Categories: દેશ

નવી ઉડાન ! 2 વર્ષ ઉંમરમાં થયા હતાં બાળ લગ્ન, અનેક મુશ્કેલી આવી છતાં તેના વિરૂધ લડી લડાઈ અને મેળવ્યો લગ્નથી છૂટકારો

આજે પછી સમાજ આગળ કેમ ન વધ્યો હોય, પણ દિકરી આવતા જ પરિવારજનોને તેના લગ્નની ચિંતા પરેશાન કરે છે. આજે પણ ઘણાં બધાં એવા ગામ છે જ્યાં યુવતીઓના બાળ લગ્ન કરી દેવામાં આવે છે. જોકે અનેક જગ્યા પર યુવતીઓ સાથે આવો અન્યાય નથી કરવામાં આવતો, પણ કયાયને કયાય આજે પણ સમાજના વિચાર તેની આજુ-બાજુ ફર્યાં કરે છે. પણ કહેવાય છે ને કે પાપ કરવાથી મોટો ગુનેગાર તે હોય છે જે સહન કરે છે. અમે આજે અમે તમને એક અનોખ કહાની જણાવીશુ, જેણે બાળ લગ્ન વિરૂધ અવાજ ઉઠાવ્યો છે.

 

જોધપુર જિલ્લામાં બાત તહસીલના ચિમાણા ગામની નિવાસી નીંબૂના 2 વર્ષની ઉંમરમાં બાળ લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં. તે ઉંમર જ્યારે કદાચ બાળકોને લગ્નનો સાચો અર્થ પણ ન ખબર હોય. સમાજના નિમ્ન વિચારના કારણ નીંબૂના બાળ વિવાહ કરી દેવામાં આવ્યા પણ સમાજ દ્વારા બનાવેલા આ બંધનને માનવાની જગ્યાએ નીંબૂએ તેના વિરૂધ અવાજ ઉઠાવ્યો. આ લગ્ન વિરૂધ અવાજ ઉઠાવ્યો અને હવે નીંબૂ પોલીસ અધિકારી બનવા ઈચ્છે છે.

 

વર્ષો સુધી બાળ વિવાહ વિરૂધ લડી લડાઈ
નીંબૂ સમાજના આ નીમ્ન વિચાર આગળી ઝુકી નહી અને નીડર રહી તેના વિરૂધ અવાજ ઉઠાવતી રહી. નીંબૂએ વર્ષો સુધી પોતાના બાળ લગ્ન રદ કરવાનો કેસ લડ્યો અને તેના પર વિજય પણ મળવ્યો અને લગભગ 18 વર્ષ પછી તે આ બંધનથી છુટી થઈ અને હવે તે એક સ્વતંત્ર જીવન જીવી રહી છે.

 

સાસરિયે જવા પાડ્યું દબાણ
2 વર્ષની ઉંમરમાં લગ્નના બાળ વિવાહના બંધનમાં બંધનારી નીંબૂ જ્યારે મોટી થઈ અને ત્યારે તેને આ વિશે ખબર પડી તો તેણે બાળ લગ્નનો અસ્વીકાર કર્યો. જોકે તેને સાસરિયા વાળા તરફથી ખૂબ દબાણનો સામનો કરવો પડ્યો પણ તે પોતાના નિર્ણય સામે અડગ કરી.

 

અંતમાં લીધો પોતાનો હક
આ લડાઈમાં નીંબૂના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી પણ તે અટકી નહી અને અંતમાં ગુરૂવારે નિર્ણય સંભળાવતા કોર્ટ નંબર 1ના ન્યાયાધીશ મહેન્દ્રકુમાર સિંઘલે તેના બાળ લગ્ન રદ કર્યા હતાં.

 

લગ્ન નહતા કરવા માંગી નીંબૂ
ઘણીવાર બાળ લગ્ન જેવા નિર્ણય બાળકો પર અને યુવતીઓ પર લાદવામાં આવે છે. નીંબૂ પણ આ માટે તૈયાર નહતી પણ નીંબૂના સમાજના લોકોએ તેના પર ખૂબ દબાણ પણ કર્યું. તેમજ આ બાળ લગ્નને રદ કર્યાં બાદ નીંબૂ કહે છે કે કુપ્રથા ખતમ કરવી બધાની જવાબદારી તેને બધાંએ નીભાવવી જોઈએ.

 

સારથી ટ્રસ્ટની ડો કૃતિ ભારતીએ આપ્યો સાથ
આ મુશ્કેલ સફરમાં નીંબૂનો સંપૂર્ણ સાથ આપ્યો સારથી ટ્રસ્ટની ડો. કૃતિ ભારતીએ. તમને જણાવી દઈએ કે દેશનો પહેલા બાળ લગ્ન પણ સારથી ટ્રસ્ટની ડો. કૃતિ ભારતીએ જ રદ કરાવ્યાં હતા. સારથી ટ્રસ્ટે અત્યા સુધીમાં 41 યુગલના બાળ લગ્ન રદ કરાવી દીધા છે. સાથે જ 1400થી વધું બાળ લગ્ન અટકાવ્યાં પણ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021