કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો વીડિયો આવ્યો સામે.. વીડિયો જોઈને તમે પણ કહેશો ઓ..બાપ..રે.. આવી હાલત

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો વીડિયો આવ્યો સામે.. વીડિયો જોઈને તમે પણ કહેશો ઓ..બાપ..રે.. આવી હાલત

કોંગ્રેસના દિલ્લજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થયા બાદ મહિનાઓથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભરતસિંહ કોરોનાને હરાવીને જંગ જીતી ચૂક્યા છે પરંતુ તેની આ જંગમાં કોરોનાએ જે હાલ કર્યા છે તેને જોઈને તેમે ખુદ ડઘાઈ જશો કે, આવું તો ક્યાંય બનતું હશે.. કારણ કે, જે કદ્દાવર નેતાને આપણે જોતા હતા તેનો આજે આકાર જ બદલાઈ ગયો છે..

ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી સમયે કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ વડોદરા અને ત્યાર પછી અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. ભરતસિંહની હાલત વધુ ખરાબ થતા તેમને બે વખત પ્લાઝમાં આપવામાં આવ્યા હતા. આ સાથે જ કોરોનાના ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. એક સમયે તો વેન્ટિલેટર પર પણ તેમને ખસેડવામાં આવ્યા હતા.

જોકે સારવાર દરમિયાન અનેક દિવસો વેન્ટિલેટર પર રહ્યા બાદ તેમની હાલતમાં સુધાર આવ્યો છે. જોકે ત્રણ મહિના થવા છતાં પણ હાલ તેઓ હોસ્પિટલમાં જ છે. કારણ કે, કોરોનાના કારણે તેમનું કદ્દાવર શરીર કથડી ચૂક્યું છે. તેવામાં ફરી વખત શરીરમાં અનર્જી આવવી ખુબ મુશ્કેલ છે.

તમે ખુદ વીડિયો જોઈને ચોંકી જશો કે, આવી કોરોનામાં આવી હાલત થતી હશે. પરંતુ આ કહીકત છે. આ ભરતસિંહ સોલંકી જ છે. જેમની હાલત આવી થઈ ચૂકી છે. તમે વિચાર્યું પણ નહીં હોય કે, કોઈ વ્યક્તિ મૃત્યુના છેડા સુધી પહોંચીને પણ પાછો ફરી શકે છે.

Advertisement

મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવાર હતા. જોકે ક્રોષ કટિંગના ડરથી કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને હોટેલમાં ખસેડ્યા હતા. જે દરમિયાન ભરતસિંહ સોલંકી પણ તેમની સાથે હતા. અંબાજી દર્શન સમયે ભરતસિંહ સોલંકીને તાવ આવવાનું શરૂ થયું હતુ. અને ત્યાર બાદ તેમને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હાલ તો ભરતસિંહ સોલંકી સંપૂર્ણ પણે સ્વસ્થ હોવાનું માનવામાં આવે છે. પરંતુ હજૂ સુધી તેમને હોસ્પિટલમાંથી રજા નથી આપવામાં આવી. જોકે હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તો હજૂ કહી ન શકાય.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *