કેવી રીતે જલદી પ્રસન્ન થાય છે બજરંગબલી, જાણો ઉપાય

કેવી રીતે જલદી પ્રસન્ન થાય છે બજરંગબલી, જાણો ઉપાય

હિન્દૂ ધર્મમાં સૌથી વધુ પૂજવામાં આવતા દેવી દેવતાઓમાં હનુમાનજી એક છે. હનુમાનજીની પૂજા ખુબ સરળ માનવામાં આવે છે અને તેઓ ખુબ જલદી પ્રશન્ન થતા દેવતા છે. માન્યતા છે કે, જે પણ વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની પૂજા અને સ્મરણ કરે છે તેના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. હનુમાનજીની કૃપા તેમના પર ખુબ જલદી મહેર વરસાવે છે. તેવામાં આવો જાણીએ કેવી રીતે બજરંગબલીને પ્રસન્ન કરી શકાય.

1. હનુમાનજીના આશિર્વાદ મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે દિવસમાં એક વખત જરૂરથી ભગવાન રામનું નામ લો.

2. જે વ્યક્તિ નિયમિત રૂપથી હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરે છે હનુમાનજી તેના પર જલદી પોતાની કૃપા વરસાવે છે.

Advertisement

3. શનિવાર અને મંગળવારનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે બૂંદી અને લાડૂ ચડાવવાથી હનુમાનજી જલદી પ્રસન્ન થાય છે.

4. હનુમાનજીને સિંદૂરી પણ રહેવામાં આવે છે. હનુમાનજીને સિંદૂર ખુબ પ્રિય છે. તેવામાં જે પણ ભક્ત તેમને સિંદૂર અર્પિત કરે છે તેમના પર હનુમાનજીની વિશેષ કૃપા થાય છે. જો તમારી ઉપર કોઈપણ પ્રકારની બાધા હાવી છે તો શનિવારના દિવસે હનુમાન મંદિર જઈને બજરંગબલીને સિંદૂર અર્પણ કરવો જોઈએ.

5. હનુમાનજીને લાલ ગુલાબની સાથે તુલસીના પાન અને આંકડાના ફૂલ પણ ખુબ પ્રિય છે. તેવામાં જો તેમને આ ફૂલ નિયમિત રૂપે ચડાવવામાં આવે તો તમને દરેક પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળે છે.

Advertisement

6. હનુમાનજી સૌથી ખુબ જલદી પ્રસન્ન થતા દેવતા છે. જેમનું માત્ર નામ જ લેવાથી મોટી-મોટી બાધાઓ ટળી જાય છે. મોટામાં મોટી મુશ્કેલીઓ દૂખ થઈ જાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કેટલાક મત્રો પણ છે, જેનો જાપ કરવાથી હંમેશા બજરંગબલીની કૃપા તમારા પર વરસે છે.

`ૐ હં હનુમતે નમ:’
“અતુલિતબલધામં હેમશૈલાભદેહં દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્. સકલગુણનિધાનં વાનરાણામધીશં રઘુપતિપ્રિયભક્તં વાતજાત નમામિ.”
`ૐ અંજનિસુતાય વિશ્વહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત્’

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *