Categories: ભક્તિ

ધનની પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે આ સપાના, જાણો સ્વપ્ન શાસ્ત્રમાં શું છે માન્યતા?

એવું કહેવાય છે કે, જેવું વાવો એવું મળે, એમ જેવું વિચારો એવું થાય. એમાંય જો તમને અમુક ચોક્કસ પ્રકારના સપના આવે તો સમજવું કે, ચોક્કસ એની પાછળ કોઈ કારણ હશે.

મોટાભાગના લોકો સપનાને નાની વાત સમજીને ધ્યાન પર લેતા નથી. જો તમને પણ આવું કરવાની આદત હોય તો ચેતજો. કારણ કે, અમુક ચોક્કસ પ્રકારના સપના આવવા એ કેટલીક વાતોના સંકેત આપે છે. શાસ્ત્રો અનુસાર આ સપના ઘણીવાર ભવિષ્ય તરફ ઈશારો કરે છે.સપનું એક એવી અવસ્થા છે જેમાં માણસ પોતે તો સજાગ અવસ્થામાં નથી હોતો પરંતુ સપનામાં શું ચાલે છે તે અનુભવી શકે છે.

કેટલીક વખત એવા સપના આવે છે જે વ્યક્તિને ડરાવી દેતા હોય છે, તો કેટલાક સપના ધારી ન હોય તેવી ઘટનાઓ દર્શાવે છે. સપનાના સંકેત પર ધ્યાન આપીએ તો તે ધનપ્રાપ્તિ, વિદેશ યાત્રા, જીવનસાથી સાથે મુલાકાત થવાના સંકેત કરે છે. આજે આપણે જાણીશું કે સપનામાં કોણ કોણ જોવા મળે તો તે શુભ સંકેત ગણાય છે. આ પ્રકારના સપના કેટલાક લાભનો સંકેત કરે છે. જી હાં સપના ભાગ્ય પરિવર્તન તરફ ઈશારો કરતા હોય છે.

* સપનામાં દેવી દેવતા જોવા મળે તો પણ ધનલાભ અને સફળતા પ્રાપ્ત થાય છે.
* સપનામાં દીવો જોવા મળે તો મનની ઈચ્છા પૂરી થાય છે.
* સપનામાં ઉંદર જોવા મળે તો સમજી લેવું કે મોટો ધનલાભ થશે. આ સપનું ઘરમાં ધનના આગમનનો સંકેત કરે છે.
* સપનામાં સાપ જોવા મળે તો સમજી લેવું કે આકસ્મિક ધનલાભ થશે.
* જો એવો અનુભવ થાય કે, સપનામાં તમે હાથમાં વીંટી પહેરી છે તો સમજવું કે, લક્ષ્મીજીનું આગમન ચોક્કસથી થશે.

* સપનામાં કોઈ સુંદર સ્ત્રી જોવા મળે કે પરી દેખાય તો તમને આકસ્મિક ધનલાભ થશે. આ ઉપરાંત સપનામાં પાણી ભરીને આવતી નારી દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા દ્વારે પધારશે.
* સપનામાં જો કોઈ હસતું બાળક દેખાય તો સમજી લો કે ભાગ્યોદય થશે.
* સપનામાં પર્વતની ટોચ પર ચડતા દેખાઓ તો જરૂરથી પ્રગત્તિ થશે.
* સપનામાં દોડતી બાળકી દેખાય તો શુભ ફળ મળે. સપનામાં ઘુવડ દેખાય તો ધનલાભ થાય.

આમ, આવા અનેક સપના તમને તમારા જીવનમાં થનારા પરિવર્તન અને થનારી ઘટના વિશે સંકેત આપે છે. સાથે જ તમને કેટલીક અશુભ ઘટના અંગે ચેતવણી પણ આપે છે. એટલે ક્યારેય પણ ઊંઘમાં આવતા સપનાની અવગણના કરવી નહીં.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021