ગોળનું સેવન કરવાથી થાય છે ચમત્કારી ફાયદા, ખાસ કરીને મહિલાઓએ કરવું જોઈએ સેવન કારણ કે…

ગોળનું સેવન કરવાથી થાય છે ચમત્કારી ફાયદા, ખાસ કરીને મહિલાઓએ કરવું જોઈએ સેવન કારણ કે…

ગોળનો ઉપયોગ ફક્ત રસોઈ બનાવવામાં જ પણ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ એટલો જ જૂરૂરી છે. જી હા… ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રમાં હોય છે. જેમાં તમારા શરીરને સ્વસ્થ્ય રાખવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે ગોળ ખૂબ જ ગુણકારી છે. કારણ કે, ગોળથી માસિક અનિયમિતતા અને લોહી ઉણપ હોવાની સમસ્યાઓનો અંત આવે છે. તો આવો જાણીએ ગોળી ચમત્કારી ફાયદા વિશે…

લોહીની અછત દૂર થશે
ગોળમાં લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

બ્લડ પ્રેશરમાં રાહત
જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઉપચાર છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે.

Advertisement

હાડકાંની શક્તિ વધારે
કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

અસ્થમા
અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આવા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

શરદી-ઉધરસ
જે વ્યક્તિને રેગ્યુલર શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

Advertisement

સાંધાનો દુખાવો
ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેસવામાં ઘણી મુશ્કેલી પડેછે. જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.

ત્વચામાં ગ્લો થશે
ગોળ અને દૂધ એક સાથે લેવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

મગજ સક્રિય
શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

Advertisement

પેટ માટે ફાયદાકારક
ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો જ જોઈએ.સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે અને ભૂખ પણ વધે છે.

માસિકમાં દુખાવો
પીરીયડ્સ દરમિયાન ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરો અને પછી દૂધ પીવાથી પીડા સંપૂર્ણપણે દૂર થશે. એવુ જરૂરી નથી કે તમે આ પીરીયડ દરમિયાન જ પીવો જો તમે ઈચ્છો છો, તો તમે આ દૂધનો રોજે ઉપયોગ કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ નબળાઇ ન આવે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *