Categories: દેશ

કોરોનાની હરીફાઇમાં વિશ્વને પાછળ છોડતું ભારત, એક જ દિવસમાં આવ્યા આટલા કેસ

વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ કોરોનાના કેસ ખુબ ઝડપી રીતે વધી રહ્યા છે. તેવામાં સૌથી ચીંતા જનક બાબત એ સામે આવી છે કે, છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 52,972 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 771 થી વધુ લોકોના મોત થયા છે. એક દિવસના જ સૌથી વધુ કેસના મામલામાં ભારતે અમેરિકા અને બ્રાઝીલને પણ પાછળ છોડી દીધું છે. અમેરિકામાં ગત 24 કલાકમાં 47 હજાર જ્યારે બ્રાઝીલમાં 25 હજાર કેસ સામે આવ્યા છે.

ભારતમાં કોરોનાના વધતા કેસ સાથેનો કુલ આંકડો 18 લાખને પાર કરી ગયો છે. જેમાંથી 38 હજાર 135 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં 12 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 5.79 લાખથી વધુ કેસો હજુ એક્ટિવ છે. મહારાષ્ટ્ર બાદ દિલ્લી, બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

આ દેશોમાં 2 ઓગસ્ટે સૌથી વધુ કેસ

છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો, ભારતમાં 52 હજાર 971, અમેરિકામાં 47 હજાર 511, બ્રાઝીલમાં 25 હજાર 800, પેરૂમાં 21 હજાર 358, કોલંબિયામાં 11 હજાર 470, દક્ષિણ આફ્રીકામાં 8195, રશિયામાં 5387, અર્જેન્ટિનામાં 5376, ફિલિપિંસમાં 4953 અને મેક્સિકોમાં 4853 નવા કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 48 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 1 લાખ 58 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. જ્યારે એક્ટિવ કેસ 22 લાખથી પણ વધુ છે. આપને જણાવી દઈએ કે, કોરોનાના સૌથી વધુ કેસ અત્યાર સુધીમાં માત્ર અમેરિકામાં છે.

બ્રાઝીલમાં કોરોનાના કુલ 27 લાખ દર્દીઓ છે. જેમાં 94 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 19 લાખ લોકો સાજા થયા છે. તો 7 લાખ 55 હજાર લોકો હજૂ પણ સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, વિશ્વમાં કુલ દર્દીઓની સંખ્યા 1 કરોડ 82 લાખથી વધારે પહોંચી ગઈ છે. જેમાંથી 6 લાખ 93 હજાર લોકોના કોરોનામાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 કરોડ 14 લાખથી વધુ લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

ભારત માટે સૌથી મોટો પડકાર કોરોના

હાલ વિશ્વના 180 દેશો કોરોનાની વેક્સીન શોધવા માટે મથી રહ્યા છે. અનેક દેશોને મહદઅંશે થોડી સફળતાઓ પણ મળી રહી છે. પરંતુ જો વહેલી તકે કોરોનીની વેક્સીન ન મળી તો તેનું સૌથી ખરાબ પરિણામ ભારત ભોગવશે. કારણ કે, ભારતમાં કોરોનાના કેસ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યા છે. જેમાં હવે ખૂદ દેશના ગૃહમંત્રી પણ સપડાયા છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021