ઓગસ્ટ મહિનામાં આત્યારસુધી રૂપિયા 5000 સુધી સસ્તુ થયું સોનુ, જાણો કેમ સસ્તું થયું સોનું…

ઓગસ્ટ મહિનામાં આત્યારસુધી રૂપિયા 5000 સુધી સસ્તુ થયું સોનુ, જાણો કેમ સસ્તું થયું સોનું…

ત્રણ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો થી રહ્યો છે. ઓગસ્ટ મહિના દરમિયાન દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 5000 રૂપિયાએ પહોંચી છે.

વિદેશી બજારોમાં કિંમત ઘટતા ભારતીય બજારમાં રૂપિયાને મજબૂતી મળી છે. જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. બુધવારે(Indian Rupee Strong) બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 210 રૂપિયે પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1000 રૂપિયા ઘટી ગઈ છે.

એક્સપર્ટના જણાવ્યાનુસાર, બજારમાં આર્થિક રીતે સુધારો થયો છે. અમેરિકી ડૉલરમાં મજબૂત થયા છે. સાથે જ અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો, કોરોના વાઈરસના ઈલાજની આશ અને અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ ડીલની સંભાવનાએ સોના અને ચાંદી પર દબાણ વધાર્યુ છે. જેના કારણે ઘરેલુ બજારમાં આજે ફરી સોનું સસ્તું થઈ શકે છે.

Advertisement

નોંધનીય છે કે, ઉપરી સ્તરે સોનાના ભાવ ઘટીને 5000 રૂપિયે પહોંચ્યો છે. સોનાનો ભાલ 56,200થી ઘટીને 51000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંય્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 13000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી સસ્તુ થયું છે. આ દરમિયાન ચાંદીની કિંમત 78,000 રૂપિયાથી ઘટીને 65,000 થઈ ગઈ છે.

સોનાની નવી કિંમતો(Gold Price on 26 August 2020)- HDFC સિક્યોરીટિઝના આધારે, દિલ્હી સર્રાફા બજારમાં બુધવારે 24 કેરેટ સોનાના ભાવ 52,173 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી ઘટીને 51,000 રૂપિયાએ પહોંચી છે. તો વળી, બુધવારે 24 કેરેટ સોનાનો ભાવ 50,983 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે.

જાણો શું છે ચાંદીની નવી કિંમત

Advertisement

ચાંદીની નવી કિંમત ((Silver Price on 26 August 2020) બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી સર્રાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 66,255 રૂપિયાથી ઘટીને 65,178 રૂપિયે પહોચ્યો છે. આ દરમિયાન ચાંદીની કિમંતો 1,077 રૂપિયાથી ઘટીને તળીએ જોવા મળી રહી છે, ત્યારે મુંબઈમાં પણ ચાંદીનો ભાવ ઘટીને 62,541 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.

હવે શું થશે આગળ??

કોટક સિક્યોરિટીઝની એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર, બુલિયન માર્કેટની નજર હવે અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન પૉવેલ ()ના ભાષણ પર મંડાયેલી છે. ગુરૂવારે જૈક્સન હૉલમાં થનાર બેઠકમાં આર્થિક પરિસ્થિતી વિશે કેન્દ્રીય બેન્કનો પક્ષ જાણવા મળશે.

Advertisement

જાણો સોનાં- ચાંદીના ભાવને લઈને શું કહે છે એક્સપર્ટ….

મોતીલાલ ઓસવાલ ફાઈનેશિયલ સર્વિસેઝ પ્રમાણે, જૈક્સન હૉલમાં વ્યાજના દરોમાં નરમાઈના સંકેતો મળી રહ્યાં છે. જેનાથી ડૉલરમાં નબળાઈ જોવા મળી રહી છે. એવામાં સોના ભાવમાં વધી શકે છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *