ છે. પોતાને શાંત રાખતા દરેક પરિસ્થિતિને ઉકેવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્રથી જોડાયેલી યાત્રા કરવી તમારી લાભદાયી રહેશે. આર્થિક લાભ મળશે. આ ગોચર દરમિયાન ખર્ચ વધું થશે. ધનની બચત માટે કોઈ યોજનામાં રોકાણ થઈ શકે છે.

મિથુન રાશિ
સૂર્ય તમારા તૃતીય ભાવનો સ્વામી થઈને તમારા અષ્ટમ ભાવમાં ગોચર કરશે. નોકરી-વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત માટે પહેલાથી વધું મહેનત કરવી પડશે. મિથુન રાશિના કેટલાક જાતક પોતાની નવી નોકરીની તલાશ શરૂ કરી શકે છે. શરૂઆતથી જ આર્થિક તંગીથી બે-ચાર થવું પડી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. તમારા સ્વભાવમાં થોડું ચીડિયાપણું જોવા મળશે અને તમે ન ઈચ્છતા હોવા પણ બીજાને નુકસાન આપશો. લગ્ન જાતકોને પોતાના સાસરિયા પક્ષથી વિવાદ થઈ શકે છે.

કર્ક રાશિ
સૂર્ય આ ગોચર સમય તમારા સપ્તમ ભાવમાં હશે. તમારા જીવનની મુશ્કેલીઓ અને માનસિક તણાવ પહેલાથી વધું વધી શકે છે. સિંગલ જાતકને ખાસ વ્યક્તિથી વાતચીતમાં અડચણ આવી શકે છે. સંબંધ અથવા વિવાહના મામલામાં વાત બનવી મુશ્કેલ છે. તમારા ખર્ચમાં વધારો થશે. તમારા પોતાના વ્યવસાય સાથે જોડાયેલી કોઈ યાત્રા પર પણ જવાનું થઈ શકે છે. કુંટુબીક જીવનમાં પણ પરિવારના કોઈ સભ્યો સાથે કાયદેસર વિવાદમાં ફસાઈને તમને ખર્ચ કરવો પડી શકે છે. જોકે કાર્યક્ષેત્રમાં કોઈ મોટું પદ મળવાની તક મળી શકે છે.

સિંહ રાશિ
સૂર્ય તમારી જ રાશિના સ્વામી છે અને ગોચરની આ અવધિમાં તે તમારા છઠ્ઠા ભાવમાં થશે. સૂર્યનો ગોચરની આ અવધિ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સિદ્ધ થશે. રાશિમાં ધન યોગ બનશે. ખાસકરીને સરકારી અથવા પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મહેનતથી વધું ઉત્તમ ફળ મેળવી શકશે. જે જાતક નોકરી બદલવા ઈચ્છુક છે, તેના માટે પણ સમય શ્રેષ્ઠ રહેશે. વર્તમાન નોકરીમાં મહેનત કરી રહેલા લોકોને પોતાની મહેનતના પગલે પ્રશંસા મળશે. વ્યવસાયથી જોડાયેલા જાતકોને ભાગ્યનો સાથ મળશે. તમે તમારી જાતને યોગ્ય રાખવા માટે પણ પ્રયત્ન કરશો.

કન્યા રાશિ
સૂર્યનો ગોચર તમારા પંચમ ભાવમાં હશે. આ દરમિયાન કન્યા રાશિના જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તમારે આ સમય યાત્રા કરવાથી બચવું પડશે. તણાવ અને થાકના સાથોસાથ આર્થિક નુકસાન પણ થઈ શકે છે. નોકરીની સુરક્ષા અને ભવિષ્યની પરેશાનીના પગલે તણાવ અનુભવશો. તમારી પૂરી ઉર્જાને યોગ્ય રણનીતિ બનાવવા ઉપર લગાવશો. સંતાનના ખરાબ સ્વાસ્થ્યના લીધે માનસિક તણાવ વધી શકે છે. જોકે આ સમય તમારા જીવનસાથીને અચાનક કોઈ લાભ અથવા પુરસ્કાર મળવાની સંભાવના છે.

તુલા રાશિ
સૂર્ય તમારી રાશિના ચતુર્થ ભાવમાં બિરાજમાન થશે. આ સમય સૂર્ય અત્યંત પીડિત અવસ્થામાં હશે, જેના લીધે તમારી માઁને આરોગ્ય હાનિ થઈ શકે છે. જોકે આર્થિક રૂપથી આ સમય સામાન્યથી શ્રેષ્ઠ રહેશે, કારણ કે, સૂર્ય તમારા આરામ ભાવમાં ઉપસ્થિત હશે. ઘર પર મહેમાનોનું આગમન પણ સંભવ છે. કેટલાક જાતક કોઈ જમીનનું વેચાણ અથવા ખરીદવાની ઈચ્છાથી ધન કમાતા જોવા મળશે. આ ગોચરકાળ સમય સૂર્ય મકર રાશિમાં બિરાજમાન થશે, જે શનિ દેવની રાશિ હોય છે. એવામાં સ્વાસ્થ્યની સંદર્ભથી સાવચેતી રાખવી પડશે.

