Categories: ભક્તિ

માટીમાંથી ગણેશ બનાવવાનો આ વીડિયો છે અદભૂત, આટલી સરળ રીત તમે ક્યાંય નહીં જોઈ હોય..

ગણેશ ચતુર્થી આપણા માટે સૌથી પવિત્ર તહેવાર છે, કારણ કે, દુખહરતા એવા ભગવાન ગણેશજીનો આ દિવસ છે. આ દિવસે ઉપવાસ અને વ્રત કરવાથી તેમજ પૂજાપાઠ કરવાથી ગણપતિ બાપા આપણા પર પ્રશન્ન થાય છે. અને આપણા પરિવારના દૂખ હરી લે છે. પરંતુ આપણે શું કરીએ છીએ. બજારમાંથી ગણપતિ બાપાની POPમાંથી બનેલી મુર્તી લાવીએ છીએ જે પ્રદૂષણ ફેલાવે છે. પરંતુ આ પ્રદૂષણ ન ફેલાઈ તે માટે આપણે શું કરવું જોઈએ.. તો આ માટે આપણે ઘરે જ માટીની મૂર્તિ બનાવી શકીએ છીએ. આજે અમે આપના માટે આવી જ રીત લાવ્યા છે. જેના વડે બહેનો ખુદ પોતાના ઘરે માટીના ગણેશ બનાવી શકશે.

માટીમાંથી ગણેશ બનાવવાની સામગ્રી

  • નોરમલ માટી લેવી
  • ભીની માટી ન હોય તો સુકી માટી લેવી
  • એક લાકડાનું સ્ટેન્ડ અથવા પાટલી
  • કલર માટે અબીલ, ગુલાલ કંકુ અને ચંદન
  • શણગાર માટે ઘરમાં હોય તે કોઈપણ અનાજના દાણા અથવા મોતી
  • હાર માટે ફૂલ

માટીના ગણેશ બનાવવાની રીત

સૌથી પહેલા તો આપણે સુકી અથવા તો ભીની માટી લેશું. સુકી માટીમાંથી તમામ પ્રકારનો કચરો અને પથ્થર નિકાળી લેશું, આ માટે તેને ચારણીમાં ચારી પણ શકાય. ત્યાર બાદ માટીમાં પાણી ઉમેરીશું અને તેને હાથ વળે સારી રીતે મીક્સ કરીશું. માટી ભીની થઈ જાય પછી તેનો ગોળ પીંડો બનાવીશું, જેવી રીતે બહેનો રોટલી કે, રોટલા માટે ગોળી પીંડો બનાવે છે. ત્યાર બાદ તેને ધીમેધીમે આકાર આપતા જઈશું. સાથે-સાથે હાથ ભીના કરીને આકાર આપતા જશું. ધીમેધીમે તમામ અંગો અને આકાર આપતા જઈશું.

માટીમાંથી ગણેશ બન્યા બાદ આપણે તેને 2 થી 3 કલાક સુધી સુકાવા દઈશું ત્યાર બાદ આપણે ગણપતિને સજાવવાના છે. આ માટે આપણે અબિલ, ગુલાલ, કંકુ અને અને ચંદનનો ઉપયોગ કરીશું. આ તમામ રંગોમાં આપણે પાણી ઉમેરી પીછીંની મદદથી આપણે ગણેશજીને સજાવીશું.
મહત્વનું છે કે, ગૃહિણિઓ પોતાના ઘરમાં રહેલી વસ્તુઓથી જ ગણેશજીને સજાવી શકે છે. આ માટે મોતી, સ્ટોન અને ટાઈમંડ સહિતની વસ્તુઓ વાપરી શકે છે. આ બધી વસ્તુઓ તો ગૃહિણિઓ પાસે હોય છે કે, કારણ કે, ગૃહિણિઓ સજવા માટે હંમેશા આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખતી જ હોય છે.

પ્રદૂષણ મુક્ત ગણેશ ચતુર્થી મનાવો

આવો આપણે સૌકોઈ આ મુહિમમાં જોડાઈએ. અને આપણે પણ આપણા ઘરે માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવીએ. આવું કરવાથી POPની મૂર્તિઓ લેવાની જરૂર નહીં પડે. અને મૂર્તિનું વિસર્જન કરવા પર પ્રદૂષણ પણ નહીં ફેલાઈ. આપણે પ્રકૃતિનું જનત પણ કરી શકીશું. અને આપણા સંતાનો અને આવનાર પેઢીને એક સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત આપી શકીશું.

માટીના ગણેશનું જ કેમ મહત્વ

ગણેશજી અંગે શિવપુરાણમાં કહેવાયું છે કે, માતા પાર્વતીએ પુત્રની ઇચ્છાથી માટીનું એક પુતળું બનાવ્યું હતું, અને ત્યાર બાદ પોતાની દિવ્ય શક્તિથી તેમાં પ્રાણ પુર્યા હતા. જે ભગવાન ગણેશ હતાં. જેથી શિવ મહાપુરાણમાં પણ ધાતુની જગ્યાએ પાર્થિવ અને માટીની મૂર્તિને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે, સમડા કે પીપળાના વૃક્ષના મુળિયાની માટીથી મૂર્તિ બનાવવી શુભ મનાય છે. આ સિવાય પણ અન્ય પવિત્ર સ્થળની માટીનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ખેતરની માટી પણ પવિત્ર માનવામાં આવે છે.

જ્યાંથી માટી લેવામાં આવે ત્યાંથી ઉપરથી ચાર આંગળી માટી દૂર કરીને અંદરની માટી લઇને ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવી જોઇએ. જેથી ઉપરની અશુદ્ધીઓ દૂર થઈ જાય છે. હાલના સમયમાં તો આપણે POP અને અન્ય વસ્તુઓમાંથી બનેલી મૂર્તિઓ ખુબ વાપરીએ છીએ. પરંતુ સૌથી પવિત્ર મુર્તિ માત્રને માત્ર માટીમાંથી બનેલી મૂર્તિને જ માનવામાં આવે છે.

#R.ગુજરાત ની આ મુહિમ જો આપને પસંદ આવી હોય તો આપ અમારા પેજને લાઈક કરો અને આપના મિત્રોને શેર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021