Categories: ભક્તિ

કેમ કાળી ચૌદશ પર કરવામાં આવે છે યમરાજ માટે દીવો? જાણી લો રહસ્ય થશે લાભ

નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે દરેક ઘરમાં યમરાજના નામનો દિવો કરવામાં આવે છે. આ દિવો મૃત્યુના દેવ યમરાજ માટે શા માટે કરવામાં આવે છે તે સત્યથી લોકો અજાણ હોય છે. ત્યારે આજે બે પૌરાણીક કથાઓ વિશે જણાવીશું. જે કાળી ચૌદશ સાથે જોડાયેલી છે.

પહેલી કથા પ્રમાણે કાળી ચૌદશની તિથિના સ્વામી યમરાજની છે. આ તિથિએ પણ ચંદ્ર દેખાતો નથી. યમરાજ અંધારામાં રસ્તો ભટકી ન જાય તે માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરે એક દીવો ઘરના મુખ્ય દરવાજા પાસે પ્રગટાવવો જોઈએ. જ્યારે બીજી કથા પ્રમાણે રંતિ દેવ નામના એક ધર્માત્મા હતા. તેઓ એટલું ધર્મ કર્મ કરતા અને જીવનમાં ક્યારેય પાપ ન કરનાર રાજાને મૃત્યુ બાદ નરકમાં જવું પડ્યું.

નરક લોકને જોઈ રાજા બોલ્યા કે તેણે જીવનમાં કોઈ પાપ કર્યુ નથી તેમ છતા તેને નરક શા માટે મળ્યું. આ પ્રશ્નના જવાબમાં મૃત્યુદેવ બોલ્યા કે એકવાર તમારા દરવાજેથી એક બ્રાહ્મણ ભુખ્યો ગયો હતો. આ તેનું ફળ છે. આ વાત જાણી રાજાએ દૂત પાસેથી એક વર્ષનો સમય માંગ્યો અને ઋષિઓ પાસે તેના સમાધાન માટે ગયા. ઋષિઓ કહ્યું કે કારતક માસની કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે વ્રત કરવું અને બ્રાહ્મણને ભોજન કરાવી માફી માંગવી. આવું કરવાથી તમારું પાપ ખતમ થઈ જશે.

રાજાને એક વર્ષ બાદ યમદૂત લેવા માટે ફરીથી આવ્યા અને તેને સ્વર્ગમાં સ્થાન આપ્યું. ત્યારથી આ દિવસે ઘરના આંગણે દીવા કરવાની પ્રથા શરૂ થઈ જેથી કોઈ ભુલથી પણ પાપ ન કરે.

યમદીપ કરતી વખતે આપણે કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત એ કે ઘરની સૌથી મોટી વ્યક્તિ આ દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આ દીવો કરી તેને ઘરમાં દરેક ખૂણે ફેરવવો અને ત્યારબાદ ઘરની બહારના મુખ્ય દરવાજા બહાર રાખી દેવો. ઘરના અન્ય સભ્યોએ આ સમય દરમિયાન ઘરમાં જ રહેવું. બને ત્યાં શુધી શેરડીના સાંઠામાં ચાર ચીરા કરી તેમાં કોડિયું રાખવું આવું કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

જો આપને આ પૌરાણીક કથામાં અતૂટ વિશ્વાસ હોય તો, જય કાળી ચૌદશ લખી, લાઈક અને શેર જરૂર કરજો. માઁ કાળી તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021