Categories: ભક્તિ

ધનતેરસમાં આ વસ્તુમાંથી કોઈ એક ઘરમાં લાવીને મેળવો મા લક્ષ્મીના આશીર્વાદ….થશે ધનની વર્ષા

આ વર્ષે અધિક માસ આવવાના કારણે, નવેમ્બર મહિનામાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે. આ તહેવાર અનેક ખુશીઓ અને નવી આશા સાથે આવે છે. જેમાં લોકો મા લક્ષ્મીને રિઝવવાનો પ્રયત્ન કરીને પોતાની કિસ્મત બદલવાનો પ્રયાસ કરે છે.

હિન્દુ પરંપરામાં દિવાળીના દિવસોને ખૂબ ગણવામાં આવે છે. જેમાં માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીની પૂજાની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે.

આજે અમે તમને એવી 8 વસ્તુઓ વિશે જણાવવાના છે, જેને ઘરમાં લાવીને તમે ધનની દેવી મા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો.

શ્રીયંત્ર

દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રમાં લક્ષ્મીજી સિવાય 33 અન્ય દેવી દેવતાઓના ચિત્ર હોય છે.જેને ઘરમાં લાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એટલે દિવાળીની પૂજામાં તેનો ખાસ ઉપયોગ કરાય છે.

લક્ષ્મી કોડી
ધર્મ ગ્રંથ અનુસાર લક્ષ્મી સમુદ્રથી મળી છે અને સાથે કોડી પણ સમુદ્રથી મળેલી છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો સ્વાભાવિક ગુણ હોય છે. કોડીને મા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. દિવાળીની પૂજામાં શક્ય હોય તો કોડીને સામેલ કરો. તેનાથી ધનલાભ થશે.

આંકડાના મૂળ

જ્યારે તમે દિવાળીની પૂજાની વસ્તુઓ લાવો છો ત્યારે સાથે જ આંકડાના મૂળ પણ લાવો અને તેની પણ પૂજા કરો. આ શુભ ગણાય છે. આ સિવાય શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજામાં વિધિ વિધાન સાથે સફેદ આંકડાની જડની પૂજા કરો. હવે તેને તિજોરીમાં મૂકો, તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.

મોતી શંખ

આ શંખની વિધિ-વિધાનની સાથે પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખો. માન્યતા છે કે મોતી શંખ રાખવાથી રૂપિયા ઘરમાં ટકે છે અને માણસનું ભવિષ્ય સુધરે છે. તહેવાર સમયે કરાતી પૂજામાં શંખ રાખવાથી પૂજા પૂર્ણ ગણવામાં આવે છે.

ગોમતી ચક્ર

ગોમતી ચક્ર ગુજરાતની ગોમતી નદીમાં મળે છે. આ સુદર્શન ચક્ર તરીકે પણ ઓળખાય છે. તમે પીળા કપડામાં 11 ચક્ર બાંધો અને તમારી પાસે સુરક્ષિત રીતે રાખો. આવું કરવાથી તમારા ઘરમાં રૂપિયાની તંગી દૂર થાય છે. સાથે જ ઘરમાં બરકત આવે છે.

દક્ષિણાવર્તી શંખ

શાસ્ત્રોમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. જ્યારે તમે પૂજા કરો ત્યારે એક મોટા લાલ કપડાંમાં શંખ લપેટી લો અને સાથે ઓમ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃનો જાપ કરીને ધનના સ્થાને રાખો. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને સુખ શાંતિ જળવાઈ રહેશે.

નાનું નારિયેળ

એવી માન્યતા છે કે ,નાનું નારિયેળ મા લક્ષ્મીની કૃપા વરસાવે છે. તે સામાન્ય નારિયેળથી અલગ હોય છે. એક લાલ કપડાંમાં 11 નાના નારિયેળને લપેટીને તિજોરીમાં રાખો. તમારા ઘરમાં બરકત રહેશે. કહેવાય છે કે, તિજોરીમાં આ નારિયેળ રાખવાથી સુખ શાંતિ પણ કાયમ રહે છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે.

કમલ ગટ્ટા

કમલ ગટ્ટા કમળના બીજથી બને છે, દેવી લક્ષ્મીને પણ કમળ કહેવામાં આવે છે. કમળના પાંચ અંગોમાં દેવી કમળનો વાસ રહે છે. કમળની માળા પણ મા લક્ષ્મીના ચિત્ર પર રાખીને પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. દિવાળીની પૂજામાં આ કમળના ફૂલનું ખાસ મહત્વ હોય છે. માટે પૂજામાં તેને અચૂક સામેલ કરો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021