Categories: ભક્તિ

મંગળવારે આ ઉપાય કરો.. બરજંગબલી તમારા દરેક દુ:ખ દૂર કરશે

ભગવાનની પૂજા અર્ચના તો આપણે કોઈપણ દિવસે અને ગમે ત્યારે કરી શકીએ છીએ. તેના માટે દરેક દિવસ સુભ માનવામાં આવે છે. પરંતુ આપણા હિંદૂધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા-અર્ચના અને વ્રત માટે એક દિવસનું ખાસ મહત્વ માનવમાં આવે છે. જેમાં મંગળવાર મહાબલી હનુમાન અને શનિદેવની પૂજા માટે અતિ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને હનુમાનજીની પૂજા-અર્ચના માટે આ દિવસ અતિ શુભ માનવામાં આવે છે.

હાલના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ- મુશ્કેલીઓ રહેતી હોય છે. અને તે આ મુશ્કેલીઓમાંથી બહાર પણ નિકળવા ઈચ્છતો હોય છે. પરંતુ તેને તેમાંથી બહાર નિકળવા માટે કોઈ રસ્તો નથી મળતો હોતો. તો આવા વ્યક્તિએ હંમેશા આવા સંકટ સમયે હનુમાન મંદિર જઈને કેટલાક કાર્યો કરવા જોઈએ. કારણ કે, કષ્ટભંજન દરેકના દૂખ હરી લે છે.

આજે અમે આપને આ અહેવાલમાં ભગવાન હનુમાન અને મંગળવારના દિવસે કેવા કાર્ય કરવા જોઈએ તે વીશે ખાસ જણાવીશું. આ તમામ કાર્ય હનુમાન મંદિર પર જઈને જ કરવાના રહેશે. જો તમે પણ મુશ્કેલીઓમાંથી બહાર નિકળવા માગતા હોય તો, આ લેખ અચૂક વાંચજો. અને નીચે આપેલા કાર્યો અવશ્ય કરજો. આ ઉપાયો કરવાથી ન માત્ર હનુમાનજીની કૃપા તમારા પર બનશે. પરંતુ કષ્ટભંજન તમારા બધા જ દુખો હરી પણ લેશે. અને તમારી ઈચ્છાઓ અને મનોકામના પણ પૂર્ણ કરશે.

મંગળવારે આટલા ઉપાયો કરો:-
* મંગળવારના દિવસે તમે વિધિ વિધાન સાથે હનુમાનજીની પૂજા કરતા હો, તો પૂજા કર્યા બાદ એક વાર હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી સંકટમોચક તમારા પર જલદી પ્રસન્ન થશે અને તમારાથી જાણ-અજાણમાં જે પાપો થયા હશે તેમાંથી મુક્તિ મળશે.

* જો તમે વાંરવાર કોઈ મનોકામના માનતા હોય અને તે પૂર્ણ ન થતી હોય તો, તમારે ઘરમાં અથવા તો બજરંગબલીના મંદિરમાં જઈને “ऊँ रामदूताय नम:. મંત્રનો જાપ કરવાનો છે, આ મંત્રના જાપ તમારે મંગળવારના દિવસે જ હનુમાન મંદિરમાં જઈને 108 વખત કરવાનો છે આ મંત્રના જાપથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. હનુમાનજીના આશિર્વાદ તમારા પર બન્યા રહેશે.

* દરેકના જીવનમાં કોઈને કોઈન બાધાઓ આવતી હોય, કોઈ મોટું સંકટ હોય છે. તો મંગળવારના રોજ હનુમાનજીની મૂર્તિની સામે બેસીને રામાયણ અને શ્રી રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. તમારી દરેક બાધાઓ અને મુશ્કેલીઓ દુર થઈ જશે.

* આ સિવાય પણ તમારી બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના હનુમાનજીના ફોટો અથવા તેના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવાનો. દીવો કર્યા બાદ તેમાં બે લવિંગ નાખી દેવાના. ધીમે ધીમે તમારી સમસ્યાઓનું નિવારણ આવવા લાગશે. અને અમુક સમય જતા તમારી તમામ મુશ્કેલીઓ અને બાધાઓ દૂર થઈ જશે.

* મંગળવારના દિવસે હનુમાનજીને લાલ લંગોટ અર્પણ કરવું જોઈએ. તેનાથી તમારા વેપાર-ધંધામાં પણ વૃદ્ધિ થશે. વેપારને લગતા અટવાયેલા કામો પણ ટૂંક સમયમાં જ હનુમાનજી પૂર્ણ કરશે.

*  અનેક લોકોની એવી પણ ફરિયાદ હોય છે કે, મારા ભાગ્યનો ઉદય નથી થતો. મારા ભાગ્યમાં મુશ્કેલીઓ જ આવ્યા કરે છે. તો આપને જણાવી દઈએ કે હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ મંગળવારે ચડાવવું જોઈએ. તેનાથી તમારા ભાગ્યનો ઉદય ખુબ જસદી થશે. અને બાધાઓ પણ દૂર થશે.

* જો દુષ્મનો તમારા પર હાવી હોય અને તમારે તેના ઉપર જીત મેળવવી હોય, હનુમાનજીના મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. પરંતુ એક વાતનું ખાસ રાખવાનું કે દીવો પાંચ વાટ વાળો હોવો જોઈએ.

* જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, તો મંગળવારના દિવસે કોઈ ગરીબ બીમાર વ્યક્તિને દવાનું દાન કરવું જોઈએ. તમારી બીમારીમાં ધીમે ધીમે રાહત થશે. આમ આ પ્રકારે કેટલાક ઉપાયો કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જો આપને હનુમાનજી પર અતુષ શ્રદ્ધા હોય તો એક વખત કમેન્ટમાં જય બજરંગબલી લખી લાઈક અને શેર કરજો. બજરંગબલી તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021