એક વાત કહુ?

ભારતમાં 20 વર્ષના યુવાનોમાં વધ્યો ડાયાબિટીસનો ખતરો, જાણો ખતરનાક પરિસ્થિતિ…

ભારતના મહાનગરોમાં 20 વર્ષના અડધાથી વધારે યુવાનો અને બે-તૃત્યાંશ મહિલાઓ તેમના જીવનકાળમાં ડાયાબિટીસની બીમારી થઇ શકે છે. મોટાભાગના લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો છે. ડાયબિટોલોજિયા જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસમાં મોટા શહેરોમાં રહેનારા કોઇપણ ઉંમરના વર્ગ અને બોડી માસ ઇંડેક્સના લોકોમાં ડાયાબિટીસ થવાની સંભાવનાનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે.

સાડા 13 કરોડ ડાયાબિટીસના દર્દી
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડાયાબિટીસના કારણે દેશ પર પહેલા જ સાડા સાત કરોડથી વધારે દર્દીઓના સ્વાસ્થ્ય સમસ્યાનો ભાર છે. જો આવા જ હાલાત રહ્યાં તો દર્દીઓની સંખ્યા વધીને લગભગ સાડા 13 કરોડ થઇ જશે.

2045 સુધી શું હાલાત થશે?
શહેરોમાં તેજીથી વિકાસની વચ્ચે લોકોની ડાયટ ક્વાલિટી અને ફિજિકલ એક્ટિવિટીમાં કમીના કારણે આ છૂપી બિમારીને વધારો મળી રહ્યો છે. અભ્યાસમાં શહેરી વિસ્તારમાં ઉમર, લિંગ અને BMIના આધાર પર ડાયાબિટીસના દરનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે. આ શોધ સેંટર ફોર કાડીયો મેટાબોલિક રિસ્ક રિડક્શન ઇન સાઉથ એશિયાના આંકડા (2010-2018) પર આધારિત છે.

Advertisement

ટીનેજર્સ રહો સાવધાન
વાજ્ઞાનિકોએ ભારત સરકાર દ્વારા ઉમર અને લિંગના આધાર પર શહેરોમાં મૃત્યુદર અને ડાયાબિટીસના પ્રસારનું વિશ્લેષણ કર્યું છે. સાથે જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની શોધ ‘ઇન્ડિયા ડાયાબિટીસ’ (2008-2015)નું પણ વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર 20 વર્ષના પુરૂષો અને મહિલાઓમાં આ બિમારી થવાનો ખતરો ક્રમશ: 56 અને 65 ટકા વધી ગયો છે.

મહિલાઓમાં ડાયાબિટીસનો ખતરો વધારે
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર જીવનકાળમાં આ બિમારી થવાનો ખતરો વધારે રહે છે. 60 વર્ષની મહિલા અને પુરૂષ જેને ડાયાબિટીસ નથી. તેમને પણ આ બિમારી થવાનો ખતરો ક્રમશ: 38 અને 28 ટકા છે.

જાડા લોકો રહો સાવધાન
શહેરોમાં રહેતા મોટા લોકોને પણ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 20 વર્ષના વર્ગ વાળા 86 ટકા મોટા પુરૂષોને ડાયાબિટીસ થઇ શકે છે. જ્યારે મહિલાઓમાં તેનો ખતરો પુરૂષો કરતા એક ટકા વધારે છે.

Advertisement

ઓછી BMI વાળાને રાહત
ઓછી BMI વાળા લોકોને રાહત મળી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકોની ઓછી BMI નોર્મલ છે. તેમની ઉમરનો વધેલો મોટાભાગનો હિસ્સો ડાયાબિટીસથી મુક્ત થઇ શકે છે.

Advertisement
Exit mobile version