Categories: ભક્તિ

ગણેશ ચતુર્થીનુમ શુ છે મહત્વ? સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે કેવી રીતે કરવુ જોઈએ વ્રત..


“ભાદરવા સુદ ચોથ” ના દિવસે આ વ્રત કરવામાં આવે છે. ખાસ કરીને આ વ્રતને દરેક પરિવારના લોકો શુખ, શાંતિ, સંતાન પ્રાપ્તિ અને સમૃદ્ધિ માટે કરતા હોય છે. આ માટે તમારે વહેલી સવારે સ્નાન કરીને પંચધાતુથી બનેલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરી તેની પુજા કરવાની રહેશે. અને આ દિવસે ઉપવાસ કરવો. પરંતુ એકવાત ખાસ ધ્યાનમાં રાખવી કે, વ્રત કરનાર વ્યક્તિએ રાત્રે ચંદ્રમાના દર્શન ન કરવા કારણે કે, ચંદ્રમાના દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ કલંક લાગેલું જેને દૂર કરવા માટે તેમણે ગણેશ ચતૂર્થીના દિવસે વ્રત રાખ્યું હતું.

વ્રતનું મહત્વ કેમ છે?

કહેવાય છે કે, એક સમય હતો જ્યારે વિઘ્ન હરતા પોતાની પત્ની રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાસ તરફ જઈ રહ્યા હતા. કૈલાસ જવાનો રસ્તો ચંદ્રલોકથી પસાર થતો હતો. તેવામાં ચંદ્રએ ગણપતિજીને જોયા અને તેમના મુખ અને પેટને જોઈને હસવા લાગ્યા. તેણે ભૂલભૂલમાં પણ ભગવાન ગણપતિની મશ્કરી કરી નાખી. તેમનું અપમાન કરી નાખ્યું.

રિદ્ધિ સિદ્ધિ સાથે હતા તેવામાં ચંદ્રએ ગણપતિનું અપમાન કર્યું જેનાથી તેમને ગુસ્સો આવ્યો. અને ચંદ્રને શ્રાપ આપતા બોલ્યા કે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન છે. તે આજે મારું અપમાન કર્યું છે. જેથી હું તને શ્રાપ આપું છું કે, આજના દિવસે કોઈપણ વ્યક્તિ તારી સામે જોશે પણ નહીં. અને જો કોઈ ભૂલથી પણ જોશે તો તેના પર અણધારી આફત આવશે. આ દિવસ એટલે કે ભાદરવા સુદ અને ચોથનો દિવસ. જેને આપણે ગણેશ ચતૂર્થી તરીકે ઉજવીએ છીએ.

ચંદ્રમાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે, તેની એક ભૂલ તેને ભારે પડશે. ગણેશજીનો શ્રાપ સાંભળતા જ તેઓ ધ્રુજી ઉઠ્યા અને બીકના માર્યા કમળના ફૂલમાં છૂપાઈ ગયા. ચંદ્રમાના છુપાતા જ શ્રૃષ્ટિ પર જાણે આફત આપી પડી. સૌકોઈ એટલા ડકી ગયા કે, દેવી-દેવતાઓ શ્રામના નિવારણ માટે બ્રહ્માજી પાસે પહોંચી ગયા.

બ્રહ્માજી પણ વિચારમાં પડી ગયા કે શું કરવું કારણ કે, ભગવાન ગણપતિનો શ્રાપ ક્યારે વિફળ ન જાય. ત્યાર બાદ તેમણે શ્રાપમાંથી નિવારણ માટે ઉપાય શોધ્યો કે, થોડા દિવસ બાદ ભાદરવો મહિનો આવશે. એ ભાદરવા મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. ત્યાર પથી વિધિવત રીતે પૂજા કરી નૈવેધમાં લાડુ ધરાવવા. અને સાંજે ગણપતિની મૂર્તિને નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણ દેવતાને ભાવ ભર્યું ભોજન કરાવવું અને દાન-દક્ષિણા આપવી આવું કરવાથી ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે.

બ્રહ્માજીનો આ ઉપાય સાંભળ્યા બાદ ચંદ્રએ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી. અને ભાદરવા ચોથના દિવસે તેમનું વ્રત પણ રાખ્યું. સાથે જ પૂજા-પાઠ કર્યા બાદ ચંદ્રએ ભગવાન ગણેશની માફી માગી. અને ભગવાનને પ્રાર્થના કરી કે, મારાથી ભૂલ થઈ ગઈ છે. તમે મને ક્ષમા કરો.

પૂજા-પાઠ અને ભક્તિભાવને જોઈ ભગવાન ગણપતિ પ્રશન્ન થયા. અને તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા. જોકે તેમનો શ્રાપ કાંઈ કહેવા માત્રથી દૂર ન થાય. પરંતુ ગણેશજીએ ચંદ્રમાને કહ્યું કે, આ શ્રાપમાંથી તમે મુક્ત તો નહીં થઈ શકો. પરંતુ તેમાં થોડો ઘટાડો કરી શકું છું. કે જો કોઈ માણસ ભાદરવવા સુદને બીજના દિવસે ચંદ્રના દર્શન કરી ચોથના દિવસે મારા દર્શન કરશે તો તે વ્યક્તિ પર કોઈપણ પ્રકારનું શંકટ નહીં આવે. પરંતુ જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ ચોથના દિવસે માત્ર એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. અને જો આ કલંકને દૂર કરવા માટે કોઈ માણસ ચોથના દિવસે વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ.

Ganpati idols immersion Girgaum Chowpatty in Mumbai. Express Photo By Pradip Das, 5th Sept 2017, Mumbai.

આપણા સાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, દુંદાળા દેવ તમે જે રીતે ચંદ્રમાં પર તમારી કૃપાદ્રષ્ટિ વર્ષાવી તેવી જ રીતે અમારા પર પણ તમારી કૃપાદ્રષ્ટિ કરજો.

નોંધ:- આ હતી ભગવાન ગણપતિના વ્રત માટેની કહાણી..આવું જ કાંઈક જાણવા માટે અને કથા અને ઈતિહાસને લગતી વાતો જાણવા માટે અમારા “R.ગુજરાત” પેજને લાઈક કરો અને તમારા મિત્રો અને સગા સંબંધી સુધી ચોક્કસ પણે શક કરો. જય ગણેશાય નમ:

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021