નરેશ-મહેશની બેલડી હવે સ્વર્ગમાં પણ નહીં તૂટે, લાખોના દિલમાં રાજ કરતા નરેશ કનોડિયા કોરોના સામે જંગ હાર્યા

નરેશ-મહેશની બેલડી હવે સ્વર્ગમાં પણ નહીં તૂટે, લાખોના દિલમાં રાજ કરતા નરેશ કનોડિયા કોરોના સામે જંગ હાર્યા

ગુજરાતી સુપરસ્ટાર અને પૂર્વ MLA નરેશ કનોડિયા મહામારી સામે જંગ હારી ચૂક્યા છે. એક અઠવાડિયા સુધી કોરોના સામે જંગ લડ્યા બાદ તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલાં 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે તેમને સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. છોડા દિવસ પહેલા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર પણ સામે આવી હતી. જેમાં તેઓ વેન્ટિલેટર પર ખરાબ હાલતમાં જોવા મળ્યા હતા.

બે દિવસ પહેલા ભાઈ મહેશ કનોડિયાનું નિધન
ગુજરાતી ફિલ્મ જગતમાં સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું 25મી ઓક્ટોબરે એટલે કે, બે દિવસ પહેલા લાંબી માંદગી પછી 83 વર્ષની ઉમરે નિધન થયું હતું. મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. મહેશ-નરેશની બેલડી તરીકે આ જોડી જગવિખ્યાત બની હતી. તેમના સ્ટેજ પર્ફોમન્સમાં હજારો લોકો ઉમટી પડતા હતા. પરંતુ આ બેલડી હવે એક યાદગીરી બની ગઈ છે.

CMએ વ્યક્ત કર્યો શોક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્રજગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું, તેમનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્રજગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે.

Advertisement


શોકમાં નરેશ કનોડિયાના ફેઈન
મહેશ કનોડિયા બાદ નરેશ કનોડિયાનું મૃત્યુ થતા તેના લાખો ફેનમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકો સોશિયલ મીડિયામાં દુખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અમે પણ આ બેલડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. તમે પણ જો નરેશ-મહેશના ફેઈન છો તો કમેન્ટમાં “ઓમ શાંતિ” લખી લાઈક અને શેર કરો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *