Categories: ભક્તિ

દેવી શક્તિનો અહેસાસ: ઋષિ પરાશરની તપોભૂમિ જ્યાં આજે પણ ચોંકાવી દે છે ઝીલમાં તરતો ટાપુ…

ભારતમાં અનેક એવા સ્થળ છે. જે અનેક પ્રકારના રહસ્યો અથવા એમ કહો કે ચમત્કારોથી ઘેરાયેલા છે. ત્યાં સુધી કે આ રહસ્યોનું વિજ્ઞાનને શ્રેષ્ઠ માનનારા વૈજ્ઞાનિકોને પણ ખબર પડી નથી. જોકે આપણા દેશમાં તમામ એવી જગ્યા છે જેના રહસ્યોને સમજી શકવું સરળ નથી. તેમા મોટાભાગની સંખ્યા ધાર્મિક સ્થળો છે. જે ક્યાંયને ક્યાંય ભગવાનની હાજરી અને શક્તિઓનો અહેસાસ કરાવે છે.

એવું એક સ્થળ હિમાચલ પ્રદેશના જિલ્લા મંડીથી 49 કિલોમીટર દૂર ઉત્તરમાં સ્થિત છે. અહીંયાનો ચમત્કાર દરેક અહીંયા આવનારાને અચરજમાં નાખી દે છે. તેનું કારણ એ છે કે અહીંયા એક ઝીલમાં ટાપૂ છે. જે પાણીમાં તરતો રહે છે. અને દિવસમાં દિશા બદલતો રહે છે. એટલું જ નહીં 9100 ફૂટ પર સ્થિત આ ઝીલનું પાણી રોકાતું નથી. પરંતુ આ ઉંચાઇ પર પાણી ક્યાંથી આવે છે. અને ક્યાં જાય છે. તેના વિશે કોઇ જાણકારી નથી. એવું સમજો કે ઝીલનું રહસ્ય છે.

આ ઝીલ ઋષિ પરાશરને સમર્પિત છે. કહેવામાં આવી રહ્યું છે કે પૈગોડા શૈલીમાં આ મંદિરનું નિર્માણ 14મી શતાબ્દીમાં મંડી રિયાસતના રાજા બાણસેને કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે વર્તમાનમાં જે સ્થાન પર મંદિર છે. ત્યાં ઋષિ પરાશરે તપસ્યા કરી હતી. પરાશર ઋષિ મુનિ શક્તિના પુત્ર અને વશિષ્ઠના પૌત્ર હતા. મંદિરના પૂજા કક્ષમાં ઋષિ પરાશરની પિંડીત વિષ્ણુ-શિવ અને મહિષાસુર મર્દિનીની પથ્થર નિર્મિત પ્રતિમા છે.

મંદિર જનારા શ્રદ્ધાળુઓ ઝીલમાંથી લીલી-લીલી લાંબા ફનનુમા ઘાસની પાંદડા નીકાળે છે. તેને બર્રે કહેવામાં આવે છે. અને નાના આકારની પત્તાઓને ઝર્રે, તેને દેવતાઓનું ફૂલ માનવામાં આવે છે. તેને પોતાની પાસે શ્રદ્ધાપૂર્વક સંભાળીને રાખે છે. મંદિરની અંદર પ્રસાદની સાથે પણ આ પત્તા આપવામાં આવે છે.

ઋષિ પરાશરની પ્રાચીન પ્રતિમાની સમક્ષ પૂજારી ભક્તોના હાથમાં ચોખાના કેટલાક દાણા આપે છે. તે બાદ શ્રદ્ધાળુ આંખો બંધ કરીને મનોકામનાની પૂર્તિની પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હાથમાં અક્ષત લઇ જ્યારે શ્રદ્ધાળુઓ પોતાની આંખો ખોલીને દાણા ગણે છે તો ખબર પડે છે કે મન્નત પુરી થશે કે નહીં. કહેવામાં આવે છે કે જો હથેળીમાં એક્ષતના ત્રણ, પાંચ, સાત, નવ અથવા અગ્યાર દાણા છે તો મન્નત જરૂર પુરી થાય છે. પરંતુ જો અક્ષતના આ દાણાની સંખ્યા બે, ચાર, છ, આઠ અથવા દસ છે તો કહેવામાં આવે છે કે મન્નત પુરી થતી નથી.

ઋષિ પરાશર ઝીલની ઉંડાઇ આજસુધી કોઇ માપી શક્યું નથી. આ ઝીલમાં એક ટાપૂ છે. જે હંમેશા તરતો રહે છે. કહેવામાં આવે છે કે કેટલાક વર્ષો પહેલા આ ટાપુ સવારના સમયે પૂર્વ દિશામાં અને સાંજના સમયે પશ્ચિમ દિશામાં તરતો હતો. વર્તમાનમાં પણ આ ક્યારેક લાગે છે. તો કેટલાક દિવસો માટે એક જ જગ્યા પર રોકાઇ છે. માન્યતા છે કે ટાપુના ચાલવા અને રોકાવાનો સંબંધ પાપ અને પુણ્યની સાથે છે.

એવી માન્યતા છે કે આ વિસ્તારમાં વરસાદ ન થાય તો ઋષિ પરાશર પુરાતન પરંપરા અનુસાર ગણેશજીને બોલાવતા હતા. ગણેશજી ભટવાડી નામના સ્થાન પર સ્થિત છે. જે ઋષિ પરાશર મંદિરથી થોડા કિલોમીટર દૂર છે. તમને જણાવી દઇએ કે ગણપતિજીને બોલાવવાની આ પ્રાર્થના રાજાના સમયમાં પણ કરવામાં આવતી હતી. આજ પણ હજારો વર્ષો બાદ પણ પરંપરા ચાલી આવી રહી છે. ઋષિ પરાશર ઝીલને લઇને માન્યતા છે કે અહીંયા દેવી, દેવતાઓ સ્નાન માટે આવે છે.

પરાશર ઝીલની પાસે દર વર્ષે અષાઢની સંક્રાંતિ અને ભાદરવાની કૃષ્ણપક્ષ પંચમીના અવસર પર મેળાનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ભદરવામાં લાગનારો મેળો પરાશર ઋષિના જન્મોત્સવના રૂમમાં મનાવવામાં આવે છે. પરાશર સ્થળથી થોડે દૂર ગ્રામ બાંધીમાં પરાશર ઋષિનો ભંડાર છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021