Categories: દેશ

માત્ર વગ વાળાઓની જ આત્મહત્યાની તપાસ, આમ આદમીનું શું???

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સમાચાર હતા કે તેણે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી
લીધી છે. મુંબઈ પોલીસની રિપોર્ટમાં ફાંસીથી શ્વાસ રૂંધાવાના કારણે મોત થયું હોવાનું કારણ
સામે આવ્યું હતુ. સુશાંતના મોતના આજે ઘણા દિવસો થયા હોવા છતા સાચું કારણ જાણી
શકાયું નથી.

દેશથી લઇ વિદેશ સુધી સુશાંતના ચાહકોએ તેના મોતને ન્યાય અપાવા વિરોધનો વંટોળ ઉંભો
કર્યો છે, શું આ વંટોળ સાચી હકીકત બહાર લાવશે કે કેમ એ તો ખબર નથી પરંતુ એક વિચાર
એ પણ આવે છે કે આ પહેલા પણ ઘણા એક્ટર આત્મહત્યા કરી પોતાનો જીવ ગ્માવી ચુક્યા છે.
તો તેમને ક્યારે ન્યાય મળશે ?                                         

કુદરતી આફતો સામે હાર માની લેતા ઘણા ખેડુતોએ પણ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, તો
તેને ન્યાય કેમ નથી મળતો? કોઇ જાણીતા કે વગ વાળા માણસને ફટાફટ ન્યાય મળે છે
જ્યારે જેના કેસ પર વજન રાખવામાં ન આવે તો તે કેસ બહું જલ્દી ઉડી જાય છે. આવી
માનસીકતા માંથી આપણે ક્યારે બહાર આવશું.

આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ
૩૦૨ મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે.

આત્મહત્યા એક સંકુલ મનોવૈજ્ઞાનિક વર્તનઘટના અને સામાજિક સમસ્યા છે. દરેક આત્મહત્યાના
૧૦થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે એવું નોંધાયું છે. પુરૂષો
કરતાં સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે; પરંતુ સ્ત્રીઓ કરતાં પુરુષો
આત્મહત્યાના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે અવું અત્યાર સુધીના અભ્યાસ પરથી માલૂમ
પડ્યું છે. અપરિણીત કે છૂટાછેડા લીધેલ, એકલી રહેતી કે વિધવા-વિધુર વ્યક્તિઓમાં થતી
આત્મહત્યાનું પ્રમાણ પરિણીત અને સંતાનોવાળી વ્યક્તિઓ દ્વારા થતી આત્મહત્યાના પ્રમાણ
કરતાં વધારે જોવા મળે છે.

આત્મહત્યાથી થતા મૃત્યુનો દર પૂર્વ યુરોપના દેશોમાં વર્ષે એક લાખ વ્યક્તિઓએ ૨૫ કે તેથી
વધારે છે, જ્યારે સ્પેન કે ઇટાલી જેવા કેટલાક દેશોમાં આ દર વર્ષે ૧ લાખ વ્યક્તિઓએ ૧૦ કે
તેથી પણ ઓછો છે.

WHOએ ગયા વર્ષે જાહેર કર્યું. આ અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત
કરીને જીવન ટૂંકાવે છે. અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલું સ્થાન ભોગવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021