Categories: હેલ્થ

બાળકોને કઈ ઉંમરે ચોકલેટ ખવડાવવી જોઈએ? જાણો તેના ફાયદા અને નુકસાન…

ચોકલેટ ખાવી દરેકને પસંદ હોય છે. ખાસ કરીને બાળકો તો ખુબ ખુશ થઇને ખાય છે. ચોકલેટમાં એન્ટી ઓક્સીડેન્ટના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરનો યોગ્ય રીતે વિકાસ કરવાની સાથે બિમારીઓથી પણ બચાવે છે. સાથે જ બાળકોને ચોકલેટ ખવડાવવાથી દિલ અને મગજ બન્ને માટે ફાયદાકારક હોય છે. જોકે તેને સિમિત માત્રામાં જ ખાવી ખુબ જ જરૂરી છે. નહીંતર તે સ્વાસ્થ્ય ખરાબ કરવાનું કામ કરે છે. ચાલો આજે તમને ચોકલેટના ફાયદા અને નુકસાન જણાવીએ.

1 વર્ષની ઉંમરમાં બાળકોને ન ખવડાવો ચોકલેટ
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, એક વર્ષથી નાની ઉંમરના બાળકોને ચોકલેટ ખવડાવવી જોઇએ નહીં. હંમેશા એક વર્ષથી વધારે ઉંમરના બાળકોને ચોકલેટ ખવડાવવી સારૂ રહેશે. ખાવા માટે ડાર્ક ચોકલેટનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટના ગુણ હોવાથી ટેસ્ટ સારો રહેવાની સાથે શરીરમાં ઘણા ફાયદા કરે છે.

ચોકલેટ ખાવાથી ક્યા ફાયદા થાય?

યાદશક્તિમાં વધારો
ચોકલેટમાં એન્ટી-ઓક્સીડેંટના ગુણ હોય છે. એવામાં તેના સેવનથી મગજનો વિકાસ કરવામાં મદદ મળે છે. એવામાં મગજ તેજ થવાથી સ્મરણ શક્તિ પણ મજબૂત થાય છે.

બ્લડ સર્ક્યૂલેશનમાં સુધારો
આ શરીરમાં લોહીના ગંઠાઇ જવાથી બચાવે છે. આ સ્થિતિમાં રક્ત પરિભ્રમણ વધુ સારી રીતે થવાની સાથે તેની સાથે સંકળાયેલી મુશ્કેલીઓથી છૂટકારો મેળવે છે.

દિલ માટે ફાયદાકારક
એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર ચોકલેટનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. જોકે બાળકોમાં કોલેસ્ટ્રોલની વધારે પરેશાની હોતી નથી. પરંતુ છતાં તેનું સેવન કરવાથી દિલ સ્વસ્થ થવાથી તેની સાથે જોડાયેલી બિમારીઓ થવાનો ખતરો ઓછો થઇ જાય છે.

મૂડ સારો બનાવે છે
ચોકલેટનું સેવન કરવાથી મૂડ સારો બનાવે છે. તેને ખાઇને અંદરથી ખુશી મળે છે સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં વ્યક્તિ ખુશનુમા મહેસુસ કરે છે.

વધારે ખાવાનું ટાળો
વધારે માત્રામાં તેનું સેવન કરવાથી બાળકોને રાતે નીંદર ન આવવાની પરેશાનીથી પસાર થવું પડે છે. આ સાથે તેમાં મોટા પ્રમાણમાં ખાંડ હોવાથી વજન વધવાની અને દાંતથી જોડાયેલી સમસ્યા થઇ શકે છે. એવામાં બાળકોને રોજ ચોકલેટ ખવડાવવાની જગ્યાએ વીકમાં એક-બે વાર સિમિત માત્રામાં ચોકલેટ ખવડાવો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021