જો જીતા વહીં સિકંદર બાકી સબ છછુંદર..કોણ શું બોલે છે એનાથી કોઇ મતબલ નથી..

જો જીતા વહીં સિકંદર બાકી સબ છછુંદર..કોણ શું બોલે છે એનાથી કોઇ મતબલ નથી..

એક બાજુ ભાજપના નવા અધ્યક્ષ પાટીલ ભાઉ કહે છે કે હવે કોંગ્રેસીઓની ભાજપમાં એન્ટ્રી જ નહીં થાય અને બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ નહીં પરંતુ બાદમાંય કોંગ્રેસ વધુ તુટવાની છે.હવે આ નિવેદનનો મતલબ જે સમજવો હોય તે પરંતુ સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે.અને આ આ વર્ષે તો પક્ષપલટાની મોસમ તો હજુ શરૂ જ થઇ છે.અને આ સફર તો લાંબી ચાલવાની છે.કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર માટે ગયેલા મુખ્યમંત્રીએ કહી દીધુ છે કે કોંગ્રેસનો તુટવાની સિલસિલો યથાવત રહેશે.પાટીલ ભલેને કહેતા હોય કે હવે કોંગ્રેસીઓને નથી લેવાના.પરંતુ ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરને વાજતે ગાજતે પાછા લઇ આવ્યા છે.ખુદ પાટીલે જ કેસરીયો ખેસ પહેરાવ્યો છે.

આ ગણતરી પૂર્વકની રાજરમત છે.લીંમડી બેઠક પર કોળી સમાજની અવગણના કરવી મોંઘી પડી જશે એ ભય ભાજપને હતો જ.અને એમાં પણ સોમા ગાંડાએ લડી લેવાના મૂડમાં બંન્ને પાર્ટીઓને સબક શીખવાડા મોર્ચો માંડ્યો છે.અને કોળી સમાજ જેની સાથે એની જીત નક્કી છે.એ જ ગણિતને ધ્યાને લઇને ભાજપે ક્ષત્રિય ઉમેદવાર કિરિટસિંહ રાણાને જીતાડવા કોળી સમાજના લાલજી મેરને ભાજપની ડેલીએ તોરણ બાંધીને લાવ્યા છે.હવે આ ભરતી મેળા તો બેઠક દીઠ થઇ રહ્યા છે.

કોણ કઇ પાર્ટીનો નેતા છે.અને કાલે ક્યાં હશે એ કોઇ જ નક્કી નથી.મતદારને કન્ફ્યૂઝ કરી દેવાનો.અને સમાજના નામે મતો માંગી લેવાના.સિદ્ધાંતો સાથે મેળ પાડી દેવાનો.અને સત્તાની સાઠમારીમાં જીતી જવાનું.કારણ કે અહીંયા તો જો જીતા વહી સિકંદર બાકી સબ છછુંદર..!!

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *