Categories: ભક્તિ

ભગવાન શિવને નર અને નારીના રૂપમાં કેમ પુજાય છે, આ રહ્યું તેની રહસ્ય..

હિન્દુ ધર્મમાં ભગવાન શિવને અનેક અલગ-અલગ રૂપોમાં પુજવામાં આવે છે. મહાકાલ, નીલકંઠ સહિત અનેક રૂપના શણગાર પણ જોયા છે. જેમાં આપણે ભગવાન શિવને અર્ધનારીના રૂપમાં શણગારેલા પણ જોયા છે. ઘણી વખત આપણે મનમાં પ્રશ્ન પણ થયો હશે કે, ભગવાન શિવને નારીના રૂપમાં શા માટે શણગારવામાં આવતા હશે. પરંતુ તેનો જવાબ આપણે જાણી શક્તા નથી. પરંતુ આ પાછના મોટું રહસ્ય છે. જેને આજે અમે જાણી લીધું છે. જેમાં તમારા સવાલોનો જવાબ છુપાયેલો છે.

અર્ધનારીશ્વર રૂપ

ભગવાન શિવના અનેક રૂપોમાંથી અર્ધનારીશ્વર રૂપ એક છે. અર્ધનારીશ્વરનો અર્થ થાય છે, અડધો ભાગ નારીનો અને અડધો ભાગ નર એટલે કે, પુરુષનો. આ અડધા સ્વરૂપમાં ભગવાન શિવ પોતાની પત્ની ઉમાની સાથે પોતાના ભક્તોને દર્શન આપે છે.

કહેવાય છે કે, સ્ત્રી અને પૂરૂષનું મીલન એ જ આ સૃષ્ટીનો આધાર છે. એટલા માટે જ શિવ અને શક્તિ એક સાથે મળીને આ બ્રહ્માંડનું નિર્માણ કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ભગવાન શિવે આ રૂપ પોતાની ઈચ્છાથી ધારણ કર્યું હતું. પરંતુ આ પાછળ પૌરાણીક કથા જોડાયેલી છે.

શું છે શિવના અર્ધનારીશ્વર રૂપ પાછળનું રહસ્ય?

એક પૌરાણિક કથા પ્રમાણે, સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે બહ્માજી દ્વારા રચવામાં આવેલી માનસિક સૃષ્ટિ વિકસિત ન થઈ શકી, ત્યારે બહ્માજીન ખુબ દુ:ખી થયા. પરંતુ તે સમયે જ આકાશવાણી થઈ કે, બહ્મ! હવે મૈથુની સૃષ્ટિનું નિર્માણ કરો. આકાશવાણી સાંભળી બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિ રચવાનું નક્કી તો કરી લીધું પરંતુ તે સમય સુધીમાં નારી જાતની ઉત્પત્તી થઈ નહોતી. જે કારણે બહ્માજી પોતાના નિશ્ચયમાં સફળ ન થઈ શક્યા. ત્યાર બાદ બ્રહ્માજીએ વિચાર્યું કે, આ કાર્યમાં જ્યાં સુધી ભગવાન શિવની કૃપા ન બને ત્યાં સુધી મૈથુની સૃષ્ટિનું નિર્માણ ન થઈ શકે. જેથી બ્રહ્માજી ભગવાન શિવને પ્રશન્ન કરવા માટે કઠોર તપ કરવા લાગ્યા. અનેક દિવસો સુધી બહ્માજીએ ભગવાન શિવને પ્રશન્ન કરવા માટે ધ્યાન લગાવ્યું.

કહેવાય છે કે, એક દિવસ તેમના તપથી પ્રશન્ન થઈને ભગવાન ઉમા-મહેશ્વરે તેમને અર્ધનારીશ્વર રૂપમાં દર્શન આપ્યા. શિવે કહ્યું, પુત્ર બહ્મ! આપે પ્રજાની વૃદ્ધિ માટે જે કઠોર તપ કર્યું છે તેનાથી હું પ્રશન્ન થયો. હું આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ. આવું કહ્યા બાદ ભગવાન શિવે પોતાના શરીરના અડધા ભાગમાંથી ઉમા દેવીને અલગ કરી દીધા.

આ ઘટના બાદ બ્રહ્માજીએ ભગવાન શિવને કહ્યું કે, પ્રભુ યોગ્ય શ્રૃષ્ટિનું નિર્માણ કરવામાં હું અત્યાર સુધી અસફળ રહ્યો છું. હું સ્ત્રી-પુરષના સમાગમ (સંભોગ)થી પ્રજાને ઉત્પન્ન કરીને આ સૃષ્ટિનું નિર્માણ કરવા માગું છું. જે બાદ ભગવાન શિવે પોતાની અંદરથી પોતાના જેવી એક શક્તિ પ્રગટ કરી. જે શક્તિ સૃષ્ટિના નિર્માણ માટે બ્રહ્માજીની પ્રાર્થના પ્રમાણે દક્ષ રાજાની પુત્રી બની ગઈ.

આ રીતે બ્રહ્માજીની ફરજ નિભાવીને તેમને અપાર શક્તિ આપીને દેવી શિવા મહાદેવના શરીરમાં પ્રવેશ્યા. આ જ છે ભગવાનના અર્ધનારીશ્વર શિવનું રહસ્ય જેના કારણે જ સૃષ્ટિનું નિર્માણ થઈ શક્યું છે. આપણો વંશ આગળ વધી રહ્યો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021