Categories: ગુજરાત

`બા’ ને માસ્ક નથી ગમતું..`બાપુ’ને કાયદો..હવે શું કરશું..?

આપણે સૌ જાણીએ છીએ કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયંકર બની રહી છે. સતત કેસ વધી રહ્યા છે. લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ મહામારીથી બચાવવા માટે સરકારે નિયમો બનાવ્યા છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે. નેતાઓ માટે અભિનેતાઓ માટે, ક્રેકેટરો માટે કે તેના પરિવારો માટે નથી. સુરતની મંત્રીજીના પુત્રની ઘટના તો યાદ જ હશે. કે, સુનિતા યાદવે કેવી રીતે મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનો પાઠ ભણાવ્યો અને તેને રાજીનામું આપવું પડ્યું એટલું જ નહીં તેની સામે ફરિયાદો કરીને તેને દબાવી દેવાઈ.

તેવામાં હવે રાજકોટમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, નેતા નહીં પરંતુ જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ કાયદો તોડ્યો. કાયદો તોડ્યો તો કાયદાના રક્ષકે તેમને રોક્યા તો પોતાની ભૂલ સ્વિકારવાની જગ્યાએ રિવાબા એ એક મહિલા કોન્ટેબલ સાથે ઝગડો કર્યો. કારણ કે, બા ને માસ્ક પહેરવું નથી ગમતું.

ઘટના એવી બની હતી કે, રિવા બા માસ્ક પહેર્યા વગર જ ઘરની બહાર ફરવા માટે નિકળ્યા હતા. તો પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરતા તેમને રોક્યા. મહિલા હેડકોન્સ્ટેબલે તેમને માસ્ક કેમ ન પહેર્યું તેને લઈને ટકોર કરી. તો મેડમ રિવા બા તેમની સામે જ તકરાર કરવા માંડ્યા. મનફાવે તેમ બોલવા માંડ્યાં. આ દરમિયાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ તેમની સાથે હતા. પરંતુ તેઓએ પોતાની પત્નીની ભૂલ સ્વિકારવાની જગ્યાએ પોલીસ પર જ તેઓ તૂટી પડ્યા.

સમગ્ર મામલો ગરમાતા ઉચ્ચ અધિકારીઓ પણ મેદાનમાં આવી ગયા અને મામલાને થાળે પાડ્યો. પરંતુ રિવા બા સામે કાંઈ કાર્યવાહી ન કરી. એનો મતલબ એવો થયો કે, પોલીસ નેતાઓ અને આવા VVIP લોકોથી ડરે છે. પરંતુ અહીં સવાલ પોલીસની ગરીબમાનો અને પોલીસની જવાબદારીનો છે.

રાજ્યમાં માસ્ક ન પહેરે તેને 1000 દંડ

મહત્વનું છે કે, રાજ્યની જનતાને કોરોનાથી બચાવવા માટે અને નિયમોનું પાલન કરાવવા સરકારે કાયદા કડક કર્યા છે. થોડા દિવસ પહેલા જ માસ્ક ન પહેરનારને 1 હજાર રૂપિયા દંડનો નિયમ પણ બનાવ્યો છે. અને પોલીસ સામાન્ય જનતાને દંડ પણ કરી રહી છે. તો પછી આવા મોટા નેતાઓ અને ક્રિકેટરોના પરિવારને શું આ કાયદો લાગું નથી પડતો?

ગુજરાતની જનતા આપો જવાબ

1000 રૂપિયા દંડ દરેક સામાન્ય માણસ પાસેથી લેવાઈ છે. સામાન્ય માણસ પોલીસ સામે કાંઈ બોલે તો દંડા પડે છે. જ્યારે નેતાઓ તેમના પરિવાર, ક્રિકેટરો અને તેમના પરિવાર પોલીસની ઈજ્જત નિકાળી દે.. કાંઈ પણ બોલી જતા રહે છતાં પોલીસ કાંઈ બોલતી નથી. ઉચ્ચ અધિકારીઓ નાના અધિકારીઓને દબાવી દઈ આવા લોકોની કઠપૂતડી બની જાય છે. ત્યારે સવાલ એ છે કે,

  • નેતાઓ અને ક્રિકેટરોના પરિવાર સામે કાયદો કેમ લાગુ નથી પડતો..?
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓને કોનો ડર છે..?
  • શું રિવાબા ના પાવર સામે પોલીસનો કાયદાનો પાવર ટુંકો પડે છે..?
  • નાના પોલીસ અધિકારીઓને કેમ દબાવી દેવાઈ છે?

મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ સુરતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્રએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું હતું, જેમને રોકતા કોન્સ્ટેબલ સુનિતા યાદવ મંત્રીજીના પુત્ર સાથે ઝઘડી પડ્યા હતા. તેણે કાયદાનો પાઠ તો ભણાવ્યો પરંતુ ત્યાર બાદ તેને રાજીનામું આપવાની જરૂર પડી. એટલું જ નહીં તેની સામે કેસો કરીને તેને દબાવી દેવાઈ. તેવામાં રાજકોટમાં ફરી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે રિવા બા જાડેજાએ આ પ્રકારનું વર્તન કર્યું અને આ મામલાને ઉચ્ચ અધિકારીઓએ દબાવી દીધો. સવાલ સરકાની ભૂમિકા પર છે કે, શું આ રાજ્યમાં સરકાર માત્ર સામાન્ય લોકો માટે જ નિયમો ઘડે છે. આવા નેતાઓ અને વીવીઆઈપી લોકોના પરિવારો માટે તે નિયમ નથી લાગું પડતા..?

600600

આ અગાઉ વર્ષ 2018માં રવીન્દ્ર જાડેજાની પત્નિની કાર પોલીસ કર્મીના બાઈક સાથે અથડાતાં મામલો ઉગ્ર બન્યો હતો.પોલીસ કર્મી ઉશ્કેરાઈ જઈને ક્રિકેટર જાડેજાની પત્નિ રીવાબા પર હુમલો કરતાં, અન્ય એક વ્યક્તિએ મામલો થાળે પાડયો હતો. જે બાદ જાડેજાના પત્નિ એસ.પી.કચેરીએ પહોંચી ગયા હતાં.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021