ક્યારેય ખાધા છે બટાકાથી બનાવેલા ગુલાબ જાબું, મોટા મોટા મિષ્ટાન પણ આ ગુલાબ જાબું સામે છે ફેલ

ક્યારેય ખાધા છે બટાકાથી બનાવેલા ગુલાબ જાબું, મોટા મોટા મિષ્ટાન પણ આ ગુલાબ જાબું સામે છે ફેલ

નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ગુલાબ જાંબુ એવી એક મિઠાઈ જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. કોઈપણ તહેવાર હોય કે સારો પ્રસંગ ગુલાબ જાંબુ એવી મીઠાઈ છે કે તે અચૂક બનાવવામાં આવે છે. આમ તો બજારમાં ઘણી પ્રકારની મીઠાઈ ઉલબ્ધ હોય છે અને તમે ખાધી હશે. આ મીઠાય મેદાથી બને છે. તમે ઘણી વાર ગુલાબ જાબું પણ ખાધા હશે, પરંતુ શું તમે કયારેય બટાકાથી બનાવેલા ગુલાબ જાબું ખાધા છે? આજે અમે તમને બટાકાના ગુલાબ જાંબુ બનાવવાની રીત બતાવીશું. જે ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે. તેને બનાવવામાં ખૂબ સમય લાગે છે અને તેનો ટેસ્ટ એટલો સ્વાદિષ્ટ છે કે મોટા-મોટા મિષ્ટાનના ભંડાર પણ આમના સામે ફેલ હોય છે. તો આવો જાણીએ બટાકામાંથી કઈ રીતે ગુલાબ જાબું બની શકે.

સામગ્રી

2- મોટા બટાકા
1/2 કટોરી મકાઈનો લોટ
1/2 કટોરી માવો
1 કટરી ખાંડ
1 ચમચી ખાંડની નાની કટકી
1 ચમચી એલચી પાઉડર
ઘી તળવા માટે
1/2 ચમચી બેંકિગ પાઉડર

Advertisement

બનાવવાની રીત

સૌ પ્રથમ બટાકાના ગુલાબ જાબું બનાવવા માટે બટાકાને બાફી લો. હવે તેને ફોલીને સરખી રીતે ચૂદો કરી લો. બટાકાનું આ મિશ્રણને મકાઈના લોટમાં અને બેકિંગ પાઉડરમા મિક્સ કરી દો. સાથે જ તેમાં માવો ઉમેરો અને બટાકાને મસળીને સરખી રીતે તેનો પીડો બનાવી લો. બીજી તરફ ગેસ પર પાણી અને ખાંડ મિશ્રણ કરી ચાસણી બનાવી લો. હવે બટાકાના છુટા ગોટા બનાવી લો. દરેક ગોટામાં એક-એક નાના ખાંડની કણી નાંખો અને તેને એકદમ ચીકણી કરી દો. હવે ગોટામાંથી ગોળ આકારના બોલ્સ બનાવી લો. તપેલીમાં ઘી ગરમ કરો અને તેમાં બટાકાનો બોલ્સ નાંખો. આ બોલ્સ એકદમ બ્રાઉન થઈ જાય પછી તેને સીધી ચાસણીમાં નાંખી દો. પાંચ મિનિટ પછી તેને બહાર કાંઢી લો. તો તૈયાર થઈ ગયાં બટાકાથી બનાવેલું સ્વાદિષ્ટ ગુલાબ જાબું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *