ભીખ માગતા 90 બાળકોને એકલો જ ભણાવે છે આ પોલીસ જવાન, પુસ્તકો અને પેન્સિલ માટે આમાંથી કાઢે છે પૈસા

આજના આધુનિય યુગમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે. પરંતુ ગરીબીના કારણે અનેક બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. પરંતુ દેશમાં અનેક એવા સમાજ સેવકો પણ છે. જે ગરીબ બાળકોના શિક્ષણ માટે પ્રયાસ કરે છે. એવા જ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાં એક રેલવે પોલીસ કોન્સ્ટેબલે પોતાના એકલા હાથે બાળકો માટે સ્કૂલ ચલાવે છે. રોહિત કુમાર યાદવ જે ગરીબ બાળકોને નિશુલ્ક ભણાવે છે.

ધ બેટર ઇંડિયાને રોહિતે જણાવ્યું કે મારા પિતાએ ગરીબ બાળકોના શિક્ષણ માટે એક સ્કૂલ ખોલી હતી. પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે તેને બંધ કરવી પડી હતી. જોકે હવે તે આર્થિક રૂપથી નબળા બાળકોને મફતમાં ભણાવી પોતાના પિતાના સપનાને જીવી રહ્યો છું. રોહિલ પાછલા બે વર્ષથી ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં નિશુલ્ક બાળકોને ભણાવી રહ્યાં છે. પોતાની આ જર્નીની શરૂઆત વિશે રોહિતે જણાવ્યું કે જૂન 2018માં કામ માટે ઉન્નાવથી રાયબરેલી જતા સમયે તે ટ્રેનમાં પૈસાની ભીખ માંગતા કેટલાક બાળકો મળ્યા હતા. એક બાળક તેમના પાસે જમવાનું ખરીદવા માટે પૈસા માગવા માટે આવ્યા હતા. રોહિતે કહ્યું કે મને ભીખ માગતા બાળકોના હાથમાં કટોરા જોઇને ખુબ દુખ થયું.

રેલ યાત્રામાં મળેલા આ બાળકોને રોહિત લાંબા સમય સુધી ભુલી શક્યા નહીં. તેમને એ વિશે વિચાર્યું કે ભીખ માંગતા એ બાળકોના ભવિષ્યને સુધારી શકે. આ માટે તેમને બાળકોને ભણાવવાનું વિચાર્યું હતું. રોહિત ટ્રેનમાં ભીગ માંગતા બાળકોના માતા-પિતાને શોધવા અને તેમની સાથે વાત કરવામાં સફળ રહ્યાં અને તેમને તેમના બાળકોને સ્કૂલ મોકલવા માટે વિનંતી કરી હતી. રોહિતે જણાવ્યું કે મે વિચાર્યું કે જો હું આ બાળકોના માતા-પિતાને સમજાવામાં સફળ રહ્યો તો તેમને ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો બતાવી શકું છું. જેમ કે મારા પિતા ઇચ્છતા હતા. પરંતુ વંચિતો માટે મુફત શિક્ષણના તેમના પિતાનું સપનું એટલું સરળ નહતું. ભીખ માગતા બાળકોના અબિભાવકોને શિક્ષણનું મહત્વ સમજાવવા માટે રોહિતે અનેકવાર બાળકોના પરિવારોને મળ્યા હતા.

તેઓ કહે છે કે, મોટાભાગના માતા-પિતા એ વિચારીને બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર નહતા કે તેનાથી ઘરમાં કમાણીમાં નુકસાન થશે. કેટલાક એડમિશન પ્રોસેસથી પસાર થવા અને એડમિશન ફી આપવા માટે તૈયાર ન હતા. કારણ કે તે વધારે કમાતા નહતા. જોકે રોહિત દરેક હાથમાં કલમ પોતાના સપનાને ખોવા માગતા નહતા. એટલા માટે તેમના બાળકોને સ્કીલ લાવવા માટે વિચાર્યું હતુ. પછી શું જુલાઇ 2018માં રોહિતે નોકરીની સાથે જ પોતે જ બાળકોને અંગ્રેજી, હિંદી અને ગણિત ભણાવવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેમના નવા સ્કૂલના વિસ્તારના બાળકો સાથે લોકપ્રિયતા મેળવી અને એક મેકશિફ્ટ ક્લાસ જે ક્યારેક ઉન્નાવ સ્ટેશનના રેલવે ટ્રેકની પાસે માત્ર પાંચ બાળકોને ભણાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાં રોહિત આજે કુલ 90 વિદ્યાર્થીઓને ભણાવે છે.

રોહિત જણાવે છે કે શરૂઆતમાં તેમને વિદ્યાર્થીઓ માટે એકમાત્ર શિક્ષક હતા. નાઇટ શિફ્ટ કરતા તેઓ બપોરે બાળકોને ભણાવતા હતા. રોહિતે જણાવ્યું કે પહેલા બાળકોના કોઇ સપના નહતા. પરંતુ હવે તેમાંથી કેટલાક ડોક્ટર, એન્જીનીયર અને અન્ય સરકારી અધિકારી બનવા માગે છે. આ વિદ્યાર્થીઓ ગીત, ડાન્સ અને ડ્રોઇંગમાં પણ રસ ધરાવે છે. રોહિતે આગળ કહ્યું કે મારો પગાર 40 હજાર રૂપિયા છે. અને હું શિક્ષકોના પગાર સહિત સ્કૂલ માટે 10 હજાર રૂપિયા ખર્ચ કરૂં છું. 2019ના અંત સુધીમાં તત્કાલીન જિલ્લા પંચાયતી રાજ અધિકારીની મદદથી રોહિતે કોરારી પંચાયત ભવન સ્કૂલ ચલાવવાનું શરૂ કર્યું છે.

હવે સ્કૂલમાં રોહિત સિવાય બે વધારે શિક્ષક છે. તે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ભણાવવામાં મદદ કરે છે. રોહિતે કહ્યું કે ભગવાનની કૃપાથી હું બે શિક્ષકોને પગાર ચુકવવા સક્ષમ છું અને પોતના પગારમાંથી પોતાના બાળકોના પુસ્ત, પેન્સિલ અને તમામ આવશ્યક સામગ્રી ખરીદી શકું છું. મને ઉમ્મીદ છે કે બીજાની મદદથી હું આવનારા દિવસોમાં બાળકો માટે વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરી શકીશ. રોહિત જણાવે છે કે હું ખુબ જ ખુશ છું કારણ કે તે પોતાના પિતાના સપનાને પુરૂં કરી રહ્યો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021