પ્રેમ એવો કે, જેને ભગવાન પણ ન કરી શક્યા અલગ, મોત બાદ પણ બંનેએ નીભાવ્યો સાથ, આ જોઈ આંખુ ગામ…

પ્રેમમાં સાથે જીવવા મરવાની કસમો લેતાં સીન હંમેશા ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ આજે અમે તમને એક એવી વાસ્તવિક ઘટના વિશે જણાવીશું જે ફિલ્મી લવસ્ટોરીને પણ માત આપે છે. આ કહાણી મુરેના જિલ્લાના કૈલારસ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતની છે.

આ પતિ-પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ છે. લગ્ન સંબંધના સાતફેરાની કસમોને ખરા અર્થમાં સાર્થક કરી છે.જેમણે અંતિમ શ્વાસ સુધી એકબીજાનો સાથ નિભાવ્યો છે. જ્યારે પતિના મૃતદેહને ગામમાં લવાયો ત્યારે પત્નિ જાણે પતિની સાથે જવા રાહ જોતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જી હા… જ્યારે આ વૃદ્ધ પતિને હૉસ્પિટલ નિધન થયું ત્યારે બીજી તરફ તેમની પત્ની પણ ઘરે મૃત્યુ પામ્યા હતા. આમ, જ્યારે બંનેની અંતિમ વિદાય સાથે કાઢવાનો સમય આવ્યો ત્યારે આખા ગામની આંખ તેમના અમર પ્રેમને જોઈ ભીંજાયેલી જોવા મળી હતી.

હૉસ્પિટલમાં જ પતિએ તો પત્નિએ ઘરમાં લીધા અંતિમ શ્વાસ…

મુરેના જિલ્લાના ચમારગવા ગામમાં રહેતા 85 વર્ષીય ભાગચંદ જાટવને માંદગીના કારણે તેમના પુત્રો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાગચંદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરપ તેમની પત્ની છોટીબાઈનું મોત તેના બે જ કલાક પછી ગામમાં થયું હતું. જ્યારે ભાગચંદનો પુત્ર તેના પિતાના મૃતદેહ સાથે ગામ પહોંચ્યો હતો, ત્યારે તેણે જોયું હતું કે માતાનું પણ ઘરે નિધન થયું હતું. જે બાદ બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

એક સાથે નીકળી અંતિમ યાત્રા

ભાગચંદ અને તેની પત્ની છોટીબાઈની અંતિમ યાત્રા એકસાથે કાઢવામાં આવી હતી. પુત્રોએ કહ્યું કે, જો તેમને કોઈ કાર્યક્રમમાં અથવા ક્યાંય જવું પડ્યું હોય તો માતાપિતા હંમેશા સાથે જતા હતા. તેઓ હંમેશાથી એકબીજાની સાથે રહ્યાં છે. અને અંતિમ શ્વાસ પણ બંનેએ સાથે જ લીધા. એટલે અમે બંનેની અંતિમ યાત્રા સાથે કાઢવાનો નિર્ણય લીધો હતો.

આખું ગામ અંતિમયાત્રામાં થયું સામેલ…

ભાગચંદ અને તેની પત્નીની અંતિમ યાત્રામાં આખું ગામ સામેલ થયું હતું. બંનેએ જે રીતે પોતાનો જીવ આપ્યો તે આખા વિસ્તારમાં ચર્ચાઈ રહ્યો છે. બંનેના મૃતદેહને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ગ્રામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021