વૃશ્ચિક રાશિ
આ ગોચરની અવધિમાં સૂર્ય તમારા તૃતીય ભાવમાં સ્થિત હશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે અને તમે તમારા પ્રયાસથી સફળતા મેળવશો. જૂના સંપર્કોથી લાભ થશે. તમારા શત્રુ તો સક્રિય હશે, પણ તમારી ચેતવણીથી તમને હરાવવામાં સફળ રહેશો. લાંબી યાત્રાની જગ્યાએ નાની યાત્રાઓ કરવાનો આ સમય લાભદાયી સિદ્ધ થશે. ગોચરકાળ દરમિયાન તમને તમારા સગા-વ્હાલા, ભાઈ-બહેન અને સહકર્મચારીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.

ધન રાશિ
આ ગોચરનો સમય સૂર્ય તમારા દ્વિતીય ભાવમાં બિરાજમાન હશે. તમને શુભ પરિણામની પ્રાપ્તિ થશે, કારણ કે તમારી રાશિમાં ધન યોગનું નિર્માણ થશે, જેથી તમને પોતાના આર્થિક જીવનમાં સારો નફો મળવાનો યોગ બનશે. જોકે આ દરમિયાન સૂર્ય, કર્મફળ દાતા શનિનો સાથે યુતિ પણ કરશે. આથી તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. નાની અવધિની યોજનાઓમાં રોકારણ કરવા માટે લાભદાયી રહેશે. આથી તમારી આવકમાં સકારાત્મકતા અને વૃદ્ધિ થશે.

મકર રાશિ
સૂર્ય આ ગોચર દરમિયાન તમારી જ રાશિમાં પ્રેવશ કરશે. આ માટે આ ગોચરનો વિશેષ રૂપથી પ્રભાવ તમારા ઉપર પડશે. તમને સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાની થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર પણ કેટલાક પડકારનો સામનો કરવો પડી શકે છે. કેટલાક જાતક નોકરી બદલવાનો કડક નિર્ણય પણ લઈ શકે છે. જોકે આ સમય વ્યવસાયિક જાતકો માટે શુભ રહેશે. તેને અચાનકથી લાભ અને સારો નફો થવાની સંભાવના છે. વિદ્યાર્થી માટે તેનું પ્રદર્શનામાં વૃદ્ધિ લઈને આવશે. વિશેષ રૂપથી જે વિદ્યાથી કોઈ નવા કોર્સ, વિષય અથવા અભ્યાસની શરૂઆત કરવા ઈચ્છે છે, તેના માટે સમય ઉત્તમ રહેવાનો છે.

કુંભ રાશિ
આ ગોચર દરમિયાન સૂર્ય તમારા દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે. આ ખર્ચાના ભાવ હોય છે. આ સમય તમને અને તમારા સાથીને ખૂબ મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયિક જાતક, જે કોઈ પ્રકારના નવું રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે, તેને અત્યારે ટાળવું જોઈએ. તમને પૈસાની તંગી આવી શકે છે. ગોચર સમય કોઈ પણ રીતની ગેરકાયદેસર ગતિવિધિ અથવા કાયદેસરનું ઉલ્લઘંન કરવાથી બચો. વિદ્યાર્થી પણ તેમના શિક્ષણના મામલામાં પોતાને ભ્રમિત કરતા અનુભવી શકે છે.

મીન રાશિ
સૂર્ય ગોચર દરમિયાન તમારા એકાદશ ભાવમાં પ્રવેશ કરશે. આ સફળતા અને નફાનો ભાવ હોય છે. ગોચરની આ અવધિમાં મીન રાશિના જાતકોને શુભ ફળોની પ્રાપ્તિ થશે. તમે તમારા પૂર્વના તમામ અધૂરા પડેલા કાર્યોને પૂરા કરી શકીશો. કાર્યક્ષેત્ર પર લક્ષ્ય પ્રાપ્તિ પગલે પ્રશંસાનો યોગ બની રહ્યો છે. રાશિમાં ઘણાં અન્ય ગ્રહોની હાજરી તમારા કાર્ય ક્ષમતામાં વધારો કરશે. પરિણામસ્વરૂપે તમારી આવકમાં પણ વૃદ્ધિ થવાનો યોગ બની શકશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021