Categories: ગુજરાત

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ફોટો જોઈને તમે પણ કહેશો ઓ…બાપ…રે

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એક સમયે મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ભરતસિંહના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને ભાજપને ટક્કર આપી હતી. ચૂંટણીમાં કોંગ્રેસ થોડા અંતરથી સત્તાથી દૂર રહી ગઈ. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી ઉભી થાય તેવા સ્પષ્ટ સંકેત મળ્યા. આ કમાલનો શ્રેય હાર્દિક પટેલ બાદ બીજા કોઈ નેતાને જતો હોય તો તે ભરતસિંહ સોલંકી છે.

2017ની ચૂંટણી બાદ ભરતસિંહ સોલંકી ફરીથી સક્રિય રાજકારણથી થોડા દૂર થયા. અને પ્રદેશ પ્રમુખનો તાજ તેના જ પિતરાઈ ભાઈ અમિત ચાવડાને મળ્યો. જોકે 2019માં ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવતા તેઓ સક્રિય થયા પરંતુ, 2014 માફક આ વખતે પુલવામાં હુમલાના હુમલો અને બાલાકોટ સ્ટ્રાઈકની લહેરમાં તેઓ ચૂંટણી હારી ગયા.

2019ની લોકસભા ચૂંટણી બાદ તેઓ 2020માં ફરી સક્રિય થયા. 2020માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને આરામથી 2-2 બેઠકો જીતી શકે તેમ હતી. કોંગ્રેસે શક્તિસિંહ ગોહીલ અને રાજીવ શુક્લાને ઉમેદવાર પસંદ કર્યા. પરંતુ ભરતસિંહ સોલંકીએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો બિચક્યો અને અંતે કોંગ્રેસે રાજીવ શુક્લાની આડમાં ભરતસિંહને મેદાનમાં ઉતદાર્યા. ભાજપે આ મોકાનો લાભ ઉઠાવી તોડ-જોડની રાજનીતિ શરૂ થઈ. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટો ખડી અને ભરતસિંહને ચૂંટણી જીતવામાં ફાંફા પડ્યા. 

રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની જીત માટે ભરતસિંહે એડિચોટીનું જોર લગાવ્યું. તેમણે અનેક વિસ્તારોનો પ્રવાસ કર્યો અને અનેક ધારાસભ્યોને મળ્યા. કેટલાય નેતાઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા. જોકે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમને ખ્યાલ પણ ન રહ્યો કે તેઓ ક્યારે કોરોનાના સંક્રમણમાં આવી ગયા. સામાન્ય તાવ સમજીને તેઓ કામ કરતા રહ્યા.

રાજ્યસભાની ચૂંટણીમાં તો ભરતસિંહ સોલંકીની હાર થઈ. તે દૂખના સદમામાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ વધુ એક દૂખ તેમની રાહ જોઈને ઉભું હતું. અને આ દુખ હતું કોરોનાનો મહાએટેક.

કોરોનાએ ભતસિંહનો ભરડો લીધો અને તેમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા. દિવસે ને દિવસે ભરતસિંહની તબિયત લથડતી ગઈ અને અંદાજીત અઢી મહિનાથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે. અને હાલ તેમની તબિયતમાં સુધાર જાણવા મળી રહ્યો છે. 

ભરતસિંહને જ્યારે વડોદરાથી અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખુબ ખરાબ હતી. બે વખત પ્લાઝમાં આપવામાં આવ્યું. અનેક ઈન્જેક્શનો આપવામાં આવ્યા. એક સમયે તો વેન્ટીલેટર પર પણ મુકી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે તેઓ આ જંગ જીતી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે.

તમે અને અમે સૌકોઈએ તંદુરસ્ત ભરતસિંહને જોયા પરંતુ આ તસવીર જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે કે આ ભરતસિંહ છે. તમે ખુદ વિચાર કરી લેજો કે, કોરોના કેટલી મોટી મહામારી છે.. જે આ રીતે એક તંદુરસ્ત માણસને પણ ખોખલા બનાવવાની શક્તિ ધરાવે છે.

વાત ભરતસિંહની તો તેઓ તો ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. લાખો રૂપિયા પણ તેમની પાછળ ખર્ચવામાં આવ્યા. કારણ કે, તેઓ પૈસા-ટકાએ સક્ષમ માણસ છે. પરંતુ એક સામાન્ય માણસની શું હાલત થાય તે તમે ખુદ વિચારી લેજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021