જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કેટલો હશે પગાર, અને શું-શું સુવિધાઓ મળશે?

જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કેટલો હશે પગાર, અને શું-શું સુવિધાઓ મળશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડને બુધવારે શપથ લઈ દીધા છે. આ સમથ લેતાની સાથે જ તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે જ કમલા હેરિસ પહેલી અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિના બની ગયા છે. અને તેમણે પણ જો બાઈડનની સાથે સથપ ગ્રહણ કર્યા. જોકે અમેરિકામાં ફેડરલ વ્યવસ્થા છે અને તેની કેટલીક મર્યાદાઓ પણ છે. પરંતુ તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ સૌથી તાકાતવર માનવામાં આવે છે.

જો બાઈડનનો જન્મ 1942માં પેન્સિલવેનિયામાં થયો હતો. જ્યારે તેઓ બાળક હતા ત્યારે જ તેમણે ડેલાવેયર લઈ આવવામાં આવ્યા હતા. બિડેન અમેરિકાના સૌથી મોટી ઉમરના રાષ્ટ્રપતિ છે. તેમણે ગત વર્ષે નવેમ્બરમાં પોતાનો 78મો જન્મદિવસ મનાવ્યો હતો. તેઓ માત્ર 29 વર્ષની ઉમરમાં જ સીનેટ સભ્ય બની ગયા હતા. અને ત્રીજી વખત રાષ્ટ્રપતિ લડતા આ લખતે તેમણે જીત મેળવી છે. જ્યારે કમલા હૈરિસની વાત કરીએ તો ભારતની સાથે તેમનો ખુબ ગાઢ સંબંધ છે. 1964માં ઓકલેન્ડમાં જન્મી કમલા હૈરિસની માં શ્યામલા ગોપાલન હૈરિસ ચેન્નાઈની રહેવાસી હતી. જ્યારે પિતા ડોનાલ્ડ હૈરિસ અમૈકાના રહેવાસી હતા.

બિડેનને મળશે આટલો પગાર અને સુવિધાઓ
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિને કરોડો રૂપિયાનો પગાર મળે છે. અમેરિકન કાયદા પ્રમાણે, રાષ્ટ્રપતિનો વાર્ષિક પગાર 4 લાખ અમેરિકન ડોલર એટલે કે, 2 કરોડ 92 લાખ રૂપિયા હોય છે. મુખ્ય પગાર સિવાય રાષ્ટ્રપતિને અન્ય પણ અનેક સુવિધાઓ મળે છે. રાષ્ટ્રપતિને દર વર્ષે 50 હજાર અમેરિકી ડોલર એટલે કે, 36 લાખ રૂપિયા ભથ્થાના રૂપમાં મળે છે. જ્યારે એક લાખ ડોલર એટલે કે, 73 લાખ રૂપિયા નોન ટેક્સેબલ ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે. આ સાથે જ મનોરંજન ભથ્થાના રૂપમાં 19 હજાર ડોલર એટલે કે, 14 લાખ રૂપિયા આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ મનોરંજન ભથ્થાને પોતાના પરિવાર માટે ખર્ચ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાની ફર્સ્ટ લેડીને એટલે કે, રાષ્ટ્રપતિની પત્નીને કોઈ પગાર નથી મળતો.

Advertisement

અમેરિકામાં ઉપ રાષ્ટ્રપતિના પગારની વાત કરીએ તો વાર્ષિક પગાર 2 લાખ 30 હજાર 700 અમેરિકી ડોલર એટલે કે, એક કરોડ 68 લાખ રૂપિયા મળે છે. આ સિવાય 50 હજાર અમેરિકી ડોલર એટલે કે, 36 લાખ રૂપિયા નોન ટેક્સેબલ એલાઉન્સ પણ આપવામાં આવે છે. સાથે જ 10 હજાર અમેરિકી ડોલર અન્ય ટેક્સેબલ એલાઉન્સ મળે છે.

અમેરિકન ઇતિહાસમાં અત્યાર સુધી રાષ્ટ્રપતિનો પગાર પાંચ ગણો વધ્યો છે
આપને જણાવી દઇએ કે અમેરિકાની આઝાદી બાદ રાષ્ટ્રપતિનો પગાર 200 વર્ષથી વધુ સમયમાં ફક્ત પાંચ ગણો વધારવામાં આવ્યો છે. જ્યોર્જ વોશિંગ્ટન 1789 માં પ્રથમ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમનો (રાષ્ટ્રપતિનો) પગાર 25 હજાર ડોલર (હાલમાં 18 લાખ રૂપિયા) હતો. 2001 માં યુએસ રાષ્ટ્રપતિનો પગાર વધારવામાં આવ્યો હતો. 2001 માં, યુ.એસ. કોંગ્રેસ (ગૃહ) એ રાષ્ટ્રપતિના પગારમાં બે ગણા વધારાને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિને પગાર ઉપરાંત આ સુવિધાઓ મળે છે
આપને જાણીએ દઈએ કે, અમેરિકન રાષ્ટ્રપતિને જંગી પગાર ઉપરાંત ઘણી અન્ય સુવિધાઓ મળે છે. આમાં લિમોઝિન, મરીન વન અને એરફોર્સ વન જેવી સુવિધાઓ શામેલ છે. ત્રણેયમાં રાષ્ટ્રપતિની યાત્રા સંપૂર્ણ નિ:શુલ્ક છે. રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં રહેવા માટે કોઈ ભાડું ચૂકવવું પડતું નથી. આ સિવાય રાષ્ટ્રપતિને બે લાખ યુએસ ડોલર પેન્શન (રૂ. 1.46 કરોડ), રહેવા માટેનું ઘર, ઓફિસ અને આરોગ્ય કવચ જેવી સુવિધાઓ પણ મળે છે.

Advertisement

હજી સુધી આ રાષ્ટ્રપતિઓએ પગાર લીધો નથી
એક તરફ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પગાર તરીકે મોટી રકમનો ખર્ચ કરે છે, ત્યાં ઘણા રાષ્ટ્રપતિ એવા છે જેમણે પગાર લીધો નથી અને પોતાના પગારને દાન કરી દીધો છે. આનું પ્રથમ નામ અમેરિકાના 31 મા રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરનું છે. હર્બર્ટે પગાર ન લીધો અને દાન કરી દીધો.

હર્બર્ટ પછી, યુનાઇટેડ સ્ટેટ્સના 35 માં રાષ્ટ્રપતિ, જ્હોન એફ. કેનેડીએ પણ પગાર લેવાનો ઇનકાર કરી દીધો અને દાન આપવાનું નક્કી કર્યું. કેનેડી એ કોંગ્રેસના પ્રતિનિધિ ગૃહના સભ્ય, તત્કાલીન રાષ્ટ્રપતિ. તેમણે બંને હોદ્દા પર પગાર લીધો ન હતો અને સેવાભાવી સંસ્થાઓને પગાર દાનમાં આપ્યો હતો. કેનેડીએ માત્ર દૈનિક ખર્ચ તરીકે 50 હજાર ડોલરના ભથ્થાને મંજૂરી આપી. બંને ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનો સંપૂર્ણ પગાર દાનમાં આપવાનું વચન આપ્યું હતું. તેણે 2017 માં પોતાની આવકનો ત્રીજો ભાગ દાનમાં આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ત્રણ અબજ ડોલરની સંપત્તિ છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *