Categories: ભક્તિ

ભાઈબીજ પર ભાઈના લાંબા આયુ માટે બહેનો જરૂર કરજો આ ઉપાય…જો..જો ચૂકાઈ ન જાય

આ વર્ષે ભાRબીજ 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં બહેન કપાળ પર તિલક લગાવીને ભાઈની ખુશી અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવે છે. ભાઈ બીજને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. દિપાવલીના બે દિવસ પછી ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનોએ તેમના ભાઈઓના સુખી જીવન પ્રાર્થના કરે છે.

ભાઈબીજ ઉજવવાની રીત
ભાઈ બીજના દિવસે ચોખાના ચોરસને શિર્ષ પર બનાવો. ભાઈને આ ચોકમાં બેસાડીને, બહેન તેના હાથથી ચોખાથી ભાઈના વધામણા લો. બાદમાં તેના પર સિંદૂર ફૂલો, પાન, સોપારી અને હાથમાં લઈને ધીમે ધીમે તમારા હાથ પર પાણીના છાંટા નાખો, ત્યારે આ બોલો ગંગા પૂજા યમુના, યામી પૂજા યમરાજ, સુભદ્ર પૂજા કૃષ્ણ કોસ ગંગા યમુના નીર વહે, મારા ભાઈ, તમે તમે ખુશ રહો અને મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી પર રહે.. બાદમાં બહેન ભાઈના કપાળ પર તિલક લગાવીને નાળાછડી બાંધે છે અને ભાઈનું મોં મોઠું કરાવે છે.

તમારા ભાઈની દીર્ઘાયુષ્ય માટે આ ઉપાય કરો
ભાઈને લાંબી આયુની પ્રાર્થના કરો, ત્યારબાદ યમરાજના નામે ચાર દીવડાઓ પ્રગટાવો અને તેને ઘરના આંગણાની બહાર રાખો. આમ, કરવાથી તમારા ભાઈના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.

ભાઈબીજ શુભ સમય 2020
ભાઈ બીજ તારીખ – સોમવાર, 16 નવેમ્બર 2020
ભાઈ બીજ તિલક મુહૂર્તા – 1:00 બપોરે 3:00 વાગ્યે

પૌરાણિક કથા અનુસાર ભાઈબીજનું મહાત્મય….

આ ‘ ભાઈબીજ’નાં પર્વની ઉજવણીની પ્રથા કેવી રીતે પડી, એની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે.
શ્રી યમુનાજી જેમ કૃપાનિધિ કહેવાયા છે, તેમ પરમકૃપાળુ પણ કહેવાયા છે. બ્રહ્મવૈવર્તક પુરાણની કથા અનુસાર બહેન યમુનાજી અવારનવાર પોતાના ગુરૃબંધુ યમદેવને મળવા જતા.

પરંતુ જ્યારે પણ તેઓ ભાઈની યમપુરી પાસેથી પસાર થતાં ત્યાં અંદરથી આવતા જીવોનાં ચિત્કારો, પીડાત્મક ભર્યા, અતિનાદ- ચીસોનાં અવાજો યમુનાજીનાં કોમળ હૃદયને ઘાવ આપી જતા, તેમનું મન- હૃદય અત્યતંત પ્રવિત થઈ જતું.

આથી હંમેશા યમુનાજી મોટાભાગે યમદેવને વિનંતિ કરતા કે હે વીરા આ પીડીત જીવોને યમલોકની પીડામાંથી મુક્ત કરો. પરંતુ હંમેશની જેમ યમરાજા બહેનની વાત પર હસીને તેમની વિનંતીને ઉડાવી દેતા.

યમુનાજી વિચારતા કે આ યમપુરીમાં રહેલા દુ:ખી જીવોને કેવી રીતે છોડાવવા ? પરંતુ તેઓને ક્યારેય કોઈ ઉપાય ન મળતો.

યમુનાજીને પોતાના આ વડીલ વીરા ખુબ વહાલા હતા, તેથી તેઓ વારંવાર ધર્મરાજ યમદેવને પોતાને ત્યાં ભોજન માટે બોલાવતા, પરંતુ યમરાજ તો આખા વર્ષ દરમિયાન પોતાની ફરજ બજાવવામાં ખૂબ વ્યસ્ત હોઈ તેઓ ક્યારેય બહેનને ઘરે જઇ ન શક્તા.

આથી એકવાર યમુનાજીએ ભાઈને આગ્રહ ભરી વિનંતિ કરી કે, હે ભ્રાતા આજે કાર્તિકી એકમ છે, આવતીકાલે આપ મારે ત્યાં સપરિવાર જરૃર પધારો. બહેનની આજીજીભર્યા આગ્રહને માન આપી, યમદેવ બીજે દિવસે બહેન ને ઘરે ગયા.
અત્યંત આનંદિત થઈને બહેન યમુનાએ, ભાઈનું સ્નેહ- પૂર્વક સ્વાગત કર્યું અને ચાંદીનાં પાત્રોમાં ભોજન કરાવ્યું.

ભોજન બાદ પસલીમાં યમદેવે બહેનને રંગબેરંગી વસ્ત્રો, રત્ન જડિત અલંકારો આપ્યા અને કહ્યું,’બહેન, આ સિવાય તારી ઇચ્છા મુજબ બીજું કંઈ પણ માગી શકે છે.

વડીલ બંધુનાં વારંવાર આગ્રહથી તેમનું માન રાખવા યમુનાજી એ ભાઈ પાસે માંગ્યું, ભાઈ, આપ મને કંઈક આપવા ઇચ્છતા હો તો એક વરદાન આપો. આપ કૃપા કરીને આપની યમપુરીમાં પીડાઈ રહેલા જીવોને મુક્ત કરો. ત્યારે યમરાજાએ કહ્યું કે બહેન, મારી ફરજ છે કે જીવોને તેમનાં કર્મપ્રમાણે દંડ આપું.

છતાં પણ આજે તને વચન આપું છું કે આપણાં ભાઈ- બહેનનાં સ્નેહનાં પ્રતીકરૃપે આજે જે માનવ તારા જળમાં સ્નાન કરશે, તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે. એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનાં પ્રતીક સમાન કાર્તિકી સુદ બીજનાં દિવસને દેશભરમાં ભાઈબીજના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021