Categories: ગુજરાત

કેવો હોય છે લીલો દુષ્કાળ…કેવી રીતે ખેડૂતને કરે છે પાયમાલ, તમે જાણો છો..?

આપણે અત્યાર સુધી દુષ્કાળ વિશે તો ખુબ સાંભળ્યું છે. પરંતુ આપણા વડીલોએ તો દુષ્કાળને નરી આંખે જોયો પણ છે. દુષ્કાળ શબ્દ સંભળાઈ એટલે આપણે એવું માની લઈએ કે, વરસાદ ન પડવો અથવા તો ઓછો વરસાદ પડતા ઉનાળામાં કપરી સ્થિતિનું સર્જન થવું. પાણી માટે વલખા મારવા. અનેક કિલોમીટર સુધી હિજરત કરવી.

દુષ્કાળ તો સમજાયું પરંતુ આ `લીલો દુષ્કાળ’ એટલે શું..? સ્વાભાવિક છે કે, 100 માંથી માત્ર એક કે બે જણને ખબર હશે. કારણ કે, આપણે ક્યારેય તેને જાણવાની કોશિશ જ નથી કરી. આપણે તો બસ વધુ વરસાદ પડ્યો અને પાકનું ધોવાણ થયું એટલે સહાય માટે આશા રાખીએ છીએ. પરંતુ લીલો દુષ્કાળ કોને કહેવાય તે પણ આજે જાણી લો.

`લીલો દુષ્કાળ’ એટલે શું?
લીલો દુષ્કાળ એટલે કે, વરસાદી આફતનું વરસવું. જોકે આફત એવીપણ નહીં કે, જે માત્ર કલાકોમાં આવીને જતી રહે. પરંતુ સતત 15 થી 20 દીવસ સુધી વરસાદ સતત પડે અને હેલી કરે તેનો `લીલો દુષ્કાળ’ કહેવાય.

જ્યારે-જ્યારે વરસાદ આવી રીતે પડે છે ત્યારે ખેતરોમાં પાણી ભર્યા રહે છે. પાણી ઓસરતા નથી. તેવામાં ખેડૂતે જે પણ કાંઈ પાકનું વાવેતર કર્યું હોય તે સંપૂર્ણ નાશ પામે છે. પાણી ભર્યા રહેવાથી પાકના મુળિયા સળી જાય છે. અને તેની આખી મહેનત પાણીમાં જાય છે.

ક્યાં પૈદા થઈ `લીલો દુષ્કાળ’ જેવી સ્થિતિ?
હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં `લીલા દુષ્કાળ’ની પરિસ્થિતિ પૈદા થઈ છે જ્યાં છેલ્લા 15 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, મેઘાએ બસ તે જ વિસ્તારોમાં વરસવાનું મન બનાવી લીધું છે. જોકે આ પ્રકારે અવિરત વરસાદથી આ વિસ્તારોના ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

દુષ્કાળ અને `લીલો દુષ્કાળ’માં શું તફાવત?
દુષ્કાળ કહો કે, લીલો દુષ્કાળ કોઈ ફરક નથી પડતો. કારણ કે, દુષ્કાળમાં અન્નનું ઉત્પાદન થઈ શક્તું નથી. જ્યારે લીલા દુષ્કાળમાં અનાજનું વાવેતર તો થાય છે. પરંતુ તે વરસાદ તાણી જાય છે. એટલે કે, તફાવત એટલો છે કે, દુષ્કાળમાં કાંઈ ઉગી શક્તું નથી. જ્યારે લીલા દુષ્કાળમાં ઉગેલું હાથમાં આવી શક્તું નથી.

ક્યા પંથકમાં લીલા દુષ્કાળની સ્થિતિ?
હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદની માઠી અસર બેઠી છે. હજૂ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતોની હાલત તો બદથી બત્તર બની ગઈ છે. દક્ષિણમાં પણ ડાંગ, નવસારી, વલસાડ અને તાપી-સુરતના અનેક વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાનો સામનો કરવો પડ્યો છે.
કુદરત સામે સૌકોઈ લાચાર

જોકે આ તો કુદરતનો ખેલ છે. તે ધારે તો સોનું પણ પૈદા કરે. અને ધારે તો આફત બનીને થપાટ પણ મારે. હાલ તો ગુજરાતના હજારો ખેડૂતો આ આફતનો ભોગ બન્યા છે.

ક્યાં કેટલી આફત?
સરકારી ચોપડે તો આંકડા રોજ બદલાતા રહેશે. પરંતુ તમારા વિસ્તામાં વરસાદ કેવો પડ્યો તે તો ખુદ તમે જ બતાવી શકો છો. તેવામાં જો તમારા વિસ્તારમાં ‘લીલા દુષ્કાળ જેવી સ્થિતિ હોય તો ચોક્કસ પણ એમને જણાવશો.
સાથે-સાથે આવી જ ખેતીને લગતી માહિતીઓ જોવા માટે લાઈક કરીને શેર કરો. અને આપણા R.ગુજરાતના પેજને ફોલો કરો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021