Categories: ભક્તિ

દિવાળી પર આ 12 નામોથી કરો દેવી લક્ષ્મીની પૂજા, પુરી થઇ શકે છે મનોકામના…

દિવાળીના દિવસે મુખ્યરૂપથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા અનુસાર, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમના મંત્ર, સ્તુતિ અને આરતીઓની રચના કરવામાં આવી છે, એવો જ એક સ્ત્રોત છે લક્ષ્મી દ્વાદશનામ સ્તોત્રમ્. આ સ્ત્રોતમાં દેવીના 12 નામ બતાવવામાં આવ્યા છે. આ સ્ત્રોતનો પાઠ કરવાથી માં લક્ષ્મી શીઘ્ર જ પ્રસન્ન થઇ જાય છે.

શ્રી લક્ષ્મી દ્વાદશનામ સ્તોત્રમ્
ઇશ્વરીકમલા લક્ષ્મીશ્ચલાભુતિર્હરિપ્રિયા
પદ્મા પદ્માલયા સમ્પદ્ રમા શ્રી: પદ્મધારિણી
દ્વાદશૈતાનિ નામાનિ લક્ષ્મી સંપૂજ્ય ય: પઠેત્
સ્થિરા લક્ષ્મીર્ભવેત્તસ્ય પુત્રદારાદિભિસ્સહ

અર્થ-
અશ્વરી, કમલા, લક્ષ્મી, ચલા, ભુતિ, હરિપ્રિયા, પદ્મા, પદ્માલયા, સંપદ્, રમા, શ્રી, પદ્મધારિણી. આ 12 નામોથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો સ્થિત લક્ષ્મીની પ્રાપ્તી થાય છે.

1. ઇશ્વરી
ભગવાન વિષ્ણુને દેવોમાં શ્રેષ્ણ કહેવામાં આવ્યા છે. તેજ ઇશ્વર છે. અને તેમની પત્ની હોવાના કારણે લક્ષ્મીજીને ઇશ્વરી કહેવામાં આવ્યા છે.

2. કમલા
દેવી લક્ષ્મીનું એક આસન કમલનું ફૂલ છે. એટલા માટે તેમનું એક નામ કમલા પણ છે.

3. લક્ષ્મી
લક્ષ્મી શબ્દનો અર્થ છે ધન, સંપત્તિ, શોભા. આ તમામ તેમને આધિન છે. એટલા માટે આ પણ તેમનું એક નામ છે.

4. ચલા
દેવી લક્ષ્મીને ચંચલા કહેવામાં આવ્યા છે. એટલે કે તે એક સ્થાન પર ટકતા નથી. એટલા માટે તેમનું એક નામ ચલા પણ છે.

5. ભુતિ
ભુતિનો અર્થ છે વૈભવ અને સુખ, આ બન્ને દેવી લક્ષ્મીને આધિન છે. એટલા માટે લક્ષ્મીને ભુતી પણ કહેવામાં આવે છે.

6. હરિપ્રિયા
ભગવાન હરિય એટલે કે વિષ્ણુની પત્ની હોવાથી દેવી લક્ષ્મીનું એક નામ હરિપ્રિયા પણ પ્રસિદ્ધ છે.

7. પદ્મા
પદ્મ કમલનું જ એક નામ છે. કમળનું ફૂલ દેવી લક્ષ્મીજીને પ્રિય છે. એટલે તેમનું નામ આ પણ છે.

8. પદ્માલયા
આ શબ્દનો અર્થ છે પદ્મ એટલે કે કમળની દેવી, પદ્માલયાનો અર્થ છે કમળ પર બિરાજમાન થનારી દેવી.

9. સમ્પદ્
આનો અર્થ છે ધન-સંપત્તિ, સંપદા-દોલત, આ તમામ ચીજો પણ દેવી લક્ષ્મીને આધીન છે.

10. રમા
રમાનો અર્થ છે સુંદરા, દેવી લક્ષ્મીમાં આ તમામ ગુણ વિદ્યમાન છે. એટલે તેમને રમા પણ કહેવામાં આવે છે.

11. શ્રી
તેનો અર્થ છે. યોગ્ય, શુભ, શોભા, ક્રાંતિ, સરસ્વતી, આ તમામ દેવી લક્ષ્મીના ગુણ છે.

12. પદ્મધારિણી
હાથમાં કમળના ફૂલ હોવાથી દેવી લક્ષ્મીનું એક નામ પદ્મધારિણી પણ પ્રસિદ્ધ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021