Categories: ગુજરાત

‘ગરબા’ રમાવા જોઈએ કે ન રમાવા જોઈએ.. સરકારના સંકેત છતાં લોકો આવું કહી રહ્યા છે

ગુજરાતમાં બીજા કોઈ તહેવારનું હમત્વ હોય કે, ન હોય પરંતુ નવરાત્રી આવે એટલે કોઈને પણ ગરબે ઘુમવાનું મન થાય. પરંતુ આ વર્ષે કોરોનાના માહોલમાં ગરબા યોજવા કે નહીં તે મોટો વિષય બન્યો છે. બીજી તરફ ખલૈયાઓ પણ થનગનવા માટે ગરબાને મંજૂરી મળે તેવી આશા રાખીને બેઠા છે કે, ક્યાંક સરકાર સામાજિક અંતરના નિયમ સાથે ગરબામી પરમિશન આપે.

જોકે આવા ખેલૈયાઓ માટે સરકાર તરફથી એક સંકેત તો મળ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, સરકાર નવરાત્રી યોજવી કે નહીં તે અંગે વિચારણા કરી રહી છે. પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ મહોર લાગી નથી. તેવામાં બીજી તરફ ગરબા આયોજકો પણ આ વર્ષે ગરબા ન યોજવાની તૈયારીમાં છે.

શું કહે છે ગરબા આયોજકો?
આપણે ત્યાં મોટા સિટી એટલે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં પણ મોટા પાયે ગરબાના આયોજનો થતા હોય છે. પરંતુ આ લખતે ખુદ ગરબા આયોજકોએ ગરબાનું આયોજન ન કરવાનું નક્કી કર્યું છે. મોટા ભાગના ગરબા આયોજકોનું કહેવું છે કે, અમે આ કોરોનાના માહોલમાં લોકોના જીવ સાથે રમત નથી રમવા માગતા. ગરબાનું આયોજન કરવા પર કોરોના ફેલાઈ શકે છે. સરકાર પરવાનગી આપશે તો પણ અમે આ વખતે ગરબા યોજવાના નથી.

મંજૂરી નળે તો કેવી રીતે ગરબા યોજાશે?
ગરબા એ આપણી સંસ્કૃતિ છે. આપણો વારસો છે તેવામાં તેની ઉજવણી ન થાય અને માતાજીની આરાધના ન થાય તેવું તો શક્ય જ નથી. આપણે ત્યાં શેરીઓ અને સોસાયટીઓમાં આ વર્ષે પણ ગરબા તો યોજાશે જ. જોકે પરંપરાને જાળવવા માટે લોકો નિયમોનું પણ પાલન કરશે. એટલે કે, સુરક્ષા વચ્ચે કોરોના ન ફેલાય તે રીતે આપણે ગરબાની મજા તો માણી જ શકીશું. સાથે-સાથે આપણે આપણી પરંપરાની પણ ઉજવણી કરીશું. એટલે કે, મોટા પાયે ગરબાની ઉજવણી નહીં થાય પરંતુ ગામડા લેવલે અને શેરીઓમાં તો થશે જ.

સરકાર કેમ આપી શકે છે પરવાનગી?
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધી તો કોરોનાના ડરના કારણે, રથયાત્રા, ઈદ, ગણેશોત્સવ, જન્માષ્ટમી સહિતના તહેવારો વખતે ઉત્સર પર પ્રતિબંધ મુક્યો હતો. જેમાં હવે નવરાત્રી આવી રહી છે. જેને લઈને વિચારણા ચાલી રહી છે. કારણ કે, સરકાર મંજૂરી ન આપે તો ખેલૈયાઓમાં સરકાર વિરુદ્ધ માહોલ પૈદા થઈ શકે છે. કારણ કે, હાલમાં જ કોરોના વચ્ચે ભાજપના કેટલાક નેતાઓએ રેલીઓ યોજી હતી. સભાઓ યોજી હતી. એટલું જ નહીં રસ્તા વચ્ચે ગરબા પણ રમ્યા હતા. તેવામાં સ્વાભાવિક છે કે, તેને મુદ્દો બનાવતા લોકો સવલો તો ઉઠાવવાના જ છે.

લોકોનું શું માનવું છે?
રાજ્યના મોટા ભાગના લોકો એવું ઈચ્છે છે કે, નવરાત્રીની ઉજવણી થવી જ જોઈએ. સરકારે નવરાત્રીની ઉજવણી પરથી પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. સરકારે કેટલાક નિયમો સાથે પરવાનગી આપવી જોઈએ. ગરબા આપણી પરંપરા છે સાથે જ લાખો લોકો તેના પણા ઘેલા હોય છે. તેવામાં ગરબા રમવાની પરવાનગી મળવી જ જોઈએ.

મંજૂરી ન મળે તો કેવી રીતે ઉજવણી કરી શકાય?
આશા તો સરકાર મંજૂરી આપે તેવી જ છે. પરંતુ જો મંજૂરી ન મળે તો લોકો પોતાના ઘરે જ નવરાત્રીની ઉજવણી કરી શકે છે. પોતાના ઘરના આંગળમાં જ પરિવાર સાથે મા આદ્યશક્તિની આરાધના કરી શકે છે. જોકે પોતાની સોસાયટીઓમાં પણ ગરબા તો રમી શકશે. કારણ કે, સરકારે પણ હવે તો 100 લોકોની પરવાની આપવાની છે.

તમે શું વિચારો છો મંજૂરી મળવી જોઈએ કે નહીં. તમારો વિચાર ચોક્કસથી લાઈક અને શેર સાથે કમેન્ટમાં જણાવજો. સાથે જ અમારા R.ગુજરાત પેજને લાઈક કરજો. જેથી ગુજરાતની દરેક ઘટના તમારા સુધી પહોંચી શકે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021