Categories: દેશ

કોરોના ગયો પણ નથી કે, ત્યાં 2021માં ભારત માટે વધુ એક મોટી બીમારીનો ખતરો, 84 પક્ષીઓના થયા મોત

કોરોના વાયરસ ફેલાતો અટક્યો નથી ત્યાં ફરી એક જીવલેણ વાયરસ સામે આવ્યો છે. હવે દેશના અનેક રાજ્યો પક્ષીઓની મહામારી બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયાં છે. અત્યારસુધીમાં 5 રાજ્યોમાં 84, 775 પક્ષીના મૃત્યું થઈ ચૂક્યાં છે, જેમાં હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. તો હરિયાણા અને ગુજરાતમાં પક્ષીઓનાં સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યાં છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત બાદ 6 રાજ્યમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જીવલેણ વાયરસ કારણે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 200થી વધું પક્ષીઓના મૃત્યું થઈ ગયાં છે. જ્યારે હમિચાલ પ્રદેશના પોંગ ડેમ વેટલેન્ડમાં મૃત પક્ષીઓનો આંકડો 2000ને પાર થઈ ગયો છે. તો તરફ રાજસ્થાનમાં 522 પક્ષી મોતને ભેટ્યાં છે, જેમાં 471 કાગડા જ હતાં. જોકે અત્યાસુધીમાં ફક્ત 7 નમૂના જ રિપોર્ટ આવ્યાં છે, જેમાં બર્ડ ફલૂની પૃષ્ટિ કરવામાં આવી છે. તો કેરળના અલાપુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસોની પુષ્ટિ થઈ છે. આ પછી આ બંને જિલ્લામાં 50 હજાર બતકને મારવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ અંગે રાજ્યના વન પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી કે.કે રાજુએ કહ્યું કે જ્યાં સંક્રમણ લાગ્યું છે, ત્યાં 1 કિલોમીટરની વિસ્તારમાં રહેલા બધાં પક્ષીઓને મારી નાંખવામાં આવશે. હરિયાણામાં આવેલા પંચકુલાના બરવાળાના રાયપુરાણી વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 2 ફાર્મમાં જ 70 હજારથી વધું મરઘીના મોત નીપજ્યાં છે.

જુગાગઢમાં 53 પક્ષીનાં મૃત્યું
ગુજરાતનાં જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં 2 જાન્યુઆરીએ બતક- બગલા સહિત 53 પક્ષી મૃત મળી આવ્યાં હતાં. બર્ડ ફ્લૂની શંકાએ પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાતનાં મુખ્ય વનસંરક્ષણ મંત્રી શ્યામલ ટીકાદારે જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂની શંકાને જોતાં અમે અલર્ટ જાહેર કર્યું છે. રેન્જ વન અધિકારી એ. એ. ચાવડાએ જણાવ્યું હતું કે 53 પક્ષી મૃત મળી આવ્યાં છે પણ તેમનાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.

અંતે કેમ છે બર્ડ ફ્લૂ આટલો ખતરનાક
એવિયન ઇન્ફ્લૂએન્ઝા કે એવિયન ફ્લૂને બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. આ પક્ષીઓમાં ફેલાતી બીમારી છે. સંક્રમિત પક્ષીના સંપર્કમાં આવવાથી આ રોગ માણસમાં પણ ફેલાવાની શંકા છે. મૃત અને જીવીત બંને પક્ષીઓનો આ ચેપ માણસમાં ફેલાઇ શકે છે. એચ 5 એન 1 વાઇરસ બર્ડ ફ્લૂ માટે જવાબદાર હોય છે. સંક્રમિત પક્ષીને ખાવાથી પણ આ બીમારી થઈ શકે છે અથવા ચેપગ્રસ્ત પાણીના સંપર્કમાં આવવાથી પણ એ ફેલાય છે. કાગડો દરેક જગ્યાએ સરળતાથી પહોંચી જાય છે, તેથી તેના પર સૌથી વધુ ભય રહે છે. એવામાં જો કોઈ સંક્રમિત પક્ષી તેમના સંપર્કમાં આવે છે તો આ વિદેશી પક્ષીઓના જીવને પણ ખતરો પહોંચી શકે છે.

બર્ડ ફ્લૂનાં લક્ષણ
બર્ડ ફ્લૂ થવા પર કફ, ઝાડા, તાવ, શ્વાસ સંબંધિત સમસ્યા, માથું દુખવું, ગાળામાં દુખાવો, નાક વહેવું અને બેચેની જેવી તકલીફ થઈ શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021