Categories: દુનિયા

ડેન્ગ્યુ સામેની લડાઈમાં આ બેક્ટેરિયા બન્યા હથિયાર, ઈન્ડોનેશિયામાં 77 ટકા ડેન્ગ્યુના કેસમાં થયો ઘટાડો….

મચ્છરોનો ઉપદ્રવ હંમેશાથી લોકોના સ્વાથ્ય માટે હાનિકારક રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાઈ રહેવાના કારણે આવા જીવલેણ રોગ વધુ ફેલાય છે. જેમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે ઈન્ડોનેશિયાએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને એક મહત્વનું પગલું લીધું છે.

મચ્છરોથી ફેલાતા ડેન્ગ્યુના વાઈરસને ડામવા માટે એક ખાસ પ્રકારના બેક્ટેરિયાને ઈન્જેક્ટ કર્યો છે. જે ડેગ્યુનાવાઈરસ ફેલાતા રોકે છે.

આ પ્રયોગના પરીણામને ચકાસવા માટે એક રિસર્ચ કરાયું હતું. જેમાં સામે આવ્યું છે કે, દેશમાં ડેન્ગ્યુના 77 ટકા કેસમાં ઘટાડો થયો છે.

ડેન્ગ્યુ સંક્રમણમાં તાવ અને શરીરમાં દુઃખાવો રહે છે. જેના કારણે શરીરમાં અશક્તિ રહે છે. ધીરે-ધીરે માણસમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. જે સ્વાસ્થ્યને આંતરિક રીતે નબળું કરી નાખે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ડેન્ગ્યુનો વાઈરસ દર વર્ષે 40 કરોડ લોકોને સંક્રમિત કરે છે અને તેનાથી 25 હજારો લોકોના મોત થાય છે.

આ રીતે કરાયું રિસર્ચ

આ રિસર્ચ કરનાર ઈન્ડોનેશિયાની યુનિવર્સિટીના સંશોધનકાર આદી ઉત્રાનીના જણાવ્યું હતું કે, “આ એક શોધ છે જે મોટા ફેરફારો લાવશે. અપેક્ષા છે કે, તેનાથી ડેન્ગ્યુના કેસની સંખ્યામાં ઘટાડો થશે. છેલ્લા ત્રણ વર્ષમાં 3 લાખ મચ્છરો છોડાયા હતા. જેમાં વોલ્બાચિયા નામના બેક્ટેરિયા નાખવામાં આવ્યા હતા. તેની અસર શહેરના જુદા જુદા ભાગોમાં જોવા મળી હતી. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, શહેરમાં ડેન્ગ્યુના સેંકડો દર્દીઓમાં ઘટાડો થયો છે.”

ઈન્ડોનેશિયામાં દર વર્ષે 70 લાખ દર્દીઓના કેસ આવ્યાં સામે

સંશોધનકર્તાએ આ ટ્રાયલ વર્લ્ડ મૉક્સ્યૂટો પ્રોગ્રામની સાથે મળીને કર્યો હતો. જેનું પરીણામ ત્રણ અઠવાડિયામાં બહાર આવ્યું છે. આ ટ્રાયલ કરવાનું એક મહત્વનું કારણ ડેન્ગ્યુ છે. ઈન્ડોનેશિયામાં 70 કેસ સામે આવતાં હતા.

આ રીતે ડેન્ગ્યુના કેસમાં થયો ઘટાડો….

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુસાર, છેલ્લા 50 વર્ષમાં ડેન્ગ્યુના 30 ટકા કેસમાં વધારો થયો હતો. જેને કંટ્રોલ કરવા માટે વોલ્બાચિયા બેક્ટેરિયાને પહેલા મચ્છરોમાં ઈન્જેક્ટ કરીને ઑસ્ટ્રલિયામાં છોડ્યા હતા. પહેલો પ્રયોગ 2018માં થયો હતો. પરંતુ સામાન્ય ક્ષેત્રમાં જ્યાં મચ્છરો છોડ્યાં હતા. ત્યાં તુલના કરાઈ નહોતી. જેથી આ પ્રયોગને સંબધિત કોઈ સટિક પરીણામ આવ્યું નહોતું.

વિયતનામમાં પણ થયો છે આ પ્રયોગ

ઈન્ડોનેશિયામાં થયેલા આ પ્રયોગનો એક ભાગ વિયતનામમાં પણ કરાયો છે. રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુના કેસમાં 86 ટકા ઘટાડો નોંધાયો હતો. દુનિયાના જાણીતા મનોવૈજ્ઞાનિકોએ ઈન્ડોનેશિયાના આ પ્રયોગને ગોલ્ડ સ્ટેડર્ડ ટ્રાયલ ગણાવ્યો હતો.

વર્લ્ડ મૉસ્કયૂટો પ્રોગ્રામના ડિરેક્ટર અને માઇક્રોબાયોલોજિસ્ટ સ્કોટ ઓ’નિલના જણાવ્યા મુજબ, આપણે ઇન્ડોનેશિયામાં જે પરિણામોની અપેક્ષા રાખી છે તે સામે આવ્યા છે. અમારી પાસે પુરાવા છે કે, વોલ્બાચિયા બેક્ટેરિયાની પદ્ધતિ અસરકારક છે.

ઇન્ડોનેશિયામાં, કોરોનાને કારણે કેટલાક મહિના પહેલા ટ્રાયલનો અંત આવ્યો હતો. માઇક્રોબાયોલોજિસ્ટ સ્કોટ કહે છે કે, 60 ટકા જેટલા વોલ્બાચિયા બેક્ટેરિયા જંતુ જોવા મળે છે. જેમાં ડ્રેગન ફ્લાય ફ્રુટફ્લાય સામેલ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021