પતિને નહતી ખબર કરવાચૌથ પર પત્નીનો પ્રેમી લેશે જીવ, કારણ કે તેની સાથે કરવા હતા…

ઉત્તરપ્રદેશના મેરઠમાં કોચિંગ સંચાલકની હત્યાના રાજથી પડદો ઉઠી ગયો છે. ફલાવદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 નવેમ્બરે હત્યાનો સનસનીખેજ ઘટના બની હતી. પોલીસે આ મામલે કોચિંગ સંચાલકની પત્ની અને તેના પ્રેમી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. તપાસ દરમિયાન ખબર પડી કે કોચિંગ સંચાલકની પત્નીના પ્રેમીને આ મંજૂર નહતું કે તેની પ્રેમિકા કોઇ બીજા સાથે કરવાચૌથ મનાવે, આ કારણે તમામે ષડયંત્ર રચીને કરવા ચૌથના ઠીક એક દિવસ પહેલા કોચિંગ સંચાલકની હત્યા કરી દીધી છે.

ફલાવદા પોલીસ સ્ટેશન વિસ્તારના સકૌતી ગામના રહેનાર સોનુ ગુર્જર મવાનામાં કોચિંગ સેન્ટર ચલાવતો હતો. 3 નવેમ્બરે સવારે સોનુ પોતાના ભાઇ સાથે બાઇક પર કોચિંગ સેન્ટર પર જઇ રહ્યો હતો. આ દરમિયાન જંગલમાં સુમસામ રસ્તા પર બે બાઇક પર ત્રણ હુમલાખોરોએ સોનુની ગોળી મારી હતી. જે બાદ થોડા સમય બાદ સોનુનું હોસ્પિટલમાં મોત થયું હતું.

સોનુના લગ્ન ફેબ્રુઆરી 2020માં દાદરી ગામની રહેનાર નેહા સાથે થયા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે લગ્ન પહેલાથી જ નેહા ધંજુ નિવાસી શુભમ ચૌધરીને પ્રેમ કરતી હતી. લગ્ન બાદ પણ નેહા અને શુભમ વચ્ચે ફોન પર વાતચીત અને વોર્ટએપ ચેટિંગ થતી હતી. નેહાના પ્રેમી શુભમને આ ક્યારેય મંજૂર ન હતું તેની પ્રેમીકા કોઇ બીજા સાથે કરવાચૌથનો તહેવાર મનાવે. જેના કારણે 4 મહિના પહેલા જ નેહા અને તેના પ્રેમી શુભમે મળીને સોનુની હત્યાની યોજના બનાવવાની શરૂ કરી દીધી હતી. જેના કારણે નેહા અને શુભમે ફોન પર વાતચીત અને વોર્ટસએપ ચેટિંગ પણ બંધ કરી દીધું હતું. જેથી સોનુંની હત્યા બાદ જ્યારે પોલીસ નેહાની કોલ ડિટેઇલ નીકાળે તો નેહા અને શુભમનો સંબંધ ઉજાગર થઇ શકે નહીં.

આ મામલે ઉદય પ્રતાપસિંહે જણાવ્યું કે કરવાચૌથના એક દિવસ પહેલા નેહાનો પ્રેમી શુભમ તેના દોસ્ત દિલજીત અને રોહિત સાથે કોચિંગ સેન્ટર જઇ રહ્યાં સોનુનો પીછો કર્યો હતો. અને જંગલમાં મોકો જોઇને સોનુને ઘેરીને ગોળી મારી દીધી હતી. આ હત્યાકાંડ બાદ પોલીસે નેહાના 4 મહિના જૂની કોલ ડિટેલ અને વોટ્સએપ ચેટિંગ શોધી તો સમગ્ર મામલે પર્દાફાશ થયો છે.

આ અંગે મૃતકની પત્ની નેહા સહિત તેના પ્રેમી શુભમ અને તેના દોસ્ત દલજીતની ધરપકડ કરી લીધી છે.આરોપીઓ દ્વારા હત્યામાં ઉપયોગમાં લેવાયેલો તમંચો અને બન્ને બાઇક પણ જપ્ત કરી લીધી છે. જોકે હત્યાકાંડમાં સામેલ શુભમનો મિત્ર રોહિત ફરાર છે. જેની ધરપકડના પ્રયાસ ચાલું છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021