બાબા રામદેવ ભારતીય યોગ ગુરૂ છે. પોતાના યોગાસનને કારણે બાબા રામદેવ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે, પરંતુ બાબા રામદેવ યોગ ગુરૂ સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે. યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટનઓવર અંદાજે 10,000 કરોડ રૂપિયા છે, પરંતુ એક સમયે તેમણે પતંજલિનો પ્રારંભ લોનથી કર્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે 2006માં જ્યારે કંપનીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે 50-60 કરોડ રૂપિયાની પર્સનલ લોન લીધી હતી. ત્યારે ન તો તેમના પાસે કોઈ બેંક ખાતુ હતું અને ન તો બેંકિંગ સાથે જો઼ડાયેલા અનુભવ. છતાં તેમણે આટલી મોટી લોન લીધી હતી.
ખરેખર, આ લોન યોગ ગુરૂ બાબા રામદેવના આનુયાયી NRI દંપત્તિ સુનીતા અને પોદદારે આપી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, બંનેએ આ લોન વ્યવસાય શુરૂ કરવા માટે આપી હતી અને તેની કંપનીમાં 3 ટકા ભાગીદાર પણ છે.
આચાર્ય બાલકૃષ્ણે કંપનીના બિઝનેસ મોર્ડલ વિશે જણાવતા કહ્યું હતું કે બાબા રામદેવ કહે છે કે લોનથી કામ કરો, લોન લેવાથી મગજ સારૂ રહે છે. પતંજલિ આયુર્વેદની સફળતા કોરપોરેટ કલ્ચર વાળી કંપનીઓ માટે હરહંમેશા એક ઉત્સુકતાનો વિષય છે.
આ કંપનીની મહત્વની વાત એ છે કે કંપનીનું વર્ક કલ્ચર પણ સૌથી અલગ છે. અને દરેક કર્મચારી એક-બીજા સાથે ‘ઓમ’ બોલીને અભિવાદન કરે છે. કંપની પરિસરમાં કર્મચારીઓના માંસાહારી કરવાની મનાય છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ સ્મોકિંગ અને ડ્રિંકિંગ પરિસરમાં નથી શકતું. આચાર્ય બાલકૃષ્ણે એકવાર કહ્યું હતું કે પતંજલિમાં સમાનતા પર પણ ધ્યાન દોરવામા આવે છે અને અહી પુરૂષો અને મહિલાના વચ્ચે 70:30નું ગણોત્તર છે.
જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ કંપનીએ છેલ્લા 14 વર્ષોમાં ઝડપથી વિસ્તાર કર્યો છે. ગત વર્ષના અંતમાં ગ્રુપે રૂચી સોયાનું પણ અધિગ્રહણ કર્યુ હતું. કંપનીએ 4,350 કરોડ રૂપિયામાં ડીલ કરી હતી. હાલ યોગ ગૂરૂ રામદેવના નાના ભાઈ રામભરત આ કંપનના એમડી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
બાબા રામદેના ભાઈનો પણ છે બિઝનેસમાં મતભેદ
જૂન ત્રિમાસિકના પરિણામ આવ્યા બાદ આચાર્ય બાલકૃષ્ણે એમ.ડી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. જે બાદ તેને આ જવાબદારી સોપવામાં આવી હતી. આ ઉપરાંત પતંજલિ આયુર્વેદનો બધાં કારોબારની દરરોજની કામગીરીની જવાબદારી પણ તે જ સંભાળે છે.
કોરોના ઈન્યુનિટી બૂસ્ટર પણ વેચી રહી હતી પતંજલિ
હાલમાં કંપની તરફથી કોરોના સામે લડાવાના દાવા સાથે કોરોનિલ કિટ લોન્ચ કરવામાં આવી હતી, જેના પર વિવાદ બાદ પતંજલિ આયુર્વેદે આ ઈમ્યુનિટી બૂસ્ટર કરાર કર્યો છે. જોકે કોરોનિલથી કોરોના નષ્ટ કરવાના દાવાને લઈને કેન્દ્રીય આયુષ મંત્રાલયે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે વગર મંજૂરીએ આવી રીતે વાત ન કરવી જોઈએ. આ ઉપરાંત કંપની તરફથી કોરોનિલ ટ્રાયલને લઈને પણ પ્રશ્નો ઉભા થયાં હતાં.