દાડમમાં મળતા પોષક તત્વો આપણા શરીરને એન્ટી ઓક્સિડેન્ટ, ખનિજ અને વિટામિન આપે છે. તેનાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. હ્રદય રોગીઓ માટે આ ખુબ જ ઉત્તમ હોય છે. દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારૂ હોય છે.
ખાસ વાત એ પણ છે કે તેનો સ્વાદ પણ સારો હોય છે. જેના કારણે બાળકો આરામથી ખાઇ શકે છે. આ ફાયબર, વિટામીન સીનું એક ખુબ સારૂ માધ્યમ છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટના પણ અનેક ફાયદાઓ છે.
દાડમના નાના-નાના દાણામાં રસ ભરેલો હોય છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે આ એક એવું ફળ છે. જેના બીજ અને છાલડા પણ ખુબ જ ગુણી છે. દાડમનું સેવન કરવાથી દિલથી જોડાયેલી બીમારીઓથી બચાવે છે. આ કેન્સર થવાની આશંકાથી પણ બચાવે છે. સાથે જ ઇમ્યૂનિટી સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે.
એક વધારે જ્યાં તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ફાયદો છે. તો ખુબસૂરતી નિખારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમમાં વધતી ઉમરના લક્ષણોને ઓછા કરવાના વિશેષ ગુણ હોય છે. દરરોજ અનારનો જ્યૂસ પીવાથી ચહેરો નીખરે છે. સાથે જ તે પીંપલ્સની સમસ્યામાં પણ ફાયદાકારક છે.
Advertisement