એક વાત કહુ?

નોટ છાપવાનું મશીન સમજે છે દીદી, સવારથી રાત સુધી…

દુબળી-પાતળી કદ કાઠીની અને નાની-નાની આંખોવાળી યુવતી રાતના ત્રણ વાગે પોલીસના તીખા સવાલોનો સમનો કરી રહી હતી. સંકોચાયા વિના જવાબ આપતા કહ્યું કે સાહેબ મેં મજબૂરીમાં કામ શરૂ કર્યું છે. મારી ત્રણ વર્ષની દીકરી છે જેને બીજા પાસે છોડીને આવી છું. એજન્ટ મને 60 હજાર રૂપિયા મહિના આપવાનું બોલીને લાવી હતી. તે સવારથી રાત સુધી કામ કરાવે છે.

બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવેલી આ યુવતીને એમઆઇજી પોલીસે શ્રીનગરની એક બ્લિડિંગમાંથી છ અન્ય છોકરીઓ સાથે મુક્ત કરાવી હતી. મહિલા અધિકારીઓ દ્વારા પછપરછ કરવામાં આવી તો જણાવ્યું કે માતા-પિતા વૃદ્ધ છે. ઓછી ઉમરમાં લગ્ન કર્યા અને પુત્રી થતા જ પતિ છોડીને ચાલ્યો ગયો હતો.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે સંગઠીત ગિરોહ ચલાવનાર બાબુભાઇએ કહ્યું કે તને ઇંદોર મોકલી આપું છું. મારી પાસે તેની સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. બાળકીને પડોશીઓને સોંપીને આવી છું. સીમા પાર કરાવવા બાબુભાઇ ખેતરમાં આવ્યા અને ગંદા કપડા પહેરી લીધા, સુરક્ષાકર્મીઓએ જમવાના સમયે મને ભારત મોકલી આપી હતી. અને ટ્રેનમાં બેસી ઇંદોર આવી ગઇ હતી. અહીંયા મને મહિના 60 હજાર રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. 15 દિવસ કામ થતું હતું, 30 હજાર રૂપિયા જ મળ્યા હતા. અને એક દિવસમાં 10-10 લોકો આવતા હતા.

Advertisement

બાંગ્લાદેશી યુવતીની બાજુમાં બેસેલી 28 વર્ષીય યુવતીની આંખો ભરાઇ આવી હતી. પરંતુ આંસુ છૂપાવતા બોલી નાની બહેનની જવાબદારી છે. સૌથી પહેલા એક અંકલ સાથે મુંબઇ ગઇ હતી. ધીરે ધીરે સંપર્ક વધતો ગયો અને ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્લી, નોયડા સહિત અનેત શહેરોમાંથી માંગ આવવા લાગી હતી. હવે તો આવવા જવાનું ફ્લાઇટથી થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર અનૈતિક કારોબારમાં લિપ્ત યુવતીઓના અધિકારીક આંકડાનો સામે આવ્યા નથી. પરંતુ નિવેદન પર લાગે છે કે શહેરમાં દેહ વ્યાપારના અડ્ડા બની ગયા છે.

Advertisement
Exit mobile version